Aapnu Gujarat
તાજા સમાચારરમતગમત

મંગળવારે ફ્રાંસ – બેલ્જિમ વચ્ચે સેમીફાઈનલ

ફિફા વર્લ્ડકપમાં સેમિફાઇનલ મેચોનો તખ્તો તૈયાર થઇ ગયો છે. સેમિફાઇનલ માટેની ચાર ટીમો નક્કી થઇ ગઇ છે. જે પૈકીની પ્રથમ સેમિફાઇનલ મેચ હવે ફ્રાન્સ અને બેલ્જિયમ વચ્ચે રમાશે. ક્વાર્ટર ફાઇનલ મેચમાં એકબાજુ ફ્રાંસે ઉરુગ્વે ઉપર જીત મેળવી હતી. જ્યારે બીજી બાજુ બેલ્જિયમે પાંચ વખતની વિજેતા બ્રાઝિલ ઉપર ૨-૦થી જીત મેળવીને મોટો અપસેટ સર્જી સેમિફાઇનલમાં કુચ કરી હતી. આ બંને વચ્ચે મંગળવારના દિવસે રમાનારી મેચ ખુબ જ રોમાંચક બની શકે છે. બીજી બાજુ અન્ય સેમિફાઇનલ મેચ ક્રોએશિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાશે. ક્રોએશિયાએ ચોથી અને અંતિમ ક્વાર્ટર ફાઇનલ મેચમાં યજમાન રશિયાને પેનલ્ટી શૂટઆઉટમાં ૪-૩થી હાર આપી હતી. આજે વહેલી પરોઢે રમાયેલી આ મેચમાં નિર્ધારિત સમય સુધી બંને ટીમો ગોલ કરી શકી ન હતી. ક્રોએશિયાની ટીમ ૨૦ વર્ષના લાંબાગાળા બાદ સેમિફાઇનલમાં પહોંચી છે. આ પહેલા ૧૯૯૮માં વર્લ્ડકપમાં ક્રોએશિયાની ટીમ સેમિફાઇનલમાં પહોંચી હતી. સેમિફાઇનલમાં ક્રોએશિયા ઇંગ્લેન્ડ સામે ટકરાશે. બેલ્જિયમ ૧૯૮૬માં થયેલા વર્લ્ડકપ બાદ પ્રથમ વખત સેમિફાઇનલમાં પહોંચ્યું છે. ફ્રાન્સે વર્ષ ૧૯૯૮માં યજમાન તરીકે એકમાત્ર વખત વર્લ્ડ કપ જીતી લેવામાં સફળતા મેળવી હતી. ફ્રાન્સની ટીમ છઠ્ઠી વખત સેમીફાઇનલમાં પહોંચી ગઇ છે. ફ્રાન્સની ટીમ વર્ષ ૨૦૦૬ બાદ પ્રથમ વખત સેમીફાઇનલમાં પહોંચી ગઇ છે. ફ્રાન્સે તે પહેલા ૧૯૫૦, ૧૯૮૨, ૧૯૮૬માં પણ સેમીફાઇનલમાં જગ્યા બનાવી હતી. ઉરુગ્વેની ટીમે હજુ સુધી તમામ મેચો જીતીને ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી હતી. બે વખત વર્લ્ડ કપ જીતનાર ઉરુગ્વેએ ૧૯૫૪, ૧૯૭૦ અને ૨૦૧૦માં સેમીફાઇનલમાં જગ્યાએ બનાવી હતી. વર્લ્ડકપમાં આ વખતે મોટા અપસેટ શરૂઆતના રાઉન્ડમાં જ જોવા મળી રહી હતી. વર્તમાન ચેમ્પિયન જર્મની પ્રથમ રાઉન્ડમાં બહાર થઇ ગયા બાદ રાઉન્ડ ૧૬માં સ્પેન, આર્જેન્ટિના અને પોર્ટુગલ જેવી ટીમો બહાર થઇ ગઇ હતી. ડેનમાર્ક પણ હારીને બહાર થઇ જતા વધુ એક મોટો અપસેટ સર્જાયો હતો. રશિયામાં આયોજિત ફિકા વર્લ્ડ કપમાં પ્રથમ વખત વિડિયો રેફરીની ગોઠવણી કરવામાં આવી છે. નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ૨૧મા ફીફા વર્લ્ડ કપમાં તંમામ ટીમો પૂર્ણ તાકાત સાથે મેદાનમાં ઉતરી હતી. જેથી શરૂઆતથી મોટી ટીમો મુશ્કેલીમાં મુકાઇ હતી. જર્મનીમાં વર્ષ ૨૦૦૬માં આનુ આયોજન કરવામાં આવ્યા બાદ આ પ્રથમ વર્લ્ડ કપ છે જેનુ પૂર્વીય યુરોપમાં પ્રથમ વખત આનુ આયોજન કરવામાં આવ્યુ છે. યુરોપિયન રશિયામાં રહેલા તમામ મેદાનો ખાતે પુરતી તૈયારી કરી લેવામાં આવી છે. તમામ મેદાન ખાતે સફળ રીતે આયોજન કરવામાં આવી રહ્યુ છે. આ વર્લ્ડ કપમા ૩૨ ટીમો મેદાનમાં ઉતરી હતી. પ્રથમ રાઉન્ડના દોર બાદ હવે અનેક ટીમો બહાર ફેંકાઇને સ્વદેશ પરત ફરી ચુકી છે.તમામ શક્તિશાળી ટીમોમાંથી ચેમ્પિયન કોણ બનશે તેને લઇને ચર્ચા છેડાઇ ગઇ છે. ફીફા વર્લ્ડ કપમાં એક સાથે પાંચ મુસ્લિમ દેશ આ વખતે રમી રહ્યા છે. ઇનામી રકમની વાત કરવામાં આવે તો ફીફા વર્લ્ડ કપમાં વિજેતા ટીમને ત્રણ કરોડ ૮૦ લાખ ડોલર એટલે કે ૩૮ મિલિયન ડોલરની મહાકાય રકમ મળનાર છે. જે છેલ્લા વર્લ્ડ કપમાં જે રકમ મળી હતી તેના કરતા ૩૦ લાખ ડોલરની રકમ વધારે છે. ફિફા વર્લ્ડ કપમાં રનર્સ અપ રહેનાર ટીમને ૯૦ લાખ ડોલર અથવા તો ૧૯૪.૪ કરોડ રૂપિયા અને ત્રીજા સ્થાને રહેનાર ટીમને બે કરોડ ૪૦ લાખ ડોલર અથવા તો ૧૬૦.૧ કરોડ રૂપિયા આપવામા ંઆવનાર છે.ફીફા કપમાં વિજેતાને ૨૨૫ કરોડની રકમ મળનાર છે. ફીફા વર્લ્ડ કપમાં રમી રહેલી તમામ ટીમોને તૈયારીની ફી તરીકે ૧૫-૧૫ લાખ ડોલરની રકમ આપવામાં આવી રહી છે. પ્રથમ તબક્કામાંથી બહાર થનાર ટીમને ૮૦ લાખ ડોલર અને અંતિમ ૧૬થી બહાર થનાર ટીમને એક કરોડ ૨૦ લાખ ડોલરની રકમ અપાશે. ક્વાર્ટર ફાઇનલમાં હારી જનાર ટીમને એક કરોડ ૬૦ લાખ ડોલરની રકમ અપાશે. ફીફા વર્લ્ડ કપમાં પ્રવેશ માટે દુનિયાની તમામ ટીમો વચ્ચે ક્વાલિફાઇંગ રાઉન્ડ ચાલે છે. જે પૈકી ૩૧ ટીમો ક્વાલિફાઇંગ મારફતે આ વખતે પહોંચી હતી.એક ટીમ યજમાન હોવાથી સીધી રીતે પહોંચી છે. ૩૨ટીમો પૈકી ૧૪ ટીમો તો બેક ટુ બેક આવી હતી. આઇસલેન્ડ અને પનામા પ્રથમ વખત મેદાનમાં આવ્યા હતા. ફાઇનલ મેચ મોસ્કોમાં લુઝીનિકી સ્ટેડિયમ ખાતે ૧૫મી જુલાઇના દિવસે રમાશે

Related posts

મુંબઈમાં ભારે વરસાદ હજુ જારી

aapnugujarat

ભાજપ ૫૦૦ સ્થળે વીડિયો કોન્ફરન્સથી કરશે ચોકીદાર અભિયાનનો પ્રારંભ

aapnugujarat

શોએબ વ્યક્તિગત પ્રહારો કરી રહ્યા છે : સરફરાઝ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1