Aapnu Gujarat
ગુજરાત

સહકારી સંસ્થાઓને મજબૂત બનાવવી જરૂરી : નરહરિ

ગુજરાત રાજય સહકારી ક્ષેત્ર સહિતના ક્ષેત્રોમાં સતત પ્રગતિ અને વિકાસના શિખરો સર કરી રહ્યું છે. ગુજરાતમાં સહકારી ક્ષેત્રનો વિકાસ નોંધનીય છે. સમગ્ર દેશમાં સહકારી ક્ષેત્રમાં ગુજરાત અને મહારાષ્ટ્ર આગળ છે. દેશ અને વિશ્વના અનેક લોકો તેમ જ સંસ્થાઓ આ બંને રાજયોની સહકારી પ્રવૃત્તિઓના અભ્યાસ અને તાલીમ અર્થે અહીં આવતા હોય છે. જેનું ઉદાહરણ અમૂલ બ્રાન્ડ છે કે જેણે આંતરરાષ્ટ્રીય સ્તરની ખ્યાતિ પ્રાપ્ત કરી છે. રાજયના વિકાસ માટે સરકાર જે જવાબદારી નિભાવી રહી છે, તેમાં સહકારી સંસ્થાઓ પણ બહુમૂલ્ય યોગદાન આપી રહી છે. સહકારી સંસ્થાઓ જેટલી મજબૂત હશે, તેટલો વધુ ફાયદો સહકારી સભાસદોને થવાનો છે અને તેનો સીધો લાભ રાજયના વિકાસને થશે. રાજયના વિકાસ માટે સહકારી સંસ્થાઓને મજબૂત બનાવવી ખૂબ જરૂરી છે એમ અત્રે ગુજરાતના આયોજન પંચના ઉપાધ્યક્ષ નરહરિભાઇ અમીને જણાવ્યું હતું. અમદાવાદમાં પગારદાર કર્મચારીઓની ગ્રાહક અને ધિરાણ સહકારી મંડળીઓના યોજાયેલા બહુ મહત્વના સેમીનારમાં અમીને આમ જણાવ્યું હતું. ગુજરાત રાજય સહકારી સંઘ, અમદાવાદ અને ધી ગુજરાત સ્ટેટ કો.ઓપરેટીવ ક્રેડિટ સોસાયટીઝ ફેડરેશન લિ.અમદાવાદના સંયુકત ઉપક્રમે નારણપુરા સ્થિત ગુજરાત સ્ટેટ કો.ઓ.બેંક લિ. ખાતે યોજાયેલા પગારદાર કર્મચારીઓની ગ્રાહક અને ધિરાણ સહકારી મંડળીઓના યોજાયેલા સેમીનારનું દીપ પ્રાગટ્ય કરી ઉદ્‌ઘાટન કરતાં આયોજન પંચના ઉપાધ્યક્ષ નરહરિ અમીને વધુમાં જણાવ્યું હતું કે, પગારદાર કર્મચારીઓની ગ્રાહક અને ધિરાણ સહકારી મંડળીઓના પ્રતિનિધિઓએ આવા સેમીનાર થકી કાયદાના જરૂરી ફેરફાર અને બદલાતા પ્રવાહોથી વાકેફ બનવું જોઇએ કે જેથી તમને મંડળીના સંચાલન અને સહકારી વ્યવસ્થામાં ખૂબ ઉપયોગી સાબિત થાય. આ પ્રસંગે સેમીનારના પ્રમુખ અને ગુજરાત સ્ટેટ કો.ઓપરેટીવ ક્રેડિટ સોસાયટીઝ ફેડરેશનના વાઇસ ચેરમેન મહેશભાઇ એ.પટેલે જણાવ્યું હતું કે, સમયાંતરે સહકારી કાયદામાં થતાં ફેરફાર અને નવી જોગવાઇઓ અંગે માહિતી અને જરૂરી માર્ગદર્શન માટે આ પ્રકારના સેમીનારનું આયોજન અને તેમાં ભાગ લેવું પ્રતિનિધિઓ માટે ઘણું ફાયદાકારક સાબિત થઇ શકે. આજના સેમીનારને લઇ સહકારી આગેવાન અને ફેડરેશનના ચેરમેન ઘનશ્યામભાઇ અમીને સહકાર ક્ષેત્રના વિકાસ અને સફળતા માટે શુભેચ્છા પાઠવી હતી.
સેમીનારમાં ક્રેડિટ સોસાયટીઓના વિવિધ પ્રશ્નો અંગે ફેડરેશન દ્વારા સરકાર સમક્ષ થયેલ રજૂઆતો વિશે વિગતવાર માહિતી અપાઇ હતી. આ પ્રસંગે કૃભકોના ડાયરેકટર મહેશભાઇ પટેલ અને સરકારના મિલ્ક બોર્ડના સીઓ એમ.બી.શેખે પણ પ્રાસંગિક પ્રવચન કર્યા હતા. સેમીનારમાં રાજય સહકારી સંઘના ટ્રેનીંગ ડાયરેકટર જે.જે.શાહ અને સ્પેશ્યલ ઓડિટર અવનિ વ્હોરા દ્વારા સહકારી કાયદા અને ઓડિટને લગતી તલસ્પર્શી અને ખૂબ ઉપયોગી જાણકારી અને માર્ગદર્શન પૂરા પાડયા હતા. આજના સેમીનારમાં રાજયભરની પગારદાર કર્મચારીઓની ગ્રાહક અને ધિરાણ સહકારી મંડળીઓના પ્રતિનિધિઓ ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા, જે નોંધનીય હતું.
(અનુસંધાન નીચેના પાને)

Related posts

ડભોઇ માં યોજાયો મતદાર જાગૃતિ કાર્યકમ

editor

ભેળસેળ કેસમાં વેપારીની સજા યથાવત રહી

aapnugujarat

થરા નગરપાલિકા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1