Aapnu Gujarat
ગુજરાત

વડોદરા શર્મશાર : નરાધમોએ મહિલાને લૂંટી દુષ્કર્મ આચર્યું

વડોદરા શહેરની મકરપુરા જીઆઈડીસીમાં મોડી રાત્રે યુવાન દંપતીને ત્રણ યુવાનોએ બાનમાં લઈ લૂંટ ચલાવી હતી. તે બાદ બે યુવાનોએ યુવતીનું મોંઢુ દબાવી દુષ્કર્મ આચરી ફરાર થઇ ગયા હતા. આ બનાવમાં પોલીસે રાત્રે જ બે હવસખોરોની ધરપકડ કરી લીધી હતી. જ્યારે ફરાર થઈ ગયેલા ત્રીજા આરોપીની પોલીસે શોધખોળ હાથ ધરી છે. માંજલપુર વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતી યુવતીના માંજલપુર વિસ્તારમાંજ રહેતા યુવક સાથે છ માસ પહેલા લગ્ન થયા હતા. બંને મકરપુરા ય્ૈંડ્ઢઝ્રમાંજ આવેલી કંપનીમાં માર્કેટીંગની ટ્રેનીંગ લેવા સાથે નોકરી કરે છે.
સોમવારે મોડી રાત્રે પરિણીતા જયશ્રી પતિ પરેશ સાથે વડસર બ્રિજ પાસે ઉભેલી સહેલીને ચાલતા લેવા માટે નીકળ્યા હતા પણ સહેલીનો ફોન આવતા યુવાન દંપતી પરત પોતાના ઘર તરફ આવી રહ્યા હતા. તેઓ ઘર તરફ આવી રહ્યા હતા ત્યારે શાકમાર્કેટ પાસે ત્રણ યુવકોએ દંપતીને ઘેરી લીધા હતા અને તમે ક્યાં જાઓ છો તેમ પૂછ્યુ હતુ. દંપતીએ જણાવ્યુ હતુ કે અમે ઘરે જઈએ છે. સામેના ત્રણ યુવકો પૈકી એક યુવકે કહ્યું હતું કે રોજ અમારી દારૂની પેટીઓ ચોરાય છે.
અમે તમને જવા દઈશું નહીં. ત્યારે દંપતિએ કહ્યું કે, અમે તો અહીં નોકરી કરવા માટે આવીએ છે. અમારે તમારા દારૂનું શું કામ છે? ત્યારે ત્રણે યુવાનોએ તેઓની પાસેના મુદ્દામાલની લૂંટ ચલાવવાની ધમકી આપી હતી. દરમિયાન ત્રણે યુવાનો પૈકી એક યુવાને પીડિતાના પતિને પકડી રાખ્યો હતો અને અન્ય બે યુવાનોએ પીડિતાના કાનમાંથી સોનાની બે બુટ્ટી અને તેની પાસેનો મોબાઇલ ફોન લૂંટી લીધો હતો. ત્રણે યુવાનોની ચુંગાલમાંથી માંડ છુટકારો મેળવી દંપતી નાસી છૂટતા, ત્રણે યુવાનોએ તેઓનો પીછો કર્યો હતો.
દંપતીનો પીછો કરી રહેલા ત્રણે યુવાનોના હાથમાં પીડિતા આવી જતાં તેને નજીકના જીઆઇડીસી પાસે શાકમાર્કેટના ખુલ્લા મેદાનમાં લઇ ગયા હતા. જ્યાં બે યુવાનોએ વારાફરતી મોંઢુ દબાવી દુષ્કર્મ આચરી ફરાર થઇ ગયા હતા.
બીજી બાજુ પત્ની ન દેખાતા પતિ પુનઃ સ્થળ પર આવ્યો હતો. જ્યાં પસાર થઇ રહેલા એક વાહનના અજવાળાની મદદથી પતિએ પત્નીને શોધી કાઢી હતી. બંને ઘરે આવ્યા બાદ પત્નીએ પોતાની સાથે કૃત્યની જાણ મકાન માલિક સંજયભાઇ રાજપુતને કરી હતી. તે બાદ આ બનાવની જાણ માંજલપુર પોલીસને કરતા તુરતજ પોલીસ દોડી આવી હતી. દરમિયાન પોલીસ, દંપતી અને મકાન માલિક પુનઃ ઘટના સ્થળે આવ્યા હતા. જ્યાંથી હવસખોર બે યુવાનોની ધરપકડ કરી હતી.

Related posts

૧૦ થી ૧૨મી ડિસેમ્બર દરમિયાન વરસાદની સંભાવના

editor

ગુજરાતમાં પણ આત્મઘાતી હુમલાના ભય વચ્ચે એલર્ટ

aapnugujarat

રાહુલ ગાંધીએ કમાન્ડોની સુરક્ષા વચ્ચે માતાનું દૂધ પીધું : જીતુ વાઘાણીનું વિવાદાસ્પદ નિવેદન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1