Aapnu Gujarat
ગુજરાત

ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતિ ભાનુશાલીનું રાજીનામું

ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ અને પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાલી સામે સુરતની યુવતીએ કરેલી ફરિયાદના અનુસંધાને ભાનુશાલીએ ભાજપમાંથી રાજીનામું આપી નિર્દોષ સાબિત ન થાય ત્યાં સુધી પક્ષની જવાબદારીમાંથી મુક્ત કરવા પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને વિનંતી કરતો પત્ર મોકલી આપ્યો છે.
જયંતિ ભાનુશાલીએ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને પત્રમાં જણાવ્યું હતું કે, મારી વિરૂદ્ધ સુરતમાં કોઇએ અરજી આપેલી છે. તે અનુસંધાનમાં મારા ઉપર કોઇ ષડયંત્ર રચાયેલ હોવાનું મને દેખાય છે. મારા મળેલી અરજીમાં મને તથા મારા કુટુંબના લોકો ઉપર ખોટા આક્ષેપ થયા છે.
આ અરજીની સંપૂર્ણ તટસ્થ તપાસ થાય તેવું હું સામેથી માંગણી કરીને જ્યાં સુધી નિર્દોષતા સાબીત ન થાય ત્યાં સુધી હું કાઇ પદ ઉપર ન રહી શકું તેવી મારી અંગત લાગણી છે. તટસ્થ પૂર્ણે તપાસ કરવા વિનંતી મારા રાજકિય જીવનને બદનામ કરવા અમુક તત્વો દ્વારા આ હીન પ્રયાસો થયેલ છે. ઇશ્વરને સાક્ષી રાખીને આ અરજીની તટસ્થ પૂર્ણે તપાસ કરવા વિનંતી અને હું સ્વેચ્છાએથી પાર્ટીના હોદ્દા ઉપરથી રાજીનામું આપું છું. અને પાર્ટીનો અદનો સૈનીક બની પાર્ટી માટે કામ કરતો રહીશ.
ફરિયાદ નોંધાયા બાદ ભૂગર્ભમાં ઉતરી ગયેલી મનીષાએ જે તે સમયે પોતાની વિરુધ્ધ જયંતિ ભાનુશાલીના ઈશારે ખોટી ફરિયાદ નોંધાઈ હોવાની મિડીયા સમક્ષ રજૂઆતો કરી હતી. પોતાના જયંતિ ભાનુશાલી સાથે ‘નિકટતમ’ સંબંધો હોવાનો દાવો કરી બંનેએ સ્વેચ્છાએ છૂટાં પડવા નિર્ણય કર્યો હોવાનું અને સમાધાન અંતર્ગત નાણાંકીય લેવડદેવડ થઈ હોવાનું જણાવ્યું હતું. જયંતિભાઈએ પોતાને દબાવવા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનો દુરુપયોગ કરી ખોટો બાંહેધરીપત્ર લખાવ્યો હોવાનો પણ મનીષાએ તે સમયે ઘટસ્ફોટ કર્યો હતો. જો કે, ત્યારબાદ મનીષા એકાએક ‘અજ્ઞાતવાસ’માં ઉતરી જતાં સમાધાન થયાની પણ ચર્ચા ઉઠી હતી. ગયું હોવાની પણ ચર્ચાઓ ઉઠી હતી.

Related posts

તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ દ્વારા બાલ સેવા કેન્દ્ર ખાતે બાળ દિનની ઉજવણી કરાઇ

aapnugujarat

અલ્પેશના ઘરે વાસ્તુપૂજનમાં ભાજપના ટોપ નેતા હાજર રહ્યાં

aapnugujarat

सिविल हस्पताल में ९ बच्चों की मौत के मामले में जांच के आदेश दिए गए

aapnugujarat

Leave a Comment

UA-96247877-1