બોલિવુડના લોકપ્રિય અભિનેતા અક્ષય કુમારની હાલમાં રજૂ કરવામાં આવેલી ફિલ્મ જોલી એલએલબી-૨ ફિલ્મને બોક્સ ઓફિસ પર શાનદાર સફળતા મળી ગયા બાદ હવે જોલી એલએલબી-૩ બનાવવાની જાહેરાત કરી દેવામાં આવી છે. જોલી એલએલબી-૨ ફિલ્મ બોક્સ ઓફિસ પર ૧૦૦ કરોડના આંકડાને પાર કરી ગઇ હતી. આ પિલ્મ લોકોને પસંદ પડી હતી. અક્ષય કુમારની ભૂમિકાથી પણ તમામ ચાહકો પ્રભાવિત થયા હતા. આવી સ્થિતીમાં હવે ભાગ-૩ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. નિર્માતા ફોક્સ સ્ટાર સ્ટુડિયો દ્વારા જાહેરાત કરવામાં આવી છે. ભાગ-૨ ફિલ્મમાં તેની સાથે હુમા કુરેશીએ મુખ્ય અભિનેત્રી તરીકેની ભૂમિકા અદા કરી હતી. ત્રીજા ભાગ બનાવવાના સંબંધમાં એક સવાલના જવાબમાં ફિલ્મના નિર્માતા વિજય સિંહે કહ્યુ હતુ કે આજે અમારા માટે આ પ્રશ્નનો જવાબ આપવાની બાબત બિલકુલ સરળ છે. વિજય સિંહ તરફથી જાહેરાત કરવામાં આવ્યા બાદ અક્ષય કુમારે પોતાની ખુશી વ્યક્ત કરી હતી. સાથે સાથે પ્રસંગે યોગ્ય પરિસ્થિતીનો લાભ ઉઠાવીને ચોગ્ગા ફટકારતા અક્ષય કુમારે વિજયને પ્રશ્ન કર્યો હતો કે આગામી જોલી તેની સાથે બનાવશે કે અન્યની સાથે બનાવશે. આના જવાબમાં વિજયે કહ્યુ હતુ કે ચોક્કસપણે તેની સાથે ત્રીજો બાગ બનાવવામાં આવશે.
કલાકારો સૌરભ, હુમા અને અન્નુ કપુરે ફિલ્મમાં શાનદાર ભૂમિકા અદા કરી હતી. સૌરભ ભાગ-૩માં કામ કરવા માટે આશાવાદી છે. તેને કહ્યુ છે કે ભાગ-૩ બનનાર છે. ટુંક સમયમાં જ સત્તાવાર જાહેરાત કરાશે. અન્ય કલાકારો કોણ રહેશે. તે અંગે હાલમાં તો ભારે સસ્પેન્સની સ્થિતી બનેલી છે. જોલી એલએલબી-૨ ફિલ્મની ચર્ચા સુપર સ્ટાર અભિનેતા અક્ષય કુમારની સારી ફિલ્મોમાં ચાહકો કરી રહ્યા છે.
આગળની પોસ્ટ