Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

હિંદુઓને મુસ્લિમ બનાવીશું : ઔવેસી

ઓલ ઈન્ડિયા મજલિસ-એ-મુસ્લિમીન ઓવેસીએ મુસ્લિમ યુવકની બળજબરીથી દાઢી કાપવાની ઘટના વિશે નિવેદન આપ્યુ છે.તેમણે કહ્યું કે જે લોકોએ આ કામ કર્યુ છે, હુ એમને કહેવા માગુ છુ કે જો તેઓ અમારા ગળા કાપી નાખશે તો પણ અમે મુસ્લિમ રહેવાના જ છીએ.ઓલ ઈન્ડિયા મજલિસ-એ-મુસ્લિમીનના પ્રમુખ અસરુદીન ઓવેસીના નિવેદન પર વિવાદ શરૂ થઇ ગયો છે. ઓવેસીએ કહ્યુ કે ધર્મ પરિવર્તન કરાવીને હિંદુઓને દાઢી રાખવા માટે મજબુર કરવામાં આવશે.
અમુક દિવસ અગાઉ હરિયાણાના ગુરુગ્રામમાં એક મુસ્લિમ યુવક સાથે કેટલાક લોકોએ મારામારી કરી હતી અને તુ પાકિસ્તાની છે એમ કહીને તેની દાઢી કાપી નાંખી હતી. ઓવેસીએ આ ઘટના વિશે નિવેદન આપ્યુ છે.મુસ્લિમ યુવકની બળજબરીપૂર્વક દાઢી કાપવાની ઘટના ૩૧ જુલાઇની છે. કેટલાક લોકોએ મુસ્લિમ યુવકની પકડીને બળજબરીપૂર્વક દાઢી કાપી હતી. પીડિતે વિરોધ કરતા આરોપીઓએ તેની સાથે મારામારી કરી હતી.આરોપીઓએ યુવકને ધમકી આપી હતી કે જો તે પોલીસ પાસે જશે તો પરિણામ ખરાબ આવશે. જોકે યુવકે પોલીસ પાસે જઇને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે કાર્યવાહી કરતા ૩ આરોપીની ધડપકડ કરી હતી.

Related posts

हिंदू शरणार्थियों को मिलेगी नागरिकता, अफवाह पर न करें भरोसा : अमित शाह

aapnugujarat

બિહારમાં સેક્સ રેકેટનો પર્દાફાશ : ૩૨ ઝડપાયા

aapnugujarat

ટેરર ફંડિગના આરોપસર હુર્રિયતના તમામ સાત નેતા ૧૮ દિવસો માટે કસ્ટડીમાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1