Aapnu Gujarat
Uncategorized

સોમનાથ મંદિર ટ્રસ્ટે કિર્તીદાન ગઢવી મામલામાં તપાસનો આદેશ કર્યો

જગવિખ્યાત સોમનાથ મંદિરે દુર-દુરથી આવતા ભાવિકોને મંદિરમાં પ્રવેશ આપતા પહેલા તમામ નિયમોનું પાલન ફરજ પરના કર્મચારી-અઘિકારીઓ દ્રારા કરાવવામાં આવી રહેલ છે ત્યારે બે દિવસ પહેલા સોમનાથ મંદિરે લોકગાયક મહાદેવને શીશ ઝુકાવવા આવેલ તે સમયે મંદિરમાં હાફપેન્ટ પહેરીને દર્શન કરવાની મનાઇ હોવા છતાં તેમને હાફપેન્ટ પહેરેલ હોય અને તે ફોટા સોશ્યલ મીડીયામાં વાયરલ થતા વિવાદ ઉભો થયેલ હતો. આ અંગે સી.સી.ટી.વી. ફુટેજો તપાસ કરી સંપૂર્ણ અહેવાલ આપવા આદેશ સોમનાથ ટ્રસ્ટના સેક્રેટરી દ્વારા કરવામાં આવેલ છે.
આ અંગે પ્રાપ્ત વિગત મુજબ બે દિવસ પહેલા પ્રખ્યાત લોકગાયક કિર્તીદાન ગઢવી સોમનાથ મહાદેવને શીશ ઝુકાવવા આવેલ ત્યારે સેલેબ્રીટી હોવાથી તેઓનું ટ્રસ્ટના અઘિકારીઓએ સ્વાગત કરી દર્શન કરાવેલ હતા અને સોમનાથ મંદિરમાં પ્રવેશતી વખતે કિર્તીદાન ગઢવીએ હાફપેન્ટ પહેરેલ હોવા છતા કોઇ પણ જાતની રોક-ટોક વગર પ્રવેશ અપાયા બાદ તેઓ દર્શન કરી પરત રવાના થઇ ગયેલ હતા અને આ દર્શન સમયે કિર્તીદાન ગઢવીના સોમનાથના દર્શનના ફોટા સોશ્યલ મીડીયામાં વાયરલ થતા વિવાદ ઉભો થયો હતો. સોમનાથ મંદિરમાં હાફપેન્ટ પહેરીને દર્શન કરવા જવાની મનાઇ હોવા છતાં સોશ્યલ મીડીયામાં વાયરલ થયેલ ફોટામાં કિર્તીદાન હાફપેન્ટ પહેરેલ હોય તેમ છતાં મંદિરમાં આવેલ હતા અને આ નિયમના ઉલ્લઘંનની સાથે મંદિરની અંદર ફોટોગ્રાફી કરવા માટે પ્રતિબંઘ હોય તેમ છતાં મંદિર પરીસરમાં ચાલીને જતા કિર્તીદાન ગઢવીના કોઇએ ફોટા પાડેલ હોય તે ફોટા સોશ્યલ મીડીયામાં વાયરલ થયા હતા. આ બંન્ને વિવાદોના ફોટા સોશ્યલ મીડીયામાં વાયરલ થતા ઝેડપ્લસ સુરક્ષા ઘરાવતા સોમનાથ મંદિરની સુરક્ષામાં દાખવાયેલ પોલંપોલની હકકીતો બહાર આવેલ છે.

આ બંન્ને વિવાદો અંગે સોમનાથ ટ્રસ્ટના સેક્રેટરી પી.કે.લ્હેરી એ જણાવેલ કે, કિર્તીદાન ગઢવી સેલીબ્રીટી હોવાથી તે દરજજે તેમને વી.આઇ.પી. દર્શન કરાવાયા હતા પરંતુ આમાં મંદિર ખાતે ફરજ પરના કર્મીચારીએ બેદરકારી દાખવી હોય તેવું અને મંદિર પરીસરના પ્રતિબંઘિત વિસ્તારમાં ફોટોગ્રાફી થયેલ તેવી વાત પણ સામે આવી છે. જેથી બંન્ને બનાવોમાં મંદિરના નિયમોનું ઉલ્લઘંન થયાનું જણાતું હોવાથી મંદિર ટ્રસ્ટના જી.એમ. અને આઇ.ટી. સુપરવાઇઝર બંન્નેને આ અંગે સી.સી.ટી.વી. ફુટેજોની તપાસ કરી કોણ જવાબદાર છે તે સહિતની તમામ માહિતી સાથેનો સંપૂર્ણ અહેવાલ આપવાઆદેશ કરાયેલ છે અને આ તપાસમાં જે કોઇ દોષીત ઠરશે તેની સામે નિયમો અનુસાર કડક કાર્યવાહી કરાશે તેમ જણાવેલ હતું.

રીપોર્ટ મહેન્દ્ર ટાંક સોમનાથ

Related posts

જુનાગઢની મેડિકલ કોલેજનાં ડીન સુરેશ રાઠોડ પર હુમલા સંદર્ભે આવેદનપત્ર અપાયું

aapnugujarat

શરાબની મહેફિલ : કુંકાવાવ ભાજપના મહામંત્રી ઝડપાયા

aapnugujarat

ચોટીલા પંથકમાં મુખ્યમંત્રીના જન્મ દિવસે 65 હજાર વૃક્ષોનું વાવેતર કરાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1