Aapnu Gujarat
ગુજરાત

મને કોઈ હટાવી શકે તેમ નથી : રૂપાણી

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોંગ્રેસ મુસ્લિમોની પાર્ટી છે તેવું નિવેદન કર્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણી બે દિવસ રાજકોટની મુલાકાતે છે ત્યારે તેણે રાહુલ ગાંધીના નિવેદન પર જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીના નિવેદનથી કોંગ્રેસ ખુલી પડી ગઇ છે. કોંગ્રેસ દેશમાં જાતિવાદ અને તૃષ્ટીકરણની રાજનીતિ કરી રહી છે.
વિજય રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસની આજ તકલીફ છે. જ્ઞાતિ, સંપ્રદાય અને ધર્મના નામ પર રાજનીતિ કરે છે. આ જ સંસ્કાર અને પદ્ધતિથી કોંગ્રેસ આગળ વધી રહી છે. કોંગ્રેસ કોમ-કોમ, જ્ઞાતિ-જ્ઞાતિ વચ્ચે લડાવવા આ જ ધંધો કર્યો છે. ભાજપ પાર્ટી ફર્સ્ટનેશનના મુદ્દા સાથે આગળ વધી રહી છે.
શહેરના પેડક રોડ ખાતે ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા રૂ.૧૯૮ લાખના ખર્ચે બનેલ બી-ડીવીઝન પોલીસ સ્ટેશન તથા રૂ.૨૫૦ લાખના ખર્ચે કુવાડવા રોડ પર બનેલ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ મુખ્યમંત્રીએ કર્યુ હતું. રૂપાણીએ સમગ્ર પોલીસ સ્ટેશનનું નિરીક્ષણ કર્યું હતું. બી ડીવીઝન પોલીસ સ્ટેશન ૪૦૧૩.૪૯ ચોરસ મીટરમાં ફેલાયેલું છે. જેમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં પી.આઇ.રૂમ, વાયરલેશ રૂમ, લોકઅપ, પાસર્પોર્ટ રૂમ, વિશાળ પાર્કિંગ, કોમ્પ્યુટર રૂમ, ફર્સ્ટ ફ્લોરમાં ઇન્વેસ્ટીંગેશન રૂમ, લાયબ્રેરી, રેકર્ડરૂમ, સેકન્ડ ફ્લોર પર બેરેક, કીચન સહિતની સુવિધાઓનો સમાવેશ થાય છે.
રોયલપાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘ સી.એમ.પૌષધશાળા, ઓમાનવાળા ઉપાશ્રયનાં આંગણે સુશાંતમુનિ મહારાજ, નમ્રમુનિ મહારાજના સાંનિધ્યમાં આજે રવિવારે ૭૫ સંત-સતીજીઓએ સમૂહ ચાતુર્માસમાં મંગલ પ્રવેશ કર્યો છે. આ અંતર્ગત શહેરના માર્ગો પર શોભાયાત્રા નીકળી. સમૂહ ચાતુર્માસના મંગલ પ્રવેશ વેળાએ મુખ્યમંત્રી વિજય રૂપાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ જય વિજય મહાસતીજીની સ્મૃતિરૂપ સાધર્મિક હેલ્પ પ્રોજેક્ટનું લોન્ચિંગ કર્યું હતું. આ પ્રસંગે સીએમએ જણાવ્યું હતું કે, હું મુખ્યમંત્રી છું અને રહેવાનો છું, મને કોઇ હટાવી શકે તેમ નથી. સીએમ એટલે કોમન મેન સાથે સરખામણી ગણાવી કટાક્ષમાં વાત કરી હતી. પીએમ સામે અમેક વખત કપરાં ટડાવ આવ્યા પરંતુ વિરોધીઓ વિરોધ કરતા હતા.

Related posts

પતંગ ઉત્સવમાં આદિવાસી કાળા પતંગ ચગાવવા તૈયાર

aapnugujarat

ભાજપા દ્વારા સંત રોહીદાસ જયંતિ ઉજવણી વિશે બેઠક યોજાઇ

aapnugujarat

સુરત મનપાના વિકાસકાર્યોનું મુખ્યમંત્રીએ કર્યું ઈ-લોકાર્પણ

editor

Leave a Comment

UA-96247877-1