Aapnu Gujarat
ગુજરાત

કર્ણાવતી ક્લબથી એરપોર્ટ સુધીની બસ સર્વિસ ખોટમાં

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે ગત ડિસેમ્બર, ૨૦૧૭થી શહેરના એસજી હાઇવે પર આવેલા કર્ણાવતી ક્લબથી એરપોર્ટ સુધી શટલ સર્વિસ ખોટનો વેપલો પુરવાર થઇ છે. અમ્યુકો તંત્રની જાહેર પરિવહન સેવાની એએમટીએસ અને બીઆરટીએસ એમ બંને સંસ્થા જબ્બર ખોટના ખાડામાં ધકેલાઇ હોઇ આ પ્રકારની શટલ સર્વિસથી આર્થિક ભારણ સતત વધતું જાય છે. તેમ છતાં એરપોર્ટને સાંકળતી આ શટલ સર્વિસનો રડ્‌યાખડ્‌યા ઉતારુઓ લાભ લેતા હોવા છતાં અગમ્ય કારણસર તેને દોડાવાઇ રહી છે. એટલું જ નહી, એરપોર્ટની આ શટલ બસને કર્ણાવતી કલબથી એરપોર્ટ સુધી કાયમી ધોરણે દોડાવવાની દરખાસ્ત મૂકાઇ છે, જેને પગલે એક નવો જ વિવાદ સર્જાયો છે. ગત તા. ૨૧ ડિસેમ્બર, ૨૦૧૭થી રૂટ નંબર ૧૦૦૦ કર્ણાવતી ક્લબથી એરપોર્ટ વાયા ઇસ્કોન, નહેરુનગર, ગુજરાત કોલેજ, નટરાજ સિનેમા, ઇન્કમટેક્સ, વાડજ, સુભાષબ્રિજ સર્કલ, શાહીબાગ અંડરબ્રિજ, કેમ્પ હનુમાનથી શટલ સર્વિસને ખરેખર તો ત્રણ મહિનાના પ્રાયોગિક ધોરણે દોડાવવાની પ્રારંભિક મંજૂરી અપાઇ હતી. આ શટલ સર્વિસમાં કુલ છ બસ રૂટમાં મુકાઇ છે અને આ તમામ છ બસના દિવસભરના કુલ માંડ ૪૫૦થી ૫૦૦ પેસેન્જર થતા હોઇ તંત્રને સરેરાશ આવક માંડ રૂ. ૧૫ હજારની થાય છે. અમ્યુકો સૂત્રોના મતે, આજે મળેલી ટ્રાન્સપોર્ટ કમિટીની બેઠકમાં ટ્રાન્સપોર્ટ મેનેજર દ્વારા શટલ સર્વિસના સંદર્ભમાં દરખાસ્ત મુકાતા વિવાદ ઊભો થયો છે. સત્તાવાળાઓ દ્વારા મુકાયેલી આ દરખાસ્ત લગભગ ચાર મહિનાના વિલંબથી મુકાઇ છે તેમજ અત્યાર સુધીમાં આ રૂટમાં જંગી ખોટ ખાતી હોવા છતાં ઉતારુઓનો સંતોષકારક પ્રતિસાદ મળતો હોવાનું કારણ આગળ ધરીને આ રૂટને કાયમી ધોરણે સંચાલિત કરવાની મંજૂરી મગાતા જાણકાર સૂત્રો વધુમાં કહે છે, આ પ્રકારની દરખાસ્ત નવા ચેરમેન અતુલ ભાવસાર સમક્ષ મૂકીને કેટલાક અધિકારી તેમને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે, જોકે આ રૂટ પર ઉતારુ ઓછા જોવા મળતા હોઇ એસી બસને બદલે મિની એસી બસ દોડાવવી જોઇએ. અમ્યુકો સત્તાવાળાઓના આ પ્રકારના નિર્ણયને પગલે વિપક્ષ કોંગ્રેસને ફરી એકવાર શાસકપક્ષ ભાજપ પર પ્રહાર કરવાની તક મળી ગઇ હતી. વિપક્ષે હજારો રૂપિયાની ખોટમાં ચાલતા રૂટ પરની બસને ચાલુ રાખવા પાછળ કયું ગણિત છે તેવો ગંભીર સવાલ શાસક પક્ષને પૂછયો છે.

Related posts

मोदी तीन और चार दिसंबर को एक बार फिर गुजरात में

aapnugujarat

રેગ્યુલર સ્કૂલના સમયની જેમ 5થી 6 કલાક ભણાવતી શાળાઓને અપાશે સમય લિમિટ

editor

Cyclone ‘Vayu’ no more a threat, nearly 2.75 lac people to return their homes : CM Rupani

aapnugujarat

Leave a Comment

UA-96247877-1