Aapnu Gujarat
ગુજરાત

સફાઇ કામદારોની હાજરી ફરજિયાત ભરો : અમદાવાદ મ્યુનિ. કમિશનર

અમદાવાદ શહેરને કચરાપેટી મુક્ત બનાવવા માટે મ્યુનિ.કમિશનરે પ્રથમ તબક્કામાં દરેક ઝોનમાં એક એક વોર્ડમાંથી કચરાપેટીઓ દૂર કરવા અને કચરાપેટી હટાવાય તે જગ્યાએ લોકો કચરો રોડ ઉપર નાખી ન જાય તે જોવા હેલ્થ ખાતાને તાકીદ કરતાં ૩૧મી જુલાઇ સુધીમાં કામગીરી પૂરી કરવા અલ્ટીમેટમ આપ્યુ છે. શહેરનાં રસ્તા સ્વચ્છ નહિ દેખાતાં મ્યુનિ.કમિશનરે સૌપ્રથમ તો સફાઇ કામદારોની હાજરી ફરજીયાત પૂરવાનો આદેશ કર્યો હતો.
મ્યુનિ.નાં નવા કમિશનર વિજય નહેરાએ તમામ ઝોનનાં ડે.કમિશનર અને જુદા જુદા વિભાગોનાં વડાઓ સાથે યોજેલી સાપ્તાહિક સમીક્ષા બેઠકમાં પહેલેથી જ આકરૂ વલણ દાખવતાં અધિકારીઓમાં સન્નાટો વ્યાપી ગયો હતો.પ્રજાકીય કામો તથા પ્રાથમિક સુવિધાનાં પ્રશ્નોને અગ્રતા આપવા અને સ્વચ્છ ભારત મિશનમાં અમદાવાદનો નંબર આગળ લાવવાનો નિર્ધાર કરનારા નવા કમિશનરે આજે હેલ્થ અને સોલીડ વેસ્ટ ખાતાનાં અધિકારીઓને દરેક વોર્ડમાં સફાઇ કામદારોની નિયમિત હાજરી પૂરવા તથા તેમાં ભૂલચૂક કરનારા સેનેટરી ઇન્સ્પેકટર-સબ ઇન્સ્પેકટર સહિતનાં જવાબદારો સામે પગલા લેવાની તાકીદ કરી હતી. તેમણે આ બધુ ચલાવી લેવાશે નહિ તેમ ભારપૂર્વક કહ્યું હતું.

Related posts

જામકંડોરણામાં વીજળી પડતા યુવાનનું મોત

editor

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ખેરાલુ અને ડાકોર નગરપાલિકા વોર્ડની રચના, સીમાંકન અને બેઠકની ફાળવણીના પ્રાથમિક આદેશ કરાયા

aapnugujarat

ભંગારમાંથી મળ્યા સરકારી શાળામાં વિનામૂલ્યે વિતરણ કરાતા પાઠ્યપુસ્તકો

editor

Leave a Comment

UA-96247877-1