Aapnu Gujarat
બ્લોગ

દેશમાં ૧.૮૪ કરોડ ગુલામો,બેરોજગારો ૧૨ કરોડથી વધુ

વિશ્વભરમાં ચાર કરોડ ગુલામોમાંથી ભારતમાં તેની સંખ્યા ૧.૮૪ કરોડ હોય તે ખરેખર શર્મનાક આંકડા છે. પરંતુ આ સંખ્યામાં કેટલાક વ્યક્તિગત કારણ હોવાનો ઉલ્લેખ કરી આપણે ધીરજ રાખીએ તો બીજા ચોંકાવનારા આંકડા એવા છે કે જે ભારતને વિશ્વના સૌથી વધુ શક્તિશાળી દેશ બનવામાં સૌથી મોટો રોડો છે. આપણે વાત કરી રહ્યા છીએ રાક્ષસ જેવું મોં ફાડતી બેરોજગારીના આંકડાની જે આંકડો હવે ૧૨ કરોડની સંખ્યાથી ઉપર જવા તરફ છે. શિક્ષિત અને ટેકનિકલ શિક્ષણ મેળળેલ બેરોજગારોની સંખ્યામાં થઈ રહેલ વધારો દેશના યુવાધન-યુવા શક્તિને નશા સાથે માનસિક રૂપે બિમાર કરી રહ્યો છે.
આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન(આઈએલઓ) અને વોકની ફાઉન્ડેશને ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ઓફ માઈગ્રેશન(આઈઓએમ)ની સાથે મળીને એક અભ્યાસ કર્યો છે. જેમાં અનુસાર દુનિયામાં ૨.૫ કરોડ લોકો વેઠ કરવા માટે મજબૂર છે તો ત્યાં ૧.૫ કરોડ લોકો જબરજસ્તીથી લગ્નમાં જીવન વિતાવી રહ્યા છે. ઈન્ડેક્ષ જાહેર કરનાર સંગઠનનું અનુમાન છે કે દુનિયાભરમાં લગભગ ચાર કરોડ લોકો ગુલામ છે. આ આંકડા ૨૦૧૬ના છે. જ્યારે ૨૦૧૮માં આ સંખ્યા વધવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ભારતમાં સૌથી વધુ ગુલામો છે. ૧૩૦ કરોડની આબાદીવાળા દેશમાં લગભગ ૧.૮૪ કરોડ લોકો ગુલામ હોય. દેશને આઝાદ થયાને સાત દશક વીતી ગયા છે છતાં આજે પણ દેશની ૧.૩ અરબ જનસંખ્યામાં કુલ ૧.૮૪ કરોડ લોકો ગુલામ છે. આ આંકડા છે ૨૦૧૬ના જેને માનવાધિકાર સમૂહ વાક ફ્રી ફાઉન્ડેશને ગ્લોબલ સ્લેવરી ઈન્ડેક્ષ-૨૦૧૮ના અહેવાલમાં ગુરુવારે જાહેર કર્યા છે. વાક ફ્રી ફઉન્ડેશન અને આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠનના અનુમાન અનુસાર ૨૦૧૬ સુધીમાં દુનિયાભરમાં ચાર કરોડથી વધુ લોકો ગુલામ છે. ભારત આમાં સૌથી ઉપર છે. જ્યારે કે ઉત્તર કોરિયામાં દર દશમાં વ્યક્તિને આધુનિક યુગનો ગુલામ બનાવવામાં આવ્યો છે. સૌથી વધુ ગુલામો વાળા મુખ્ય પાંચ દેશોમાં ભારત પછી ચીન,પાકિસ્તાન,બાંગ્લાદેશ અને ઉઝબેકિસ્તાનનો સમાવેશ થાય છે. ફાઉન્ડેશને અગાઉ કહ્યું હતું કે મુખ્ય પાંચ દેશોની અંદર દુનિયાના કુલ ૫૮ ટકા લોકો ગુલામીના વાતાવરણમાં પોતાનું જીવન વીતાવી રહ્યા છે. ઈન્ડેક્ષ મુજબ ઉત્તર કોરિયા,આફ્રિકી દેશ ઈરિટ્રિયા અને બુરંડિયા ત્યાંની સંખ્યાના દરને હિસાબે ગુલામ લોકોની જનસંખ્યા સૌથી વધુ છે. કેમ કે ભારતની આબાદીના મુકાબલે ઉત્તર કોરિયા,ઈરિટ્રિયા અને બુરુંડીની આબાદી બેહદ ઓછી છે એટલા માટે આંતરિક રૂપે ગુલામીની ટકાવારી ભારતથી વધુ છે. આંકડા એકઠા કરવા વાળી ટીમના પ્રમુખ ફિયોના ડેવિડે કહ્યું કે ઉત્તર કોરિયા,ઈરિટ્રિયા અને બરુંડીમાં સરકાર પ્રાયોજિત બંધુઆ મજદૂરી કાયમ છે જે આશ્ચર્યમાં નાંખે છે. સૌથી વધુ ગુલામીના દર વાળા દેશોમાં કેન્દ્રીય આફ્રિકી રિપબ્લિક,અફઘાનિસ્તાન,દ.સૂદાન અને પાકિસ્તાન સામેલ છે. આ અહેવાલમાં જી-૨૦ના સભ્ય દેશો ઉપર પણ આંગળી ચીંધવામાં આવી છે. આ દેશોમાં દર વર્ષે લગભગ ૩૫૪ અરબ ડોલરનું એવું ઉત્પાદન થાય છે કે જેમાં બંધુઆ મજદૂરીનો ખતરો રહે છે. તેમાં કમ્પ્યૂટર,મોબાઈલ ફોન,માછલી અને ઈમારતી લાકડા જેવા કાર્ય સામેલ છે.
હવે વાત છે સુરક્ષા રાક્ષશ્રસી મોઢાની જેમ મોઢુ ફાડતી બેરોજગારીની તો તે ચોંકાવનારા આંકડા આપી રહી છે. ભારતમાં ૧૨ કરોડ લોકો બેરોજગાર હોવાનું બતાવેલ છે. આ આંકડા બે વર્ષ જૂના છે. નોટબંધીના ફક્ત ભારત સરકારના ભવિષ્યનીધિ ખાતાઓને જોવામાં આવે તો આ સંખ્યા વધુ પ્રમાણમાં વધી જશે. ભારતમાં ખાસ કરીને યુવા તબક્કામાં વધતી બેરોજગારી ગંભીર ચિંતાનો વિષય બનવા જઈ રહ્યો છે. દેશની આઝાદીની લગભગ ટકાવારી એટલે કે ૧૨ કરોડ લોકોને નોકરી માટે શોધ છે. સૌથી વધુ ચિંતાની વાત એ છે કે આમાં ભણેલા-ગણેલા-શિક્ષિત યુવાઓની જનસંખ્યા વધુ છે. બેરોજગારોમાં ૨૫ ટકા ૨૦થી૨૪ વર્ષની ઉંમરના છે. જ્યારે કે ૨૫થી૨૯ વર્ષની ઉંમર વાળા યુવકોની સંખ્યા ૧૭ ટકા છે. ૨૦ વર્ષથી વધુ ઉંમરના ૧૪.૩૦ કરોડ યુવાઓને નોકરીની શોધ છે. તજજ્ઞોનું કહેવું છે કે સતત વધી રહેલ બેરોજગારીના આ આંકડા સરકાર માટે ચિંતાનો વિષય ગંભીર છે.
વર્ષ-૨૦૧૧ની જનસંખ્યાના આધાર પર કેન્દ્ર સરકાર તરફથી જાહબેર કરેલ આ આંકડાઓમાં મહિલા બેરોજગારીનો સવાલ પણ સામે આવ્યો છે. નોકરી શોધવામાં લગભગ ૫૦ ટકા મહિલાઓનો સમાવેશ છે. તેનાથી એ ભ્રમ તૂટ્યો ચે કે મહિલાઓ નોકરીના બદલે ઘરેલુ કામકાજને વધુ મહત્ત્વ આપે છે. બેરોજગારોમાં ૧૦ ધોરણ કે ૧૨ ધોરણ ભણેલા યુવાઓની સંખ્યા ૧૫ ટકા છે. જે લગભગ ૨.૭૦ કરોડ છે. ટેકનિકલ શિક્ષિતો ૨૫-૩૦ ટકા યુવા પણ બેરોેજગારોની લાઈનમાં છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે દેશમાંની ટેકનિકી સંસ્થાઓ અને ઉદ્યોગ જગતમાં વધુ તાલમેલની જરૂર છે. આ આંકડાઓથી સ્પષ્ટ થાય છે કે ભણેલ ગણેલ યુવા વર્ગ નાની-મોટી નોકરીઓ કરવાના બદલે સારા મોકાશની તપાસ કરતા રહે છે. બેરોજગાર યુવાઓમાં લગભગ અડધા લોકો એવા છે કે જેઓ વર્ષમાં છ મહિના યા તેનાથી ઓછુ કોઈ નાનુ મોટુ કામ કરે છે. પરંતુ તેઓને સ્થાયી નોકરીની શોધ છે. કુલ બેરોજગારોમાં આવા લોકોની સંખ્યા લગભગ ૩૪ ટકા એટલે કે ૧.૯ કરોડ છે. વર્ષ ૨૦૦૧ થી ૨૦૧૧ દરમ્યાન ૧૫ થી ૨૪ વર્ષના યુવાનોની આબાદીમાં બે ગણાી વધારે વધારો થયો છે. પણ બીજી તરફ તેમની બેરોજગારીનો દર ૧૭.૬ ટકાથી વધીને ૨૫ થી ૩૦ ટકા સુધી પહોંચી ગયો છે. વર્ષ ૨૦૦૧માં જ્યાં ૩.૨૫ કરોડ યુવા બેરોજગાર હતા ત્યાં ૨૦૧૧માં આ સંખ્યા ૪.૬૯ કરોડ પહોંચી ગઈ. વર્ષ ૨૦૦૧માં યુવાઓની આબાદી એક કરોડ હતી જે ૨૦૧૧માં ૨.૩૨ કરોડ થઈ ગઈ હતી એટલે કે તેમાં બે ગણાથી વધુ વધારો થયો. તેના મુકાબલે આ સમય દરમ્યાન દેશની કુલ આબાદીમાં ૧૭.૭૧ ટકા વૃદ્ધિ દર થયો.
આ આંકડાથી સ્પષ્ટ થાય છે કે યુવાઓની સંખ્યા જ્યાં ઝડપથી વધી રહી છે ત્યાં તેમના માટે જરુરત અનુસાર નોકરીઓ નથી વધી રહી કે નથી મળતી. ભારતમાં ગુલામો અને બેરોજગારીના આંકડા એક સ્પષ્ટ બહુમતીવાળી સરકાર માટે ચિંતાજનક હોવા જોઈએ. બેરોજગાર યુવાઓની ઝડપથી વધતી સંખ્યા દેશના માટે ખતરાની ઘંટી છે. અને નરેન્દ્ર મોદીના વડપણવાળી સરકારે તાત્કાલિક આ મુદ્દા પર ધ્યાન આપવું જોઈએ. આ દેશની અડધાથી વધુ આબાદી ગરીબી રેખાથી નીચે છે. લગભગ ૪૫ ટકા યુવકો બેરોજગાર છે. પેટ ભરવા માટે અહિંયા પણ છોકરીઓ મજબૂરીથી દેહ વ્યાપારમાં જોડાઈ રહી છે. આના કારણે દેશમાં સેક્સ પર્યટન વધી રહ્યું છે. ગુનાખોરીમાં વધારો થઈ રહ્યો છે. યુવાઓમાં માનસિક બિમારોમાં વધારો થઈ રહ્યો છે. જે એક વધુ સારા રાષ્ટ્ર માટે દુર્ભાગ્યપૂર્ણ સ્થિતિ છે.

Related posts

किसानों पर घटिया राजनीति

editor

एक दोस्त ने क्या खूब लिखा है कि

aapnugujarat

શુદ્ધ પાણીની સમસ્યા અને ઉપાય

aapnugujarat

Leave a Comment

UA-96247877-1