બિહારના કટિહારમાં મોટા સેક્સ રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ રેકેટ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું હતું. આંતરરાષ્ટ્રીય સ્તર સુધી આની જાળ બિછાયેલી છે. મહિલાઓ સહિત ૩૨ લોકોને પકડી પાડવામાં આવ્યા છે. કટિહારમાં છેલ્લા ઘણા સમયથી આ સેક્સ રેકેટ ચાલી રહ્યું હતું. આમા સગીરાઓને પણ આવરી લેવામાં આવી હતી. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, કટિહારના ગુલાબબાગ વિસ્તારમાં પોલીસે બાતમી મળ્યા બાદ જાળ બિછાવી હતી અને આખરે આ સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. પુરણિયા પોલીસ દ્વારા સફળરીતે આ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. વેશ્યાવૃત્તિનું નેટવર્ક ચાલી રહ્યું હતું જ્યાં મોટા કારોબારીઓ અને અમીર લોકો પહોંચી રહ્યા હતા. માહિતી મળી ગયા બાદ પોલીસે એક ટીમની રચના કરી હતી અને શકમંદ સ્થળ ઉપર દરોડા પાડ્યા હતા. આ રેકેટમાં ઝડપાઈ ગયેલા તમામ પુરુષો અને મહિલાઓની ઓળખ તપાસના ભાગરુપે જાહેર કરવામાં આવી રહી નથી પરંતુ કરોડોનો કારોબાર કટિહારમાં આ સેક્સ રેકેટના ભાગરુપે ચાલી રહ્યો હતો. તમામની ઓળખ થઇ ગયા બાદ પોલીસ દ્વારા તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. કટિહારમાં ચાલી રહેલા આ સેક્સ રેકેટના સંદર્ભમાં સ્થાનિક લોકો દ્વારા વારંવાર ફરિયાદ કરવામાં આવી હતી પરંતુ ધ્યાન આપવામાં આવી રહ્યું ન હતું. આખરે પોલીસને પાકી માહિતી મળ્યા બાદ એક ટીમની રચના કરીને જાળ બિછાવવામાં આવી હતી. કેટલાક પોલીસ અધિકારીઓ કસ્ટમર બનીને પણ પહોંચ્યા હતા અને સૌથી પહેલા રેકેટના સંદર્ભમાં પુરતી માહિતી એકત્રિત કરી લેવામાં આવી હતી. આખરે આ રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. સગીરા બાળાઓને પણ અહીં લાવવામાં આવી હતી.
આગળની પોસ્ટ