Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

બિનજરૂરી મેડિકલ તપાસ અપરાધીક કૃત્ય ગણાશે : સુપ્રીમ

સુપ્રીમ કોર્ટે ખાનગી હોસ્પિટલોના મનસ્વી વલણ પર કડક વલણ અખત્યાર કરતાં ખોટા રિપોર્ટ અને બિનજરુરી તપાસને અપરાધીક કૃત્ય ગણાવ્યું છે. કોર્ટે કહ્યું કે તેમણે વિચારવું જોઈએ કે તેઓ શું કરી રહ્યા છે. શું આ અપરાધીક કૃત્ય નથી પરંતુ તેના ઉપર કાર્યવાહી નથી કરવામાં આવતી એટલે હંમેશા તેઓ જવાબદારીમાંથી છટકી જાય છે. જો કે હવે સમય આવી ગયો છે કે આવા કૃત્યની જવાબદારી નક્કી થાય અને દોષિતોને કડક સજા મળે.
જસ્ટિસ અણ મિશ્રા અને જસ્ટિસ યુ.યુ.લલિતની પીઠે એક નિર્ણયમાં કહ્યું કે આજકાલ હોસ્પિટલોમાં ફાઈવ સ્ટાર સુવિધાઓ આપવામાં આવી રહી છે. સારવાર સંપૂર્ણ અવધારણાનો ફાયદો મેળવવા પર કેન્દ્રીત થઈ ગઈ છે. આ સુવિધાઓ વહન કરવી મુશ્કેલ બની ચૂકી છે. અનેક વખત ખર્ચ વધુ થાય છે અને જે સુવિધાઓ આપવામાં આવી છે તેનાથી અનેકગણા પૈસા વસૂલવામાં આવે છે. અદાલતે ખાનગી હોસ્પિટલોને જમીનના બદલામાં ગરીબોને મફત સારવારના મામલામાં આપેલા ૧૨૪ પાનાના વિસ્તૃત નિર્ણયમાં એવું પણ કહ્યું છે કે દિલ્હી, ગુડગાંવ અને આસપાસની તમામ મોટી હોસ્પિટલો માટે આ આત્મવિવેચનાનો સમય છે જે ખોટો રિપોર્ટ તૈયાર કરાવવા અને બિનજરુરી મેડિકલ તપાસ કરવાથી પીછેહઠ કરતાં નથી. ત્યાં સુધી કે હૃદની આંતરિક અને બાહ્ય તપાસ કરાવવા દરમિયાન પણ આ જ વલણ અખત્યાર કરવામાં આવે છે.

Related posts

करीब ८ घंटे चली मुठभेड़ में हिज्बुल के ३ आतंकी ढेर

aapnugujarat

दिल्ली में वकीलों पुलिस वालों के बीच मारपीट

aapnugujarat

પંજાબ સરકાર દ્વારા રાજ્યના ઉદ્યોગપતિઓ માટે તૈયાર કરવામાં આવી નવી ઔદ્યોગિક નીતિ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1