Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મદ્રાસ હાઈકોર્ટમાંથી ૧૦૦ કેસોની ફાઈલ ગાયબ

મદ્રાસ હાઈકોર્ટનાં ૧૫૬ વર્ષનાં ઈતિહાસમાં પહેલી વાર એવું બન્યું છે કે જ્યારે હાઈકોર્ટને શરમમાં મુકાવું પડ્યું હોય. હાઈ કોર્ટે પોતાનાં જ એક પૂર્વ જજ ટી. મતિવાનન વિરુદ્ધ ઝ્રમ્ૈં તપાસનો આદેશ આપ્યો છે. જો કે, જસ્ટિસ ટી. મતિવાનન મે ૨૦૧૭માં રિટાયર થઈ ગયા હતાં. તેમનાં રિટાયરમેન્ટ પછી જે કેસની સુનવણી તેઓ કરી રહ્યાં હતાં તેવા ૧૦૦ કેસની ફાઈલો ગાયબ છે. આ ફાઈલોનાં બંડલો કોર્ટમાં ક્યાંય નથી મળી રહ્યાં.
હાઈકોર્ટનાં જસ્ટિસ જી. જયચંદ્રને કહ્યું કે જેવી રીતે બરમૂડા ત્રિકોણ (ઉત્તર પશ્ચિમ અટલાંટિક મહાસાગરનો એક એવો ભાગ કે જ્યાં જઈને વિમાન અને જહાજ બંને રહસ્યમય રીતે ગાયબ થઈ જાય છે) માં જહાજ ગાયબ થઈ જાય છે. જસ્ટિને કહ્યું કે આ પહેલા જ્યારે એક વખત હાઈકોર્ટમાંથી આવી રીતે ફાઈલોનાં બંડલ ગાયબ થયા હતા ત્યારે ચીફ જસ્ટિસ ઈંદિરા બેનર્જીએ આંતરિક તપાસનો આદેશ આપ્યો હતો પરંતુ આ કોર્ટ સીબીઆઈ તપાસનો આદેશ આપે છે.
જસ્ટિસ જયચંદ્રને કહ્યું કે, પૂર્વ જસ્ટિસ ટી. મતિવાનને જે ૧૦૦ કેસો પર ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો તે જ ફાઈલો ગાયબ છે. ચીફ જસ્ટિસ રજિસ્ટ્રારને આદેશ આપવામાં આવ્યો છે કે તેઓ પણ તપાસ કરે. ઈટલું જ નહીં જસ્ટિસ ટી. મતિવાનન હવે રિટાયર થઈ ચુક્યા છે. જેથી ગાયબ થયેલી ફાઈલ તેમનાં ઘરે પડી હોવાનું મનાઈ રહ્યું છે. કોર્ટે ગાયબ થયેલી ફાઈલો રિટાયર થઈ ગયેલ જજ મતિવાનનનાં ઘરેથી લઈ આવવાનો આદેશ આપ્યો છે.

Related posts

अंग्रेजी थोपना बंद करो : डॉ. वैदिक

aapnugujarat

સેનામાં ભરતી માટે અગ્નિપથ યોજના લાગુ કરાશે

aapnugujarat

3 terrorists killed in encounter with security forces in Pulwama

editor

Leave a Comment

UA-96247877-1