Aapnu Gujarat
બ્લોગ

લોકપાલના હિમાયતી અન્ના,રામદેવ,બેદી કેમ ગાયબ થઈ ગયા…!!?

વર્ષ-૨૦૧૩માં દિલ્હી રામલીલા મેદાનમાં કેવોે માહોલ હતો કેવો દેખાવ હતો શું સમય હતો અને શું માંગ હતી? અહીં બીજી ક્રાંતિના મંડાણ હતા જેના સૂત્રધાર હતા અન્ના હજારે,બાબા રામદેવ,કિરણ બેદી,કેજરીવાલ,સ્વામી અગ્નિવેશ વગેરે આ કહેવાત સમાજ સેવકોએ તે સમયની સરકારને ઝુકાવી દીધી અને ભ્રષ્ટાચારને રોકવા લોકપાલની નિયુક્તિનો રસ્તો ખૂલ્યો તે સાથે બીજી ક્રાંતિની પૂર્ણાહૂતિ થઈ. અન્ના ગામમાં પાછા ફર્યા. બેદી ભાજપમાં જોડાઈ ગયા અને પોંડિચેરીના રાજ્યપાલ બની ગયા,બાબાજીની દુકાન જામી ગઈ,કેજરીવાલ મુખ્યમંત્રી બની ગયા દરેકનું ઠેકાણુ પડી ગયું.
વર્ષ-૨૦૧૪ વિત્યાને ચાર વર્ષ થઈ ગયા લોકપાલ માટે સંસદમાં કાયદો બની ગયો છતાં લોકપાલની નિયુક્તિ ન થઈ,આખરે સુપ્રિમ કોર્ટ પછી લીધું કે લોકપાલની નિમણૂંક ક્યારે થશે. લોકપાલની નિયુક્તિ દસ દિવસમાં જ કરી બતાવો તેવો આદેશ આપ્યો. આ વખતે કોર્ટે કડક વલણ અપનાવ્યું કારણ કેન્દ્ર દ્વારા તારીખ પર તારીખવાળો મામલો બની ગયો હતો. અદાલત પોતાની ફરજ નિભાવશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી પણ આ સમયમાં લોકો જેમને યાદ કરી રહ્યા છે તે બીજી ક્રાંતિના પ્રણેતા અને જેમને બીજા ગાંધી કહેવાયા તે અન્ના હજારે અને તેમના સહયોગીઓને.
આ વર્ષે ૨૩ માર્ચે અન્ના હજારેએ રામલીલાા મેદાનમાં ફરી એકવાર લોકપાલને લઈને બીજી ક્રાંતિ કરવાના પ્રયાસો કર્યા પરંતુ તેમની સાથે ન હતા બાબાજી,ન તો કોઈ બદી ન તો કેજરીવાલ હતા અને ન તો પહેલાં જેવી ભઈડ મુદ્દો એજ લોકપાલને લઈને ત્રીજી ક્રાંતિ કરવાની કોશિષ કરી,મુદ્દો લોકપાલનો છતા ંપણ લોકો ના આવ્યા, લોકોને મોકલવામાં ન આવ્યા? લોકો જાણવા માંગે છે બીજા ગાંધીથી. શું ગાંધીએ પણ એવું જ કર્યું હતું જે તેમણે ૨૩ માર્ચે કર્યું હતું? કોઈના દબાણ આવીને પોતાના બિસ્તરાં પોટલા લઈને રવાના થઈ ગયા કે તેમને રવાના કરી દેવાયા? અન્ના હજારેએ ગાંધીની જેમ કહ્યું નહીં કે જ્યાં સુધી લોકપાલની નિમણૂંક નહીં થાય મારા આમરણ ઉપવાસ ચાલુ રહેશે. બે કે ત્રણ દિવસમાં જ્યૂસિ પીને પોતાના ગામ રાવલગાંવ સિદ્ધિ ચાલ્યા ગયા. તમો ન જાણે ક્યાં ખોવાઈ ગયા…!!! ના ચિઠ્ઠી,ના સંદેશ. અન્નાજી સુપ્રિમે શું કહ્યું તે તો આપે વાંચ્યું જ હશે. શું તમને એવું ના લાગ્યું કે તમારી બીજી ક્રાંતિ અધૂરી છે? ૨૦૧૩માં શું તમારો પણ ઉપયોગ કરી લેવાયો. મોટા ભાગના લોકો બહુ જ સવાલો કરી રહ્યા છે પણ જવાબ કોની પાસે છે?
અનાની સાથે મંચ પર ઊભા રહીને લોકપાલને માટે તિરંગો લહેરાવવાળા પૂર્વ આઈપીએસ કિરણ બેદી હવે હાથમાં કેસરી ઝંડો પકડી લીધો છે. હવે લોકપાલ બાબતે તેમના મોંઢામાંથી એક શબ્દ પણ નથી નીકળતો. બાબાજી તો પતંજલિનો વેપાર વધારવામાં લાગ્યા છે. કોના માટે લોકપાલ કેવા લોકપાલ? તે સમયે સલવાર પહેરી ભાગેલા હવે કદાચ જ તે મને લોકપાલની યાદ આવતી હશી. લોકપાલ ગયા ખાડામાં આપણે શું? ઘણી સરસ દુકાન ચાલી રહી છે આવા હાલ છે તે મહાનુભાવોના કે જેમણે લોકપાલ બાબતે લડાઈ કરી અને પોત-પોતાના ઠેકાણે લાગી ગયા.(જી.એન.એસ)

Related posts

રાસાયણિક શસ્ત્રો હતાં અને રહેશે

aapnugujarat

કરૂણાનિધિ ક્યારેય ચુંટણી હાર્યા નથી….

aapnugujarat

શું ખરેખર ફડણવીસ સરકાર મરાઠાઓને અનામત આપી શકશે કે પછી….!!?

aapnugujarat

Leave a Comment

UA-96247877-1