Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

જેટ એરવેઝ મુશ્કેલીમાં

દેશની સૌથી જુની ખાનગી એરલાઈન જેટ એરવેઝ કપરી નાણાકીય સ્થિતિમાંથી પસાર થઈ રહી છે.કંપનીએ પોતાના કર્મચારીઓને કહ્યું છે કે ખર્ચા ઓછા કરવાના ઉપાય નહી કરવામાં આવે તો ૬૦ દિવસ બાદ એરલાઈન ચલાવવી લગભગ અશક્ય હશે.
કોસ્ટ કટિંગના એક ઉપાય તરીકે કંપનીએ પોતાના કર્મચારીઓની સેલેરીમાં ૨૫ ટકા સુધીનો ઘટાડો કરવાનુ કહ્યું છે.જેના કારણે કર્મચારીઓ ટેન્શનમાં આવી ગયા છે.ખુદ જેટ એરવેઝના ચેરમેન નરેશ ગોયલે બેઠક બોલાવીને કર્મચારીઓ તેમજ અધિકારીઓ સાથે આ માટે વાત કરી હતી.
જેટના એક મોટા અધિકારીએ કહ્યું હતું કે અમને કહેવામાં આવ્યુ છે કે કંપનીને બે મહિના પછી ચાલુ રાખવી મુશ્કેલ છે.આ માટે ખર્ચા ઘટાડવા પડે તેમ છે.તો જ કંપની એ પછી ચાલુ રહી શકશે.અમને ચિંતા એ વાતની છે કે આટલા વર્ષો સુધી આર્થિક સ્થિતિ અંગે અમને કોઈ જાણકારી આપવામાં આવી નહોતી અને રાતોરાત હવે નાણાકીય મુશ્કેલી અંગેકહેવામાં આવ્યુ છે.
માત્ર સેલેરી ઘટાડવાનુ નહી પણ જેટ એરવેઝે કંપનીમાંથી કર્મચારીઓને છુટા કરવાનુ શરુ કર્યુ છે.જેમાં સૌથી પહેલા એન્જિનિયરિંગ વિભાગના બે અધિકારીઓની છટણી થઈ છે.
એરલાઈને કહ્યું છે કે ૨૫ ટકા સેલેરી ઘટાડવના કારણે ૫૦૦ કરોડ રુપિયાની બચત થશે.આ ઘટાડો બે વર્ષ સુધી ચાલુ રખાશે.કંપનીએ પોતાની આર્થિક સ્થિતિ કથળલા બદલ ક્રુડ ઓઈલના ભાવોમાં થયેલા વધારા અને માર્કેટના મોટા હિસ્સા પર ઈન્ડિગોના કન્ટ્રોને જવાબદાર ઠેરવ્યો છે.
કંપનીએ પાયલોટ પાસેથી સાત વર્ષ કે એક કરોડનુ બોન્ડ લખાવવાનુ પણ બંધ કરી દીધુ છે અને પાયલોટ્‌સને નોકરી છોડવા માટે એક વર્ષ પહેલા નોટિસ આપવાના કાયદાને પણ દુર કરી દીધો છે. ઉલ્લેખનીય છે કે જેટ એરવેઝને ૨૦૧૮ના વર્ષમાં ૭૬૭ કરોડ રુપિયાની ખોટ ગઈ છે.

Related posts

કુલ ૯ કંપનીઓની મૂડીમાં ૬૮,૭૫૪ કરોડનો વધારો

aapnugujarat

पाक. गोलाबारी के कारण ४० हजार लोगों ने छोड़ा घर

aapnugujarat

રેપ સહિતના મુદ્દા પર મોદી મૌન તોડે : મનમોહનસિંહ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1