Aapnu Gujarat
રાષ્ટ્રીય

૨૦૧૯માં સાંસદોની પત્નીઓ કરશે પાર્ટીનો પ્રચાર..!!

ભાજપ ૨૦૧૯ની તૈયારીમાં લાગી ગયું છે. અનેક આંદોલનો અને વિપક્ષ દ્વારા સતત સરકાર પર પ્રહારોના કારણે પક્ષને ચૂંટણીમાં નુકસાન ન પહોંચે માટે ભાજપે માસ્ટર પ્લાન ઘડીને તેના પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. આ વખતે લોકો વચ્ચે પહોંચવા માટે ફકત કાર્યકર્તાઓ નહીં પણ સાંસદોની પત્નીઓને પણ મેદાનમાં ઉતારાશે. આ માટે સાંસદોની પત્નીઓને ખાસ પ્રકારની તાલીમ અપાઈ છે જેથી તેઓ લોકો વચ્ચે પક્ષના પ્રચાર સાથે સાથે પતિના રાજકીય કાર્યોમાં સહાયક પણ બનશે. આ માટે પક્ષે રીતસર બે દિવસની શિબિર યોજી હતી જેમાં પાર્ટી અધ્યક્ષ અમિત શાહ, વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને સુષ્મા સ્વરાજે ભાગ લીધો હતો. ભાજપના સૂત્રોનું માનીએ તો હાલ આ અંગે ઔપચારીક રીતે કોઈ નિર્ણય જાહેર કરવામાં નથી આવ્યો પરંતુ આ કાર્યક્રમનું એક લક્ષ્ય એ પણ હતું કે સાંસદોની પત્નીઓને રાજકરણની સમજ આવી તેમનામાં રહેલી રાજકીય સમજને પારખવામાં પણ આવે જેથી જરુર પડ્યે પક્ષના પ્રચાર અને પ્રસાર માટે તેમનો પણ ઉપયોગ કરી શકાય. બે દિવસના આ કાર્યક્રમમાં ફકત સાંસદોની પત્નીઓ જ નહીં મહિલા સાંસદોએ પણ ભાગ લીધો હતો.
પાર્ટીના નેતાઓનું કહેવું છે કે સામાન્ય રીતે આ પ્રકારના કાર્યક્રમમાં પહેલા માત્ર ૪૦-૫૦ મહિલાઓ ભાગ લેતી હતી. જોકે આ વખતે ૨૦૧૯ની તૈયારી ચાલી રહી હોવાથી અનેક સાંસદોની પત્નીઓએ પણ આ કાર્યક્રમમાં જોરશોરથી ભાગ લીધો હતો. પાર્ટીના કેટલાક નેતાઓનું માનવું છે કે આ કાર્યક્રમ પાછળ એવો પણ હેતું હોઈ શકે છે કે સાંસદોની પત્નીમાં રહેલા રાજકીય કૌશલને જાણી તેમનું રાજકીય કાર્યક્ષેત્ર પણ વધારવામાં આવે.

Related posts

હાર ભાળી ગયેલા મોદી પ્રચારમાં તમામ મર્યાદાઓ ભૂલ્યા : અમરિંદર સિંહ

aapnugujarat

સીબીઆઈઓફિસની બહાર કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન : રાહુલ ગાંધીની ધરપકડ

aapnugujarat

અયોધ્યામાં મંદિર નિર્માણના મામલે વાતચીતનો દોર જારી : શ્રીશ્રી રવિશંકર અને શિયા વક્ફ બોર્ડની ચર્ચા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1