Aapnu Gujarat
બ્લોગ

સત્તા પ્રાપ્તિ માટે પ્રિય બનેલ સોશિયલ મિડીયાથી ભાજપને ડર કેમ લાગે છે??

દેશભરમાં અત્યારના સમયમાં સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ઝુમલેબાજીમાં મોદી સરકારની નીતિઓ અને કાર્યોને ખુબ જ ઝાટકવામાં આવી રહ્યા છે. સુત્રોનું કહેવું છે કે આ તમામ બાબતોને જોતા ભાજપાનું સોશિયલ મીડિયા વીંગ હવે નવા પ્રકારે કામ કરવામાં જોતરાઈ ગયું છે જેમાં સૌથી મોટો ટારગેટ સોશિયલ મીડીયાને બનાવવામાં આવી રહ્યો છે. કહેવાનો મતલબ સોશિયલ મીડિયા પર હાલના સમયમાં એવા સંદેશા મોકલવામાં આવી રહ્યા છે કે જેનાથી સામાન્ય લોકો અને મીડીયાને સરકારની વિરોધમાં લખવા કે બોલવાથી મનોવૈજ્ઞાનિક રીતથી રોકવામાં આવે એટલે કે લોકો ડરે અને સરકાર વિરુદ્ધ કાઈપણ કહેતા પહેલા સો વાર વિચારે. એટલેકે જે સોશિયલ મીડીયાને સત્તા મેળવવા માટે ભાજપાએ હથિયારની જેમ ઉપયોગ કર્યો એને એ જ ભષ્માસુર જેવો દેખાવા લાગ્યો છે. ભાજપાને સોશિયલ મીડિયાનો સૌથી હોશિયાર શ્રેષ્ઠ ખેલાડી માનવામાં આવે છે. પરંતુ હવે પક્ષ માટે સોશિયલ મીડિયા હેન્ડલ કરવું સહેલું નથી રહ્યું. જો કે ભાજપાને સોશિયલ મીડિયાની બેહદ સર્વશ્રેષ્ઠ ખેલાડી માનવામાં આવે છે. પક્ષ ઓનલાઈન સ્પેસમાં બહુ મોટી જગ્યા રાખે છે.
ભાજપાનું ટ્‌વીટર એકાઉન્ટ બેહદ એક્ટીવ છે અને સોશિયલ મીડિયા ઉપર પણ તેના મેસેજ લોકોને આકર્ષિત કરે છે. ટ્રોલિંગમાં પણ પક્ષનો કોઈ જવાબ નથી. પરંતુ પાર્ટીને માટે ઓનલાઈન રહેલ સ્પેસમાં થઇ રહેલી ટીકાઓ અને વિરોધ હવે મુશ્કેલી બની ગયા છે. જો કે ભાજપાની ચિંતાનું કારણ ફક્ત ઓનલાઈન આલોચના જ નથી પણ નોટબંધી, જીએસટી, પેટ્રોલની ઝડપથી વધતી કિમતો આવા બધા મુદ્દા મુશ્કેલી વધારી રહ્યા છે. એક ટિ્‌વટમાં પાર્ટીને આડેહાથ લેતા કહ્યું છે કે ’જ્યારે સરકાર બોલે જીડીપીનાં ડર વધી રહ્યા છે તો સમજી લેવાનું કે તેનો અસલી મતલબ ગેસ, ડીઝલ અને પેટ્રોલ છે.
હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર ભાજપાના વિકાસકાર્યો અને કાર્યક્રમોની મજાક ઉડાડતા ફોટા, જોક્સ, વિડીયો વાયરલ થઇ રહ્યા છે. ભાજપાની ચિંતા પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષના નિવેદન પર સ્પષ્ટ દેખાઈ આવે છે. થોડા સમય પહેલા અમિત શાહે સોશિયલ મીડિયા કેમ્પેનને નિશાનમાં લીધું હતું. અને કહ્યું હતું કે ’ હું યુવાઓને અપીલ કરું છું કે તેઓ વ્હોટ્‌સએપ અને ફેસબુક ઉપર ભાજપાનાં વિરોધમાં જે વાતો કહેવાઈ રહી છે તેના પર વિશ્વાસ કરે નહિ. પક્ષને ચિંતા છે કે તેની બગડતી ઈમેજ દેશના અન્ય જે રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે ત્યાં અસર પાડી શકે છે. ૨૦૧૮મા છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં ચૂંટણીઓ યોજાવાની છે.
પક્ષનો સાયબર વિભાગ સંભાળતા રાહેન ગુપ્તાના માનવા અનુસાર અમારે લોકોના હદયમાં એ વાત જીવતી રાખવી છે કે વિકાસના નામ પર તેમણે છેલ્લા ૨૨ વર્ષ દરમ્યાન સરકારથી શું મળ્યું. વિશ્લેષકો માને છે કે ભારતના સોશિયલ મીડિયામાં બદલાવની હવા ચાલી રહેલ છે. સત્તા સુધી પહોંચવા માટે જે ભાજપાને તેનો લાભ મળ્યો હતો તે હવે સોશિયલ મીડિયા પ્રભાવિત કરી રહ્યો છે. કેટલાંક સંગઠન અને સમૂહોએ હવે ભાજપાને ટારગેટ બનાવ્યો છે જે પક્ષ માટે ચિંતાની વાત છે. ભાજપાએ અત્યાર સુધી સોશિયલ મીડિયાનો ઉપયોગ લોકોની સમજને પોતાની નીતિ અનુસાર ઢાળવા માટે કર્યો છે. જેનો પ્રભાવ હવે ઉલટો થવા લાગ્યો છે. અગાઉની સામાન્ય ચૂંટણીઓમાં ભાજપાએ અન્ય રાજકીય પક્ષો કરતા વધુ સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો હતો પોતાના ચૂંટણી અભિયાન દરમ્યાન ભાજપાએ સૌથી વધુ ટિ્‌વટ અને પોસ્ટ કર્યા એ એટલે સુધી કે વડાપ્રધાનનાં ટ્‌વીટર પર લગભગ ૩.૪ કરોડ ફોલોઅર્સના મામલામાં મોદી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પથી બસ થોડા જ પાછળ છે પરંતુ હવે માહોલ ભાજપા માટે બદલાઈ રહ્યો છે.

Related posts

બાબા રામદેવના સુર બદલાયા

aapnugujarat

સિદ્વાર્થ મલ્હોત્રાની સતત ચોથી ફિલ્મ ફલોપ

aapnugujarat

MORNING TWEET

aapnugujarat

Leave a Comment

UA-96247877-1