Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

પુલવામા હુમલાના વિરોધમાં વિરોધ પ્રદર્શન જારી

જમ્મુ કાશ્મીરના પુલવામાં સીઆરપીએફ કાફલા પર આત્મઘાતી હુમલો કરવામાં આવ્યા બાદ આજે સતત પાંચમાં દિવસે પણ દેશભરમાં આતંકવાદીઓ સામે કાર્યવાહી કરવાની માંગ લોકોમાં અકબંધ રહી હતી. લોકો દ્વારા શહીદ જવાનોના માનમાં જુદા જુદા કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. આજે પણ જુદા જુદા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. લોકોમાં આક્રોશ આજે પાંચમાં દિવસે અકબંધ રહ્યો હતો. લોકો એકબાજુ શહીદ જવાનોને જુદી જુદી રીતે શ્રદ્ધાંજલિ આપવા માટે કાર્યક્રમ યોજતા નજરે પડ્યા હતા. બીજી બાજુ પાકિસ્તાન અને પાકિસ્તાનમાં છુપાયેલા આતંકવાદીઓને બોધપાઠ ભણાવવાની માંગ સાથે દેખાવો પણ કરવામાં આવ્યા હતા. લોકોમાં આક્રોશ વધી રહ્યો છે. દેશભરમાં લોકો જાહેર માર્ગ પર ઉતરી ગયા છે. તેમન એક જ માંગ છે કે ત્રાસવાદીઓએ સામે કાર્યવાહી કરવામાં આવે અને તેમનો સફાયો કરવામાં આવે.
ખુનનો બદલો ખુનથી લેવાની માંગ થઇ રહી છે. મોદી સરકાર પર દબાણ વધારવામાં આવી રહ્યુ છે.દેશમાં વિરોધ પ્રદર્શન કરવા માટે તમામ સંગઠનના લોકો, રાજકીય પક્ષોના લોકો પણ જોડાયા છે. લોકો દ્વારા પાકિસ્તાન સામે નારાજગી વ્યક્ત કરીને જોરદાર સૂત્રોચ્ચા કરવામાં આવ્યા હતા. પાકિસ્તાન અને આંતકવાદીઓ સામે ફિટકાર સહિતના અનેક જલદ અને વિરોધદર્શક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. પાકિસ્તાનના રાષ્ટ્રધ્વજ અને પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાનખાનના પૂતળાદહનના કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. દેશની જનતામાં ઉગ્ર આક્રોશ ભભૂકયો છેે ત્યારે સરકારે હવે પાકિસ્તાનને તેની જ ભાષામાં જડબાતોડ જવાબ આપવો જોઇએ એ હવે દેશના લોકોની લાગણી છે. પાકિસ્તાનને તેના ઘરમાં ઘૂસીને પાઠ ભણાવવાની ઘડી હવે આવી ગઇ છે.

Related posts

गैर संचारी रोगों के बढ़ते मामलों के मद्देनजर एक राष्ट्रीय आंदोलन चलाने की जरूरत : नायडू

aapnugujarat

विधान परिषद चुनाव : बीजेपी ने जारी की यूपी और बिहार के प्रत्याशियों की सूची

aapnugujarat

અગ્નિદાહ માટે પૈસા નહીં હોવાથી દીકરાને માતાની લાશ કચરામાં ફેંકવી પડી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1