Aapnu Gujarat
બિઝનેસ

TCNS ક્લોથિંગનો ૧૮ જુલાઈએ આઈપીઓ લોન્ચ થશે

દેશની જાણીતી વુમન્સ બ્રાન્ડેડ એપરેલ ટીસીએનએસ ક્લોથિંગ કંપની લિમિટેડ હવે તા.૧૮ જુલાઈ, ૨૦૧૮નાં રોજ ૧,૫૭,૧૪,૦૩૮ ઇક્વિટી શેરનો આઇપીઓ લઇને માર્કેટમાં આવી રહી છે. તા.૧૮મી જૂલાઇના રોજ આ જાહેર ભરણું ખુલશે અને તા.૨૦મી જૂલાઇએ તે બંધ થશે. ઓફરનાં પ્રાઇઝ બેન્ડ ઇક્વિટી શેરદીઠ રૂ. ૭૧૪થી રૂ. ૭૧૬ છે. બિડ લઘુતમ ૨૦ ઇક્વિટી શેર માટે અને પછી ૨૦ના ગુણાકમાં ઇક્વિટી શેરમાં થઈ શકશે. ઇક્વિટી શેરનું લિસ્ટિંગ બીએસઇ અને એનએસઇ પર થશે. આ આઇપીઓ મારફતે રૂ.૧૧૨૫ કરોડથી વધુનું ભંડોળ એકત્ર કરાશે એમ અત્રે ટીસીએનએસ કલોથિંગ લિ.ના એમડી અનંત ડાગા અને ચીફ ફાયનાન્શીયલ ઓફિસર વેંકટેશ તારક્કડે જણાવ્યુ હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આઇપીઓ ઓફર અમારી કંપનીની પોસ્ટ-ઓફર પેઇડ-અપ ઇક્વિટી શેર મૂડી ૨૫.૬૩ ટકા હિસ્સો ધરાવશે. બિડ/ઓફર તા.૨૦ જુલાઈ, ૨૦૧૮નાં રોજ બંધ થશે. સેબી આઇસીડીઆર નિયમનો મુજબ બીઆરએલએમ સાથે ચર્ચા કરીને કંપની, પ્રમોટર વિક્રેતા શેરધારકો અને રોકાણકાર વિક્રેતા શેરધારકો એન્કર રોકાણકારોની ભાગીદારીનો વિચાર કરી શકે છે. એન્કર ઇન્વેસ્ટર ઓફર/બિડ ખુલવાની તારીખથી આગળનાં કામકાજ ચાલુ હોય દિવસે બિડ કરી શકશે. ઓફરનાં બુક રનિંગ લીડ મેનેજર્સ (બીઆરએલએમ) કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડ અને સિટિગ્રૂપ ગ્લોબલ માર્કેટ્‌સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ છે. ઓફરનાં રજિસ્ટ્રાર કાર્વી કમ્પ્યુટરશેર પ્રાઇવેટ લિમિટેડ છે. સીક્યોરિટીઝ કોન્ટ્રાક્ટક્સ (રેગ્યુલેશન) રુલ્સ, ૧૯૫૭ના નિયમ ૧૯(૨)(બી), જેમાં સમયેસમયે સુધારા મુજબ, (એસસીઆરઆર) મુજબ ઓફર કરવામાં આવી છે. તે સીક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (ઇશ્યૂ ઓફ કેપિટલ એન્ડ ડિસ્ક્લોઝર રિક્વાયરમેન્ટ્‌સ) રેગ્યુલેશન, ૨૦૦૯, જેમાં સમયે સમયે થયેલા સુધારા મુજબ (“સેબી આઇસીડીઆર રેગ્યુલેશન્સ”) મારફતે બુક બિલ્ડિંગ પ્રોસેસ રજૂ કરવામાં આવી છે, જેમાં ઓફરનો મહત્તમ ૫૦ ટકા હિસ્સો સપ્રમાણ આધારે ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશન બાયર્સ (ક્યુઆઇબી) (ક્યુઆઇબી કેટેગરી)ને ફાળવવા માટે ઉપલબ્ધ થશે, જેમાં શરત એ છે કે, પ્રમોટર વિક્રેતા શેરધારકો અને રોકાણકાર વિક્રેતા શેરધારકો બીઆરએલએમ સાથે ચર્ચા કરીને વિવેકને આધારે એન્કર ઇન્વેસ્ટર્સ (એન્કર ઇન્વેસ્ટર પોર્શન)ને ૬૦ ટકા સુધીનાં હિસ્સાની ફાળવણી કરી શકે છે. એન્કર ઇન્વેસ્ટર પોર્શનનો એક-તૃતિયાંશ હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ માટે અનામત રાખવામાં આવશે, જે સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ પાસેથી એન્કર ઇન્વેસ્ટર્સને ફાળવેલી કિંમત પર કે તેનાથી વધારે કિંમત પર પ્રાપ્ત માન્ય બિડ્‌સને આધિન છે, જે કિંમત કંપની, પ્રમોટર વિક્રેતા શેરધારકો અને રોકાણકાર વિક્રેતા શેરધારક બીઆરએલએમ સાથે ચર્ચા કરીને નક્કી કરશે. ક્યુઆઇબી કેટેગરી (એન્કર ઇન્વેસ્ટર પોર્શનને બાદ કરતાં)નો ૫ ટકા હિસ્સો સપ્રમાણ આધારે મ્યુચ્યુઅલ ફંડ્‌સને જ ફાળવવા માટે ઉપલબ્ધ થશે અને ક્યુઆઇબી કેટેગરીનો બાકીનો હિસ્સો સપ્રમાણ આધારે તમામ ક્યુઆઇબી બિડર્સ (એન્કર ઇન્વેસ્ટર્સ સિવાય) ફાળવણી માટે ઉપલબ્ધ થશે, જે ઓફર પ્રાઇઝ કે તેનાથી વધારે કિંમત પર પ્રાપ્ત માન્ય બિડ્‌સને આધિન છે. ઉપરાંત સેબી આઇસીડીઆર નિયમનોને અનુરૂપ ઓફરનો લઘુતમ ૧૫ ટકા હિસ્સો સપ્રમાણ આધારે બિન- સંસ્થાકીય બિડર્સને અને લઘુતમ ૩૫ ટકા હિસ્સો રિટેલ વ્યક્તિગત બિડર્સને ફાળવવામાં આવશે, જે ઓફર પ્રાઇઝ પર કે તેનાથી વધારે કિંમત પર માન્ય બિડ્‌સ મળવાને આધિન છે. એન્કર ઇન્વેસ્ટર્સ સિવાય તમામ સંભવિત બિડર્સ એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ એમાઉન્ટ (એએસબીએ) મારફતે જ સહભાગી થશે અને તેમણે તેમની સંબંધિત બેંક ખાતાની વિગત આપવી પડશે, જેમાં બિડની રકમ સેલ્ફ એસસીબી દ્વારા બ્લોક થશે. એન્કર ઇન્વેસ્ટર્સને એએસબીએ પ્રક્રિયા મારફતે એન્કર ઇન્વેસ્ટર પોર્શનમાં સહભાગી થવાની મંજૂરી નથી.

Related posts

Sensex down by 16.67 pts at 37,830.98, Nifty ended by 19.15 points at 11,252.15

aapnugujarat

સર્વિસ પીએમઆઈ આંકડો વધીને ૫૨.૫ સુધી પહોંચ્યો

aapnugujarat

૧૦ કંપનીઓની માર્કેટ મૂડી ૧ લાખ કરોડ સુધી ઘટી ગઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1