Aapnu Gujarat
બ્લોગ

રાહુલનું આલિંગન મોદીને ભારે પડશે

આલિંગન સૌને ગમે છે. શુક્રવારે સંસદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભેટી પડવાનું રાહુલ ગાંધીનું હિંમતભર્યું કામ થોડું ફિલ્મી ગાંધીગીરી જેવું હોઈ શકે, પણ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) કે કોંગ્રેસના ચુસ્ત ટેકેદારો ન હોય તેવા લોકો પર તેની મોટી અસર થશે.ખુદને ’પપ્પુ’ કહેવામાં આવતા હોવાનો સ્વીકાર કરીને રાહુલ ગાંધીએ તેમના દોસ્તો તેમજ દુશ્મનોમાં ખુદને એક ગંભીર તથા ભરોસાપાત્ર રાજકીય નેતા તરીકે અચાનક પ્રસ્તુત કર્યા હતા.હવે રાહુલ ગાંધી કે તેમના પરિવારનું કોઈ મોટું કૌભાંડ બહાર નહીં આવે ત્યાં સુધી રાહુલ ગાંધીના આ નિવેદન સામે સરકાર વળતો ફટકો મારી નહીં શકે.રાહુલ ગાંધી ઇચ્છતા હતા એ તક તેમને આખરે મળી ગઈ છે.નરેન્દ્ર મોદી તેમનું ટાર્ગેટ હતા અને તેમણે તેમનું કામ લગભગ ચોકસાઈપૂર્વક કર્યું હતું.રાહુલના ’જુમલા સ્ટ્રાઈક’થી માંડીને ’ચોકીદાર નહીં, ભાગીદાર’થી ’ડરો મત’ સુધીના શાબ્દિક ફટકા દમદાર હતા.એ લાંબા સમય સુધી એટલે કે ૨૦૧૮માં મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, મિઝોરમ વિધાનસભાઓની ચૂંટણી તેમજ સૌથી મહત્ત્વની ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી સુધી લોકોની સ્મૃતિમાં રહેવાની શક્યતા છે.હવે એ સવાલ જરૂરી છે કે વિરોધ પક્ષની અવિશ્વાસની દરખાસ્ત સ્વીકારવાનો કે તેમને ગૃહની કાર્યવાહીમાં વિક્ષેપ પાડવા દેવાનો બહુમતી સરકારનો નિર્ણય ડહાપણભર્યો હતો?સોળમી લોકસભામાં ભાજપ-એનડીએ જોરાવર બહુમતિ ધરાવે છે એટલે સંખ્યાબળ બાબતે કોઈ શંકા નથી.હવે ભાજપના ટેકેદારો તથા તેના પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા લોકો હિંમતવાળા દેખાવાનો પ્રયાસ ચાલુ રાખશે ત્યારે અનિર્ણિત મતદારો, અસંતુષ્ટ ખેડૂતો તેમજ સામાન્ય ચૂંટણી પહેલાં જ મત આપવા વિશે નિર્ણય કરતા લોકો પર રાહુલ ગાંધીની ટિપ્પણી અને ઉચ્ચારણોનો પ્રભાવ પડી શકે છે.વિદેશ નીતિ તથા રાષ્ટ્રીય સલામતી જેવી સંવેદનશીલ બાબતોની ચર્ચા જાહેર મંચો પરથી ખુલ્લેઆમ નહીં કરવાની પરંપરા છે, કારણ કે તેમાં સલામતી તથા રાષ્ટ્રહિતનાં મહત્ત્વના મુદ્દાઓ સંકળાયેલા હોય છે.જોકે, તેમાં કેટલાક અપવાદ છે. ૧૯૬૨માં ભારત-ચીનની લડાઈ દરમિયાન તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરુ અને તેમના સંરક્ષણ પ્રધાન ક્રિષ્ના મેનને સંસદની અંદર તથા બહાર વિરોધ પક્ષ પાસેથી ઘણું સાંભળવું પડ્યું હતું અને કડવા ઘૂંટડા ગળે ઉતારવા પડ્યા હતા.અહીં વિરોધ પક્ષ અને શાસક પક્ષ કે શાસક મોરચા વચ્ચેના રાજકીય ઔચિત્યનો મુદ્દો આવે છે. આ સંબંધે બન્ને વાંકમાં છે.૨૦૧૩-૧૪માં નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન અને ભાજપ-એનડીએના વડા પ્રધાન પદના ઉમેદવાર હતા ત્યારે સૌપ્રથમ તેમણે નેહરુ-ગાંધી પરિવારને નિશાન બનાવ્યો હતો તથા તેના પર આક્રમણ કર્યું હતું.ભાજપના નેતાઓ રાહુલ તથા સોનિયા ગાંધી સામે ખરેખર કેટલાક આકરા શબ્દોનો ઉપયોગ કર્યો હતો અને તેના વળતા ફટકામાં કોંગ્રેસે, ખાસ કરીને સોશિઅલ મીડિયા પ્લેટફોર્મ્સ પર, ઔચિત્ય તથા શિષ્ટાચારની લક્ષ્મણ રેખા વારંવાર ઓળંગી હતી.હવે મુખવટા ઊતરી ગયા છે. આગામી દિવસો, સપ્તાહો અને મહિનાઓમાં આવું બધું વધું પ્રમાણમાં જોવા મળશે.રાહુલનો ગેમપ્લાન એકદમ સ્પષ્ટ છે. ભાજપ ભલે ૨૦૦થી વધુ લોકસભા બેઠકો સાથેના મોરચાનું વડપણ કરે, પણ ૨૦૧૯ની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીને ફરીથી નહીં જીતાડવા તેઓ ’તટસ્થ મતદારો’ને કોઈક રીતે સમજાવવા ઇચ્છે છે.મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને મિઝોરમ વિધાનસભાઓની ચૂંટણીના પરિણામની અસર લોકસભાની ચૂંટણીમાં જોવા મળશે.મધ્ય પ્રદેશ, છત્તીસગઢ કે રાજસ્થાનમાં કોંગ્રેસ જીતશે તો દેશને વધારે આત્મવિશ્વાસસભર અને બોલકા રાહુલ ગાંધી જોવા મળશે.કોંગ્રેસ પ્રમુખના આજના પર્ફૉર્મન્સને જોતાં આ ભવિષ્યની વાસ્તવિકતા બની રહેશે.કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી લવ અને હેટનું રાજકારણ રમી રહ્યા છે અને લાગે છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આનો અણસાર સુધ્ધાં નથી.તેઓ રાજકારણના આ બારીક ગૂંથણકામ વાળી જાળ તરફ એવી રીતે આગળ વધી રહ્યા છે જાણે કે ઊંઘમાં ચાલી રહ્યા હોય.લોકસભામાં વડા પ્રધાનને ગળે મળી રાહુલ ગાંધીએ એ દર્શાવવાનો પ્રયાસ કર્યો છે કે તેઓ પ્રેમ અને સહિષ્ણુતાનાં રાજકારણમાં માને છે.
જ્યારે મોદી નફરત અને ભેદભાવનું રાજકારણ કરે છે.એમણે બિલકુલ વડા પ્રધાનની સામે ઊભા રહી કહ્યું કે- તમારી અંદર મારા માટે નફરત છે, ગુસ્સો છે, તમારા માટે હું પપ્પુ છું.
તમે મને જુદીજુદી ગાળ બોલી શકો છો પણ મારી અંદર તમારા માટે બિલકુલ પણ ગુસ્સો, ક્રોધ કે નફરત નથી.હવે રાહુલ ગાંધી એવું ઇચ્છે છે કે નરેન્દ્ર મોદી એમની મજાક ઉડાવે, એમને યુવરાજ અને નામદાર જેવા નામોથી સંબોધન કરે જેથી એ વાત સાબિત થાય કે મોદી ખરેખર નફરતનું રાજકારણ રમે છે.
આવનારી લોકસભાની ચૂંટણીઓ સુધી રાહુલ ગાંધી દર વખતે મોદીને આકરા સવાલો પૂછશે પણ એમના માટે કોઈ ભારે શબ્દનો ઉપયોગ બિલકુલ નહીં કરે.વારંવાર તેમણે જણાવ્યું હતું કે મોદીની અંદર છુપાયેલી માનવતાને મારા પ્રેમની તાકાત વડે બહાર લાવીશ.મોદી રાજકારણની જે માટીથી ઘડાયેલા છે એમને તો પ્રેમ અને નફરતની આ ચાલ અંગે તરત જ ખ્યાલ આવી જવો જોઈએ.તેમણે સમજી જવું જોઈએ કે પોતાને પ્રેમનું પ્રતીક ગણાવી રાહુલ ગાંધી મોદીને ઘૃણાના આસન પર બેસાડી રહ્યા છે.જો મોદીને આનો અણસાર આવી ગયો હોત તો તેઓ રાહુલનાં ગળે મળવાને ’’ગળે પડવું’’ ના કહેતા.શનિવારે શાહજહાંપુરની રેલીમાં એમણે પોતાની આકરા પ્રહાર કરવાની પ્રથાને ચાલુ રાખતા કહ્યું હતું કે રાહુલ ગાંધી સવાલોના જવાબ આપી ના શક્યા એટલે ગળે પડી ગયા.
જોકે, એક ફર્ક પડ્યો ખરો આ વાત જણાવતા મોદીએ ના તો રાહુલ ગાંધીનું નામ લીધું કે ના તો પછી યુવરાજ કે નામદાર કહીને ટોણો માર્યો.રાહુલ ગાંધીએ લોકસભામાં મોદીની આજુબાજુ જે હાથ વિંટાળ્યા હતા એનાં નિશાન દૂર કરવા માટે મોદીને હવે ૨૦૧૯ની ચૂંટણીઓમાં ઘણી મહેનત કરવી પડશે.એમને વારંવાર બોલતા રહેવું પડશે કે રાહુલ ગાંધીને ના તો રાજકારણની સમજણ છે, ના તો સંસદની ગરિમાની. તેમણે ચાલુ સંસદે વડા પ્રધાનને ભેટવા જેવી છોકરમત કરી અને ત્યાર બાદ આંખ પણ મારી.એ કહેવું બિલકુલ ભૂલભરેલું રહેશે કે મોદી, રાહુલ ગાંધીનાં પ્રેમપ્રદર્શન પાછળના રાજકારણનો ગૂઢાર્થ સમજી શક્યા નથી પણ એ સ્પષ્ટ છે કે હજુ આની પાછળ રહેલી રાહુલ ગાંધીની મહેચ્છાથી તેઓ અજાણ છે.તેમને લાગે છે કે રાજકારણમાં જબરદસ્તી આવી ચઢેલા કાચા ખેલાડીએ ભારે જોશમાં આવીને ’છોકરમત’ કરી નાંખી અને તેને ટીવી રેટિંગ મળી ગયું પણ ચૂંટણી જંગમાં તો તેઓ પપ્પૂને ’પપ્પૂ’ સાબિત કરીને જ જંપશે.એમનો અતિશય આત્મવિશ્વાસ અને વિરોધીઓને ભોંય ભેગા કરવાનો ટ્રેક રેકર્ડ એમને હવે બીજું કઈ પણ જોતા અટકાવે છે.જો તેઓ રાહુલ ગાંધીની રાજનીતિ સમજી શક્યા હોત તો તેઓ એમની જાળમાં આવવાથી બચી જાત અને શાહજહાંપુરની જનસભામાં તેઓ રાહુલના ગળે મળવાને ’ગળે પડવું’ એવું ના બોલત.છેલ્લાં કેટલાંક વર્ષોથી રાહુલ ગાંધીને ભાજપ સમર્થકોએ સોશિયલ મીડિયા પરના ટ્રોલ્સમાં જોક્સનું મુખ્ય પાત્ર બનાવી દીધું છે.વળી વડા પ્રધાન મોદીનાં પ્રવચનોને કારણે ટ્રોલ્સના આ પ્રવાહને ગતિ મળી છે.જ્યારે વડા પ્રધાન મોદી સંસદમાં એમ બોલે છે – ’કેટલાક લોકોની ઉંમર તો વધી જાય છે પણ બુદ્ધિનો વિકાસ થતો નથી’. હવે એ પૂછવાની જરૂર રહે ખરી કે મોદી કોના વિશે વાત કરી રહ્યા હતા.હવે એ જ ’પપ્પુ’ સંસદમાં વડા પ્રધાનની સામે ઊભા રહી એવું બોલવાની હિંમત કરી શકે છે કે ’તમે ભલે મને પપ્પુ કહો પણ મારા મનમાં તમારા વિશે બિલકુલ નફરત નથી.’એમના આ નિવેદન પર મોદી પોતાના શરીરને હલાવતા સતત એ રીતે હસતા હતા જાણે કે કોઈ તેમને ગલીપચી કરી રહ્યું હોય અને તેનો તે આનંદ માણી રહ્યા હોય.આ ગલીપચીની અનુભૂતિ કરતી વખતે મોદીને બિલકુલ પણ અણસાર નહીં હોય કે રાહુલ ગાંધી થોડી જ વારમાં સર્જિકલ સ્ટ્રાઇક કરશે.મોદી હતપ્રભ થઈ ગયા હતા કે રાહુલ ગાંધીમાં આટલી હિંમત કેવી રીતે આવી કે પોતાની બેઠક પરથી ઊભા થઈ વડા પ્રધાનની બેઠક સુધી પહોંચ્યા અને પછી નમીને એમને ગળે વળગ્યા.પહેલાં એમના ભવાં તો વંકાયાં પણ તરત જ એમને ખ્યાલ આવી ગયો કે ટીવી કેમેરાની નજર એમની દરેક હિલચાલ નોંધી રહી છે.
પાછા ફરી રહેલા રાહુલ ગાંધીને એમણે પાછા બોલાવ્યા પછી પીઠ થપથપાવી હસતા હસતા કંઈક કહ્યું.જેથી એમની ચીડ અને અણગમો કેમેરામાં કેદ ના થઈ શકે.રાહુલ ગાંધી પાસે ખરેખર તો હવે પ્રેમની આ સર્જિકલ સ્ટ્રાઇક સિવાય ભાથામાં કોઈ તીર બચ્યું નહોતું.એમને બધું જ કરીને જોઈ લીધું પણ મોદી પર એની કોઈ અસર ના પડી.સોનિયા ગાંધીએ ગુજરાત રમખાણો બાદ મોદીને ’મોતનો સોદાગર’ કહ્યું હતું અને આફત વહોરી લીધી હતી.ત્યારે મોદી એક રાજ્યના મુખ્યમંત્રી હતા અને એમની આંતરરાષ્ટ્રિય ફલક પર કોઈ છબી નહોતી અને એની એમને કોઈ ચિંતા પણ નહોતી.એટલે જ તેઓ રાજકારણને ગલીઓમાં ખેંચી લાવ્યા અને પોતાની સભાઓમાં જર્સી ગાય અને એના વાછરડાનું ઉદાહરણ આપવા માંડ્યા.
ત્યારબાદ કોંગ્રેસે ભૂલથી પણ ગુજરાત રમખાણો પર મુસલમાનોનાં પક્ષમાં મોં ખોલવાની હિંમત કરી નથી.પોતાને મુસલમાનોના હિતેચ્છુ ગણાવવાની ભૂલ હવે કોંગ્રેસ કરી શકે તેમ નથી.જ્યારે જ્યારે કોંગ્રેસ નેતાઓએ હિંદુઓને પાછળ પાડવા હિંદુ ટૅરર, ભગવા ટૅરર, હિંદુ તાલિબાન, હિંદુ પાકિસ્તાન જેવા શબ્દોનો પ્રયોગ કર્યો છે તે પાછા ફરીફરીને તેમની પર જ આવ્યા છે.મોદી છેલ્લાં ૧૮ વર્ષોથી પોતાના વિરોધીઓને હરાવતા આવ્યા છે.
ગુજરાતમાં મુસલમાન વિરોધી રમખાણ દરમિયાન મુખ્યમંત્રી તરીકે એમને પોલીસને દિશા નિર્દેશ પૂરા પાડ્યા હતા.દંગાને ભડકાવવાના આરોપસર તેઓ તપાસ સમિતિ સામે હાજર પણ રહ્યા હતા અને પછી નિર્દોષ છૂટી પણ ગયા હતા.અમેરિકાએ વર્ષો સુધી એમને વિઝા પણ આપ્યા નહોતા. વિદેશોમાં એમની સામે ભારે દેખાવો પણ યોજાયા હતા.મોદીએ દેશના વડા પ્રધાન બનવા અંગે દાવો કર્યો નહોતો અને લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી જેવા પક્ષના મોટા માથાઓને પાછળ મૂકી તેઓ ભારે બહુમતીથી દેશના વડા પ્રધાન બની ગયા હતા.રાજકારણના કુશળ ધુરંધર સામે લડવા માટે રાહુલ ગાંધી સામે પ્રેમની સર્જિકલ સ્ટ્રાઇક એ જ એક માત્ર રસ્તો હતો.એમને ખબર છે કે મોદી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે રાજકારણનું એવું માળખું બિછાવ્યું છે કે જેમાં હિંદુ-મુસલમાન, ગોરક્ષા, સેના, ધર્મ નિરપેક્ષતા, રામમંદિર, હિંદુ અસ્મિતા જેવા મુદ્દે તે મોદીની સામે ટક્કક ઝીલી શકશે નહીં.એટલે તેઓ આવનારી લોકસભાની ચૂંટણી પહેલાં દેશમાં એવો માહોલ ઊભો કરવા માગે છે કે જેમાં જોતાને પ્રેમ અને સહિષ્ણુતાની મૂર્તિ અને મોદીને ઘૃણાના ઉપાસક તરીકે ચીતરવા માગે છે.મોદીના ઇમેજ એન્જિનિયરોએ એ નક્કી કરવાનું રહેશે કે રાહુલ ગાંધીને મોદી કરતા મોટો માણસ બનતા કઈ રીતે અટકાવે. પહેલી બાજી તો રાહુલ ગાંધીના નામે નોંધાઈ ગઈ છે.

Related posts

શ્રીમાન સાંસદો હવે તો જાગો મંત્રી મેનકાજી જગાડી રહ્યા છે…!!?

aapnugujarat

લેનિનની વિચારધારા કઇ રીતે તોડશો…..

aapnugujarat

” મા નું શ્રાદ્ધ ! “

aapnugujarat

Leave a Comment

UA-96247877-1