Aapnu Gujarat
તાજા સમાચારરમતગમત

ટ્‌વેન્ટી મેચ : ઇંગ્લેન્ડ ઉપર ભારતની ૮ વિકેટે જીત

માન્ચેસ્ટર ખાતે રમાયેલી ત્રણ ટ્‌વેન્ટી મેચોની શ્રેણીની પ્રથમ મેચમાં ભારતે ઇંગ્લેન્ડ પર આઠ વિકેટે જીત મેળવી શાનદાર શરૂઆત કરી હતી. આની સાથે જ શ્રેણીમાં ૧-૦ની લીડ મેળવી લીધી છે. આ મેચમાં કુલદીપ યાદવના તરખાટ અને બેટિંગમાં કેએલ રાહુલની જોરદાર બેટિંગની મદદથી ભારતે જીત મેળવી હતી. ભારતે ૧૦ બોલ ફેંકવાના બાકી હતા ત્યારે બે વિકેટે ૧૬૩ રન બનાવીને મેચ જીતી લીધી હતી. સિનિયર ટીમની સાથે પ્રથમ વખત ઇંગ્લેન્ડના પ્રવાસે ગયેલા રાહુલે અણનમ ૧૦૧ રન કર્યા હતા. રાહુલની આ બીજી ટ્‌વેન્ટી સદી હતી. રાહુલે પોતાની ઇનિગ્સમાં ૫૪ બોલમાં આ સદી કરી હતી. જેમાં ૧૦ ચોગ્ગા અને પાંચ છગ્ગાનો સમાવેશ થાય છે. રાહુલ ઉપરાંત રોહિત શર્માએ ૩૨ રન કર્યા હતા. કોહલી ૨૦ રન કરીને નોટઆઉટ રહ્યો હતો. તે પહેલા ટોસ હારી ગયા બાદ યજમાન ઇંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરતા ભારતની સામે ૧૬૦ રનનો પડકાર ફેંક્યો હતો. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમે હાલમાં જ આયર્લેન્ડ પર ટ્‌વેન્ટી શ્રેણીમાં ૨-૦થી જીત મેળવી હતી. આવી સ્થિતીમાં આ શ્રેણીમાં ટીમના ખેલાડીઓ ઉંચા નૈતિક જુસ્સા સાથે મેદાનમાં ઉતર્યા હતા. શ્રેણી પહેલા ઇંગ્લેન્ડની ટીમ હાલમાં જોરદાર ફોર્મમાં ચાલી રહ્યા હતા. જો કે ભારતની સામે ફ્લોપ રહ્યા હતા. ઇંગ્લેન્ડે હાલમાં જ પાંચ વનડે મેચોની શ્રેણીમાં ઓસ્ટ્રેલિયા પર ૫-૦થી જીત મેળવી હતી. ઇંગ્લેન્ડ સામે ત્રણ વનડે મેચા રમ્યા બાદ બંને દેશો વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ બર્મિંગહામ ખાતે રમાશે. આ ટેસ્ટ મેચ પહેલી ઓગસ્ટથી શરૂ થશે. પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ સાતમી સપ્ટેમ્બરથી રમાશે જે ૧૧મી સપ્ટેમ્બર સુધી ચાલશે. ક્રિકેટ નિષ્ણાતો પણ માની રહ્યા છે કે, લાંબા ગાળા બાદ ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચેની આ શ્રેણી રોમાંચક રહેશે. ઇંગ્લેન્ડની ટીમ હાલમાં ખુબ જ સંતુલિત ટીમ દેખાઈ રહી છે જેથી વિરાટ કોહલીના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયાના ખેલાડીઓની કસોટી થશે. ઇંગ્લેન્ડના તમામ ખેલાડીઓ હાલમાં ધરખમ ફોર્મ ધરાવે છે જેથી ઓસ્ટ્રેલિયાની ટીમ ઉપર ઇતિહાસમાં પ્રથમ વખત વનડે શ્રેણી ૫-૦થી જીતી શક્યા છે. પાંચમી અને અંતિમ વનડે મેચમાં પણ શાનદાર જીત મેળવી હતી. હાલમાં આયર્લેન્ડ સામેની બીજી ટ્‌વેન્ટી મેચ પણ ૧૪૩ રને જીતી લીધી હતી. આની સાથે જ આ ટ્‌વેન્ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચમાં કેટલાક નવા રેકોર્ડ પણ સર્જાયા હતા. ભારતે પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત ૨૦ ઓવરમાં ચાર વિકેટે ૨૧૩ રન કર્યા હતા. જેના જવાબમાં આયર્લેન્ડની ટીમ ૭૦ રન કરી આઉટ થઇ ગઇ હતી.ઇગ્લેન્ડ અને ભારત વચ્ચેની મેચ હવે છટ્ઠી જુલાઇએ રમાશે.

Related posts

Croatia and West Ham Ex boss Slaven Bilic handed task of leading West Brom for 2 years

aapnugujarat

પુલવામા હુમલાના વિરોધમાં વિરોધ પ્રદર્શન જારી

aapnugujarat

સર્જિકલ સ્ટ્રાઇકનો વિડિયો જારી કરવાની જરૂર ન હતી : કોંગ્રેસ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1