Aapnu Gujarat
ગુજરાત

તંત્ર બેદરકાર : વલસાડ રેલવે સ્ટેશન પર અનાજની ગુણો પલળી ગઈ

વલસાડ રેલવે સ્ટેશન પર સરકારી અનાજ વરસાદમાં પલળવાની ઘટાના સામે આવી છે. આવી ઘટના છેલ્લા કેટલાય વર્ષોથી બની રહી છે પરંતુ તંત્રની ઊંઘ જ ઉડતી નથી. આ રેલવે સ્ટેશન પર જ્યાં અનાજ મુકવામાં આવે છે ત્યાં પુરતા શેડ ન હોવાને કારણે દર ચોમાસામાં અનાજ પલળવાની ઘટનાઓ સામે આવે છે.
વલસાડ રેલવે સ્ટેશન પર જ્યારે ટ્રેનમાંથી ત્રણ જિલ્લાના સરકારી અનાજના જથ્થાના ટ્રક ભરાઈ રહ્યા હતા ત્યારે ઘઉંના એક મોટો જથ્થો પાણીમાં હતો. રેલવે સ્ટેશન પર વરસાદી વાતાવરણમાં અનાજની યોગ્ય જાળવણીની વ્યવસ્થા નહીં હોવાથી અનાજની ગુણોમાં પાણી ઘુસ્યા છે.
દર વર્ષે આ રીતે ચોમાસામાં હજારો કિલો અનાજ વરસાદી પાણીમાં પલળીને સડી જાય છે. ગરીબોને જ્યાં ખાવાના પણ ફાંફા હોય છે ત્યાં તંત્રના કારણે હજારો કિલો અનાજ પલળીને સડી જાય છે.
મંગળવારે પંચમહાલ જિલ્લામાં વરસાદની શરૂઆત થઇ ગઇ છે. ત્યાર ગાજવીજ સાથે વરસાદના પડવાની સાથે જ વીજળી ગુલ થઇ હતી. ડાંગ જિલ્લાની વાત કરીએ તો ડાંગમાં છેલ્લા ૨૪ કલાકમાં સરેરાશ ૨થી ૩ ઇંચ વરસાદ પડ્યો હતો.જેમાં આહવામાં ૨ ઇંચ, વઘઇમાં ૨ ઇંચ, સુબિરમાં ૩ ઇંચ, સાપુતારામાં ૧ ઇંચ વરસાદ પડ્યો હતો.નવસારી જિલ્લાની વાત કરીએ તો મંગળવાર રાતથી જ નવસારી જિલ્લામાં વરસાદ પડવાનો શરૂ થયો છે. આંકડા પ્રમાણે છેલ્લા ૧૨ કલાકમાં નવસારીમાં ૧૬૪ મિમી, જલાલપોરમાં ૧૪૪ મિમી,ગણદેવીમાં ૯૦ મિમી, ચિખલીમાં ૭૬ મિમી અનેવાસદામાં ૩૫ મિમી વરસાદ ખાબક્યો હતો.

Related posts

ખેડૂતવિરોધી કોંગ્રેસને ગુજરાતના વિકાસની કે ખેડૂતહિતની વાત કરવાનો લેશમાત્ર અધિકાર નથી : જીતુભાઇ વાઘાણી

aapnugujarat

થરા ખાતે આવેલ જલારામ બાપાના મંદિરમાં ઉપવનનું ખાતમુહુર્ત કરાયું

aapnugujarat

વડોદરા શહેરમાં નવા બાવન ઓટો રીક્ષા સ્ટેન્ડ માટે પ્રાથમિક જાહેરનામું પ્રસિધ્ધ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1