Aapnu Gujarat
રાષ્ટ્રીય

ટેરર ફંડિગના આરોપસર હુર્રિયતના તમામ સાત નેતા ૧૮ દિવસો માટે કસ્ટડીમાં

ટેરર ફંડિંગના આરોપસર સોમવારના દિવસે ધરપકડ કરવામાં આવેલા તમામ સાત હુરિયત નેતાને દિલ્હીની કોર્ટે આજે નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સીની ૧૮ દિવસની કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. ઝડપાઇ ગયેલા તમામ શખ્સોને સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે દિલ્હીની પટિયાળા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને વધુ પુછપરછ માટે એનઆઇએને સોંપી દેવામાં આવ્યા હતા. અગાઉ એનઆઇએ દ્વારા કોર્ટમાં કહેવામાં આવ્યુ હતુ કે તેમને ૧૮ દિવસ માટે આ તમામ શખ્સોની કસ્ટડીની જરૂર છે. ખીણમાં અંધાધુંધી ફેલાવવા માટે તેમને નાણાં મળી રહ્યા હતા. ગઇકાલે તમામને દિલ્હી લાવવામાં આવ્યા હતા. એનઆઈએ દ્વારા જે હુર્રિયતના સાત નેતાઓની ધરપકડ કરી લેવામાં આવી છે તેમાં ફારુક અહેમદ દાર ઉર્ફે બિટ્ટા કરાટે, નઈમ ખાન, શાહીદ ઉલ ઇસ્લામ, અલ્તાફ ફન્ટુસ, મહેરાજુદ્દીન, અયાઝ અકબર અને પીર સેફુલ્લાનો સમાવેશ થાય છે. બિટ્ટા કરાટેને દિલ્હીમાંથી ધરપકડ કરીને તેની પુછપરછ હાથ ધરાઈ છે જ્યારે બાકીના લોકોની ધરપકડ શ્રીનગરમાંથી કરાઈ છે.  આ તમામ શખ્સોને હવાલાના માધ્યમથી પાકિસ્તાનના ત્રાસવાદી સંગઠનો પાસેથી નાણા મળી રહ્યા હતા. આ ખુલાસા બાદ એનઆઈએના અધિકારીઓ દ્વારા મામલાની તપાસ કરવામાં આવી હતી. મે મહિનામાં એનઆઈએ દ્વારા આ સંદર્ભમાં કેટલાક અલગતાવાદી લીડરોની પુછપરછ પણ કરાઈ હતી. એનઆઈએની એક ટીમે તહેરિકે હુર્રિયત ફારુક અહેમદ દાર ઉર્ફે બિટ્ટા કરાટે અને જાવેદ અહેમદ બાબા ઉર્ફે ગાઝીની શ્રીનગરમાંથી ધરપકડ કરી હતી. તેમની ચાર દિવસ સુધી પુછપરછ કરવામાં આવી હતી. ત્યારબાદ તેમના બંનેના બેંક ખાતાઓની જાણકારી અને સંપત્તિના દસ્તાવેજોમાં તપાસ કરવામાં આવી હતી.આગામી દિવસોમાં તેમની પાસેથી વધારે વિગત મળે તેવી શક્યતા છે.

Related posts

મધ્યપ્રદેશે ડુંગળી ઠાલવતાં ભાવ ગગડ્યાઃ વેપારીઓ નારાજ

aapnugujarat

हमारी पार्टी पूरी मजबूती से बीजेपी के साथ खड़ी हैं : हरसिमरत कौर

aapnugujarat

करतारपुर कॉरिडोर को लेकर पीछे नहीं हट सकता पाक. : कैप्टन अमरिंदर सिंह

aapnugujarat

Leave a Comment

UA-96247877-1