Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

FPI દ્વારા ૨,૦૩૧ કરોડ ખેંચાયા

વિદેશી મૂડીરોકાણકારોએ વેચવાલી જારી રાખી છે. આ મહિનામાં હજુ સુધી મૂડી માર્કેટમાંથી ૨૦૦૦ કરોડથી વધુની રકમ પાછી ખેંચી લેવામાં આવી છે. ક્રૂડ ઓઇલની વધતી જતી કિંમતો અને ડોલર સામે રૂપિયામાં ઘટાડો થવાના પરિણામ સ્વરુપે વિદેશી રોકાણકારો ચિંતાતુર રહ્યા છે અને તેમના નાણા પાછા ખેંચ્યા છે. છેલ્લા ત્રણ મહિનાના ગાળામાં જ મૂડી માર્કેટમાંથી ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટરો દ્વારા ૬૧૦૦૦ કરોડથી વધુની રકમ પાછી ખેંચી લીધા બાદ આ વેચવાલી જારી રહી છે. એપ્રિલ-જૂનના ત્રણ મહિનાના ગાળા દરમિયાન મૂડી માર્કેટમાંથી જંગી રકમ પાછી ખેંચવામાં આવી હતી. તે પહેલા વિદેશી મૂડીરોકાણકારોએ માર્ચ મહિનામાં ૨૬૬૧ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા હતા. ડેટા દર્શાવે છે કે, બીજીથી ૨૦મી જૂલાઈના ગાળા દરમિયાન ડેબ્ટ માર્કેટમાં ૧૧૭૩ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા છે જ્યારે ઇક્વિટીમાંથી આ ગાળા દરમિયાન ૮૫૮ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા છે. આની સાથે જ પાછી ખેંચી લેવામાં આવેલી રકમનો આંકડો ૨૦૩૧ કરોડનો નોંધાયો છે. ભારતીય ડેબ્ટ માર્કેટમાં એફપીઆઈ દ્વારા વેચવાલી જારી રહી છે. ફુગાવાને લઇને અવિરત ચિંતા પ્રવર્તી રહી છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, આ વર્ષે જાન્યુઆરી મહિનાના અંતમાં ડોલર સામે રૂપિયામાં ઉલ્લેખનીયરીતે ઘટાડો થયો છે. રૂપિયો પહેલાથી જ આ જાન્યુઆરી મહિના બાદથી આઠ ટકા સુધી ઘટી ચુક્યો છે. મોર્નિંગસ્ટારમાં મેનેજર રિસર્ચ નિષ્ણાત હિમાંશુ શ્રીવાસ્તવે માહિતી આપતા કહ્યું છે કે, ડેબ્ટ માર્કેટમાં એફપીઆઈ દ્વારા વેચવાલી જારી રાખવામાં આવી છે. ફ્યુઅલની ઉંચી કિંમત આના માટે જવાબદાર છે. ફુગાવો હજુ પણ વધવાની દહેશત દેખાઈ રહી છે. તેમનું કહેવું છે કે, હજુ થોડાક સમય સુધી એફપીઆઈ દ્વારા વેચવાલી જારી રાખવામાં આવશે. ઇક્વિટી માર્કેટમાંથી નાણા પરત ખેંચવાના સંદર્ભમાં વાત કરતા શ્રીવાસ્તવે કહ્યું છે કે, વૈશ્વિક બજારોમાં ક્રૂડ ઓઇલની ઉંચી કિંમતો, રિટેલ ફુગાવામાં અવિરત વધારો, ડોલર સામે રૂપિયામાં પડતી, અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધુ વધારો કરવાના સંકેત તથા વૈશ્વિક શક્તિઓ વચ્ચે ગ્લોબલ ટ્રેડવોરને લઇને દહેશત પ્રવર્તી રહી છે. આ તમામ કારણોસર વિદેશી મૂડીરોકાણકારો નાણા પરત ખેંચવાના મૂડમાં દેખાઈ રહ્યા છે અને રોકાણ કરવા માટે ઇચ્છુક નથી. વિદેશી મૂડીરોકાણકારોની પ્રવૃત્તિ ઉપર શેરબજાર અને અન્યોની પણ નજર રહે છે. તાજેતરના સમયમાં ફુગાવામાં વધારો થવાની દહેશત મુખ્યરીતે જવાબદાર રહી છે. અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડવોરને લઇને પણ વૈશ્વિક સંસ્થાકીય મૂડીરોકાણકારો પરેશાન થયેલા છે. રોકાણ કરતા પહેલા વૈશ્વિ ટ્રેડવોરની સ્થિતિ હળવી બને તેવી અપેક્ષા આ લોકો રાખી રહ્યા છે. યુએસ ફેડરલ દ્વારા પણ વ્યાજદરમાં વધારો કરવાના સંકેત આપી દેવામાં આવ્યા છે. અમેરિકામાં કઠોર પોલિસીના કારણે પણ ભારત ઉપર અસર થઇ રહી છે. બીજી બાજુ ભારતમાં રિટેલ અને ડબલ્યુપીઆઈ ફુગાવાની અસર પણ જોવા મળી રહી છે. પરંતુ સૌથી વધુ અસર ક્રૂડ ઓઇલની વધતી જતી કિંમતો ઉપર થઇ રહી છે.

Related posts

ફેસબુક ટૂંકમાં જ ડેટિંગ સર્વિસ લોંચ કરશે

aapnugujarat

मेक इन इंडियाः सिडनी पहुंची भारत में बनी पहली मेट्रो ट्रेन

aapnugujarat

મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસ ગઢમાં કોંગ્રેસ માટે સત્તા પ્રાપ્ત કરવી પડકાર સમાન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1