Aapnu Gujarat
રમતગમત

કાર્બરે વિમ્બલ્ડન ૨૦૧૮નો મહિલા સિંગલ્સનો તાજ જીત્યો

ઓલ ઇંગ્લેન્ડ ક્લબ ખાતે રમાઈ રહેલી વિમ્બલ્ડન ટેનિસ ચેમ્પિયનશીપમાં મહિલાઓની સિંગલ્સ ફાઇનલમાં જર્મનીની કાર્બરે શક્તિશાળી સેરેના વિલિયમ્સ ઉપર ફાઈનલમાં સીધા સેટોમાં જીત મેળવીને સિંગલ્સ ટ્રોફી જીતી લેવામાં સફળતા મેળવી છે. સેરેના વિલિયમ્સની રમત ખુબ જ નબળી રહી હતી. ફાઈનલ મેચમાં કાર્બરે એક તરફી ૬-૩, ૬-૩થી જીત મેળવી હતી. વર્ષ ૨૦૧૬માં ઓસ્ટ્રેલિયન ઓપન અને યુએસ ઓપનનો તાજ જીતનાર કાર્બરે વિમ્બલ્ડનમાં પણ હવે સફળતા મેળવી છે. પ્રથમ વખત શાનદાર દેખાવ કરવામાં તે સફળ રહી છે. બીજી બાજુ સેરેના વિલિયમ્સને આ વખતે વધુ એક ગ્રાન્ડસ્લેમ જીતવાની તક હતી પરંતુ તે આ તક ઝડપી શકી નથી. સૌથી મોટી વયે ટ્રોફી જીતવાની સેરેના વિલિયમ્સ પાસે તક હતી પરંતુ તેનું આ સ્વપ્ન રોળાઈ ગયું છે. બીજી બાજુ પુરુષોના વર્ગમાં નોવાક જોકોવિકે લાંબા સમય બાદ જોરદાર દેખાવ કરીને તેના નજીકના હરીફ સ્પેનના રાફેલ નડાલ ઉપર જીત મેળવી લીધી છે. નડાલ ઉપર જોકોવિકે ૬-૪, ૩-૬, ૭-૬, ૩-૬, ૧૦-૮થી જીત મેળવી છે. આ મેચ પાંચ કલાક સુધી ચાલી હતી. પાંચ કલાક અને ૧૫ મિનિટ સુધી ચાલેલી આ મેચ વિમ્બલ્ડનના ઇતિહાસની બીજી સૌથી લાંબી સેમિફાઇનલ મેચ બની હતી. તે પહેલા કેવિન એન્ડરસન અને જોન ઇસનર વચ્ચે રમાયેલી મેચ પણ પાંચ કલાકથી વધુ સમય સુધી ચાલી હતી. ફાઇનલ મેચમાં હવે કિલર સાબિત થઇ રહેલા દક્ષિણ આફ્રિકાના આઠમા ક્રમાંકિત ખેલાડી કેવિન એન્ડરસન સામે જોકોવિક ટકરાશે. એન્ડરસનને રોજર ફેડરરને હાર આપીને મોટો અપસેટ સર્જ્યો હતો. એન્ડરસનની નડાલ સામે ૨૦૧૭માં યુએસ ઓપનની ફાઇનલમાં હાર થઇ હતી.

Related posts

नाम और नंबर वाली जर्सी में नजर आई टीम इंडिया

aapnugujarat

भारत ने ऑस्ट्रेलिया को 36 रन से हराया

aapnugujarat

विश्व कप के लिए हमारी तरकश में हैं काफी तीर : रवि शास्त्री

aapnugujarat

Leave a Comment

UA-96247877-1