Aapnu Gujarat
શિક્ષણ

નબળા વિદ્યાર્થીઓ માટે મિશન વિદ્યાનો આરંભ

ધોરણ ૬, ૭ અને ૮ના જે વિદ્યાર્થીઓ વાંચન, લેખન અને ગણિતમાં નબળા જણાયા છે, તેમને શાળા સમય ઉપરાંત વધુ એક કલાક અને શાળા સમય દરિમયાન બે કલાક ઉપરાચાત્મક શિક્ષણ આપીને અન્ય વિદ્યાર્થીઓની હરોળમાં લાવવાના રાજ્યવ્યાપી મિશન વિદ્યાનો આજથી આરંભ થયો છે.
ગુજરાતના ૨૫૦ તાલુકાઓમાં સરકારી પ્રાથમિક શાળાઓમાં ધોરણ ૬ થી ૮માં અભ્યાસ કરતા નબળા વિદ્યાર્થીઓ માટેના મિશન વિદ્યાના નિરિક્ષણ અને ચોકસાઇપૂર્વકના અમલીકરણ માટે ૨૯૨ જેટલા આઇએએસ, આઇપીએસ અને આઇએફએસ કક્ષાના અધિકારીઓ સહિત પદાધિકારીઓને રાજય સરકાર દ્વારા જવાબદારી સોંપવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા શિક્ષણમાં ગુણવત્તા સુધારણા માટે પ્રતિવર્ષ ગુણોત્સવ કાર્યક્રમનું આયોજન થાય છે. ગુણોત્સવ-૮ના પરિણાામો પરથી ધોરણ ૬-૭-૮ના કુલ ૨૧,૬૮,૨૧૪ વિદ્યાર્થીઓ પૈકી ૧૦ ટકા જેટલા વિદ્યાર્થીઓ વાંચનમાં, ૧૩ ટકા વિદ્યાર્થીઓ લેખનમાં અને ૧૪ ટકા વિદ્યાર્થીઓ ગણિતમાં નબળા જણાયા હતા. સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુણોત્સવ દરમિયાન ધ્યાનમાં આવેલી આ બાબતને અત્યંત ગંભીરતાથી લઇને આવા નબળા વિદ્યાર્થીઓ પર વધુ ધ્યાન આપીને તેમને અન્ય વિદ્યાર્થીઓની હરોળમાં લાવવા મિશન વિદ્યા હાથ ધરવાનું આહવાન કર્યું છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં ૨૬ જુલાઇથી ૩૧ ઓગસ્ટ દરમિયાન મિશન વિદ્યા અંતર્ગત ઉપરાચાત્મક શિક્ષણ કાર્ય હાથ ધરાશે. શિક્ષણ વિભાગે મિશન વિદ્યા વ્યાપક અને અસરકારક બનાવવા પુરતું આયોજન કર્યું છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમાએ રાજ્યકક્ષાએ તમામ જિલ્લાના શિક્ષણ અધિકારીઓ સાથે પ્રેરણાત્મક બેઠક યોજીને માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત શિક્ષણ મંત્રી અને મુખ્ય સચિવ ડૉ.જેએન સિંહે વિડિયો કોન્ફરન્સીંગ દ્વારા તમામ જિલ્લાના કલેકટરઓને પણ મિશન વિદ્યાના અસરકારક અમલીકરણ માટે ધ્યાન આપવા સૂચનાઓ આપી હતી. એટલું જ નહીં, સ્વયં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પણ ૨૨,૦૦૦ કેન્દ્રો પર ઉપસ્થિત રહેલા ૭૦,૦૦૦ જેટલા શિક્ષકો સાથે બાયસેગના માધ્યમથી એકી સાથે વાત કરીને મિશન વિદ્યા વિષે માર્ગદર્શન આપ્યું હતું. એક પણ બાળક અભ્યાસમાં નબળું ન રહે એવી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની પ્રતિબદ્ધતાને પરિણાામલક્ષી બનાવવા શિક્ષણ વિભાગે વાંચન, લેખન અને ગણનના ઉપચારાત્મક શિક્ષણ માટે જરૂરી સાહિત્ય તૈયાર કર્યું છે. શાળાકક્ષાએ જે તે ધોરણના વર્ગ શિક્ષક દ્વારા વાંચન, લેખન અને ગણનમાં નબળા હોય એવા પ્રિય વિદ્યાર્થીઓને શાળા સમય ઉપરાંત વધુ એક કલાક ઉપચારાત્મક શિક્ષણ અપાશે.
ધોરણ ૩ થી ૫ ના નબળા વિદ્યાર્થીઓને પણ શાળા સમય દરમિયાન બે કલાક ઉપચારાત્મક શિક્ષણ અપાશે. શાળાના તમામ શિક્ષકો અને વર્ગના હોંશિયાર વિદ્યાર્થીઓ પણ ટીમ ભાવનાથી મિશન વિદ્યામાં જોડાય એવું આયોજન કરવામાં આવ્યું છે. ગામના સ્વયંસેવકો, નિવૃત્ત કર્મચારીઓ-અધિકારીઓ કે અન્ય સેવાભાવી લોકો પણ મિશન વિદ્યામાં જોડાય એવી અપીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા કરવામાં આવી છે. રાજ્યભરમાં આજથી આરંભાયેલા મિશન વિદ્યાના સુવ્યવસ્થિત અમલીકરણ માટે ૨૯૨ જેટલા ઉચ્ચ અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. આ અધિકારીઓ ગુણોત્સવની પેટર્ન પ્રમાણે તેમને ફાળવાયેલા જિલ્લાઓ-શાળાઓની મુલાકાત લેશે અને ઉપચારાત્મક શિક્ષણ પ્રક્રિયાનું મુલ્યાંકન કરશે. એટલં જ નહીં આ મિશનના અંતે ધોરણ ૬ થી ૮ની તમામ શાળાઓના બાળકોનું વાંચન, લેખન અને ગણન સંદર્ભે પુનઃમૂલ્યાંકન કરાશે.

Related posts

સારું શિક્ષણ આપનારા રાજ્યોને ૨૦ ટકા વધુ ગ્રાન્ટ ફાળવાશે

aapnugujarat

ડી.સી.એમ કોલેજ વિરમગામ ખાતે ગીતા જયંતિની ઉજવણી

aapnugujarat

स्कूलों में भविष्य फ्युचरीस्टीक टेक्नोलॉजी अब लागू होगी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1