Aapnu Gujarat
Uncategorized

ભાવનગર શહેર રામ ભરોસે !!

ભાવનગર શહેરમાં ૧૨ લાખની વસ્તી મુજબ ત્રણ ફાયર સ્ટેશન હોવા જોઈએ. તેની સામે મહાનગરપાલિકા પાસે માત્ર બે ફાયર સ્ટેશન છે. તેમાંથી માત્ર એક જ ચાલુ હાલતમાં જોવા મળી રહ્યું છે. જયારે એક ફાયર સ્ટેશન બંધ હાલતમાં ધૂળ ખાઈ રહ્યું છે. જયારે શહેરમાં આવેલ નિર્માણ નગર વિસ્તાર ફાયર સ્ટેશન તો છે, જેમાં સ્ટાફનો અભાવ પણ સામે આવ્યો છે. તેમાં રહેલ ફાયર સેપ્ટીનું કરોડોના ખર્ચે ખરીદેલું હાઈડ્રોલિક વાહન પણ બંધ હાલતમાં છે. ત્યારે આ બાબતે મનપા તંત્રના સત્તાધીશો પણ સ્વીકારી રહ્યાં છે.
ભાવનગરને મહાનગરની ઉપમા આપવામાં આવી છે. પરંતુ અન્ય જીલ્લાની સામે ભાવનગર મહાનગર હજુ પણ આ સુવિધાથી વંચિત હોય તેવું સ્પષ્ટપણે નજરે ચડે છે. ભાવનગર મહાનગરપાલિકાની વસ્તી પ્રમાણે ત્રણ ફાયર સ્ટેશન હોવા જોઈએ. તેની સામે માત્ર બે ફાયર સ્ટેશન છે. જેમાં એક બંધ છે. પ્રભુદાસ તળાવ વિસ્તાર નજીક આવેલું મનપાનું ફાયર સ્ટેશન છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે. જ્યારે નિર્માણ નગર વિસ્તારમાં આવેલું એક માત્ર ફાયર સ્ટેશન હાલ ચાલુ હાલતમાં છે. સામાન્ય રીતે જીલ્લાના તાલુકા મથકોમાં મોટી આગની ઘટના હોય છે ત્યારે અહીંથી ફાયર સેફટીના વ્હિકલ મોકલવામાં આવતા હોય છે. ત્યારે ભાવનગરની જનતા પણ ભાવનગર શહેરમાં વધુ બે ફાયર સ્ટેશન શરુ થાય તેવી માંગ કરી રહી છે.
ભાવનગર શહેરમાં ફાયર સ્ટેશન બાબતે મનપાના સ્ટેડીંગ કમિટીના ચેરમેનને પૂછતા તેવો પણ સ્વીકારી રહ્યાં છે કે ભાવનગર મહાનગરપાલિકાની જરૂરીઆત ત્રણ ફાયર સ્ટેશનની છે. શહેરની નજીક આવેલા ગ્રામ્ય વિસ્તારો શહેરમાં ભળતા વિસ્તાર પણ વિકસી રહ્યો છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે ક્યારે ભાવનગરને નવા ફાયર સ્ટેશન મળશે.

Related posts

જૂનાગઢ જિલ્લાના ઘેડ વિસ્તારમાં થોડા સમય થી જંગલના રાજા સાવજની ડણક

editor

લીંબડી તાલુકાના ભલગામડા ખાતે આયુષ્યમાન ભારત કાર્ડ વિતરણનો કાર્યક્રમ યોજાયો

editor

દેવભૂમિ દ્વારકા અને ખંભાળિયા વચ્ચે એરસ્ટ્રીપ બનશે : મનસુખ માંડવિયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1