Aapnu Gujarat
રાષ્ટ્રીય

આસામમાં નોકરીના બદલામાં રોકડાનો કાંડ

ભાજપના સાંસદ આર.પી.શર્માની પુત્રી પલ્લવી શર્મા સહીત આસામ સરકારના ૧૯ અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે. ૨૦૧૬માં થયેલી આસામ પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષામાં ઉત્તરવહીમાં તેમના લખાણનું મિલાન નહીં થવાના કારણે કરાયેલી કાર્યવાહીમાં ધરપકડ કરવામાં આવી છે.
એપીએસસીમાં નોકરીઓ માટે રોકડના મામલે તપાસ કરી રહેલી દિબ્રૂગઢ પોલીસે આસામ સિવિલ સર્વિસ, આસામ પોલીસ સર્વિસ અને સહાયક સેવાઓ ૨૦૧૬ની બેચના ૧૯ અધિકારીઓને સમન કર્યા છે. આ અધિકારીઓની ઉત્તરવહીની ફોરેન્સિક ચકાસણીમાં ગડબડના સંકેત મળ્યા હતા. બાદમાં તેમને હસ્તલેખનની તપાસમાં સામેલ થવા માટે જણાવાયું છે.
દિબ્રૂગઢના પોલીસ અધિક્ષક ગૌતમ બોરાએ કહ્યુ છે કે ૧૯ અધિકારીઓના લખાણનું તેમની ઉત્તરવહીની સાથે મિલાન થઈ શક્યું નથી. આ અધિકારીઓની ગૌહાટીમાં ધરપકડ કરવામાં આવી હતી. આ ૧૯ અધિકારીઓની પસંદગી વખતે રાકેશ પાલ એપીએસસીના અધ્યક્ષ હતા. નોકરીના બદલામાં રોકડાના મામલામાં અન્ય ત્રણ અધિકારીઓની ૨૦૧૬માં ધરપકડ કરવામાં આવી હતી.
અધિક પોલીસ અધિક્ષક અને તપાસ અધિકારી સુરજીતસિંહ પનેશ્વરે જણાવ્યુ છે કે તેજપુરથી ભાજપના સાંસદ આર.પી.શર્માની પુત્રી પલ્લવી શર્મા એપીએસ અધિકારી છે અને તેની પણ ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આ પહેલા પાલ, એપીએસસીના સદસ્ય સમેદુર રહમાન અને બસંતકુમાર ડોલે તથા સહાયક પરીક્ષા નિયંત્રક પવિત્ર કૈબરાતા સહીત ૩૫ લોકોની ધરપકડ કરી હતી.

Related posts

कश्मीर मुठभेड़ में एक पुलिसकर्मी शहीद, 3 आतंकवादी ढेर

editor

बिहार में भाजपा जदयू से सीनियर पार्टनर : सुब्रमण्यम स्वामी

aapnugujarat

રાહુલનાં ઉપવાસ : કોંગી નેતા છોલે ભટુરે આરોગીને આવ્યાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1