Aapnu Gujarat
બિઝનેસ

પેટ્રેલ-ડીઝલ ભરાવવા માટે હવે કેશ રાખવાની જરૂર નહીં

ટૂંક સમયમાં જ દેશભરમાં પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલ ભરાવવા માટે રોકડ, ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ લઇને જવાની જરૂર નહીં રહે. પેટ્રોલ પંપ પર અંગૂઠો લગાવતા જ ચૂકવણી થઇ જશે. આગામી બે મહિનામાં જ તે આ સર્વિસ શરૂ થશે. આ બધુ શક્ય હશે એટીએમ ઓક્સિજન મશીનો દ્વારા.
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (આઇઓસીએલ) તેના માટે ઓક્સિજન માઇક્રો એજન્સી અને આઇડીએફસી બેંક સાથે કરાર કર્યો છે. મધ્યપ્રદેશના ભોપાલમાં બે પેટ્રોલ પંપમાં પણ મશીન સ્થાપિત થઈ ગયા છે.
માઇક્રો એટીએમ ઓક્સિજન મશીન એ એક પ્રકારનું પોઇન્ટ ઓફ સેલ (પી.ઓ.એસ) મશીન છે, જે રિટેલ નેટવર્ક મારફતે નાણાં ટ્રાન્સફર કરે છે. આ મશીન ડેબિટ, ક્રેડિટ, ક્યુઆર કોડ, ભીમ, આધાર-પે અને યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઈ) ની સેવા સાથે મળીને ઉપલબ્ધ છે. તે માટે મશીનમાં એકવાર કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે.
પેટ્રોલિયમ કંપનીઓએ છ થી આઠ મહિનામાં ભોપાલમાં આવા મશીનો મૂક્યા છે, જે સેલ્ફ સર્વિસવાળા હશે. આ મશીનથી ગ્રાહક પોતાના વાહનોમાં સેલ્ફ સેવાથી પેટ્રોલ-ડીઝલ ભરી શકશે અને પેમેન્ટ પણ ઓનલાઈન કરી શકશે. આ માટે પેટ્રોલિયમ કંપનીઓએ વિદેશથી મશીનની માંગણીની પ્રક્રિયા શરૂ કરી છે.

Related posts

Reliance plans to produce only jet fuel and petrochemicals at Jamnagar refinery

aapnugujarat

Ziox Mobiles announces its ‘Pocket DJ’ feature phone – Starz Rocker priced at Rs 1100/-

aapnugujarat

RBI એ રેપોરેટ ન બદલતા મોંઘવારીના ટેન્શનમાં રાહત નહીં

editor

Leave a Comment

UA-96247877-1