બોલિવુડની લોકપ્રિય અભિનેત્રી અને બ્યુટીક્વીન એશ્વર્યા રાય બચ્ચન તેમજ માધુરી દીક્ષિત હવે કોન બનેગા કરોડપતિ ગેમ શોના હોટ સીટ માટે પ્રબળ દાવેદાર છે. પ્રાપ્ત અહેવાલ મુજબ અમિતાભ બચ્ચન આ વખતે કેટલાક કારણોસર કામ કરનાર નથી. જેના કારણે ટીવી ચેનલ દ્વારા માધુરી અને એશ સાથે વાતચીત કરવામાં આવી છે. જો કે આ સંબંધમાં હજુ સુધી પુરતી માહિતી મળી શકી નથી. દનરલ નોલેજ આધારિત ગેમ શો કોન બનેગા કરોડપતિ ગેમ શોની લોકપ્રિયતા અમિતાભ બચ્ચનના કારણે આસમાને પહોંચી ગઇ હતી. આગામી બે મહિનાના ગાળામાં જ આની શરૂઆત કરવામાં આવી શકે છે. આ વખતે કેટલાક ફેરફાર કરવામાં આવી રહ્યા છે. અમિતાભ બચ્ચનના રિપ્લેશેન્ટ માટે એશ અને માધુરી સાથે વાતચીત કરવામાં આવી રહી છે. નવા હોસ્ટ તરીકે કોણ રહેશે તેની ચર્ચા હાલમાં ચાલી રહી છે. અમિતાભ બચ્ચનના પુત્રવધુ એશ સૌથી પ્રબળ દાવેદાર તરીકે છે. સિઝન નવ માટે ક્વીઝ માસ્ટરની ભૂમિકા કોણ કરશે તે અંગે ચાહકોમાં પણ ભારે ચર્ચા ચાલી રહી છે. વર્ષ ૨૦૦૦માં સ્ટાર પ્લસ પર આ ગેમ શોની શરૂઆત થઇ હતી. અમિતાભ બચ્ચન હોસ્ટ તરીકે રહ્યા હતા. અમિતાભના કારણે શોની લોકપ્રિયતા આસમાને પહોંચી ગઇ હતી. વર્ષ ૨૦૦૪માં સોની ટીવી પર તેની રજૂઆત કરવામાં આવી હતી.
સિઝન ત્રણમાં શાહરૂખ હોસ્ટ તરીકે રહ્યો હતો. જો કે તેના કારણે શોની લોકપ્રિયતા ઘટી ગઇ હતી. જેથી ત્યારબાદ અમિતાભ બચ્ચનને ફરી લેવામાં આવ્યા હતા. કેબીસીમાં હોસ્ટ તરીકે હજુ સુધી કોઇ ફિમેલ સેલિબ્રિટી રહી નથી. આ જ કારણસર આ વખતે એશ અથવા તો માધુરી સાથે વાતચીત ચાલી રહી છે. ટુંક સમયમાં જ આ અંગે અંતિમ નિર્ણય કરવામાં આવી શકે છે.
આગળની પોસ્ટ