Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

જમ્મુમાં તંગ સ્થિત વચ્ચે સંચારબંધી જારી

પુલવામામાં આતંકવાદી હુમલા બાદ આજે સતત ચોથા દિવસે પણ જમ્મુમાં સંચારબંધી અકબંધ રહી હતી. મોબાઈલ ઈન્ટરનેટ સેવાને પણ બંધ રાખવામાં આવી છે. ભારતીય સેનાએ સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગમાર્ચ યોજીને સ્થિતિને હળવી કરવાના પ્રયાસ જારી રાખ્યા છે. વહીવટી અધિકારીઓએ કહ્યું છે કે જમ્મુ યુનિવર્સિટીએ આજે યોજાનારી પરીક્ષાોને મોકુફ કરી દીધી હતી. હવે આ પરીક્ષાઓ આગામી દિવસોમાં યોજાશે. જમ્મુ-સાંબા કથુઆ રેન્જના ડેપ્યુટી ઈન્સ્પેકટર જનરલ વિનોદ ગુપ્તાએ કહ્યું હતું કે જમ્મુ ક્ષેત્રમાં સંચારબંધી લાગુ કરવામાં આવી છે. હજુ સુધી કોઈપણ અનિચ્છનિય ઘટના બની નથી. સંરક્ષણ પ્રવક્તાએ કહ્યું છે કે આજે બીજી નવ સુરક્ષા ટુકડીઓને ગોઠવી દેવામાં આવી છે. આ પહેલા શુક્રવારના દિવસે પણ સુરક્ષા ટુકડીઓ ગોઠવાઈ હતી. ગુરૂવારના દિવસે પુલવામા હુમલામાં ૪૦ જવાનો શહીદ થયા બાદ લોકોમાં ભારે આક્રોશ દેખાઈ રહ્યો છે. આતંકી ઘટનાના વિરોધમાં શુક્રવારના દિવસે પણ જોરદાર વિરોધ પ્રદર્શનનો દોર રહ્યો હતો. અનેક જગ્યાઓએ વાહનો ફુંકી દેવામાં આવ્યા હતા. સ્થિતિને ધ્યાનમાં લઈને આજે પણ સંચારબંધી અકબંધ રાખવામાં આવી હતી. સીઆરપીએફના કાફલાની બસને ટાર્ગેટ બનાવીને કરાયેલા હુમલાાં ૧૫૦થી ૨૦૦ કિલગ્રામ વિસ્ફોટકોન ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમાં સીઆરપીએફના ૪૦ જવાનો શહીદ થયા હતા. પુલવામાં ભીષણ ત્રાસવાદી હુમલો કરવામાં આવ્યા બાદ વિરોધ પ્રદર્શન જારી છે. જમ્મુ-કાશ્મીરમાં કોઈપણ અનિચ્છનિય બનાવ ન બને તે માટે તમામ સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા દળો મોરચા સંભાળી ચુક્યા છે. સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. શંકાસ્પદ સ્થળો પર દરોડા પણ પાડવામાં આવી રહ્યા છે. આ કાર્યવાહી હજુ પણ જારી રહે તેવી શક્યતા છે.

Related posts

લોકસભા ચૂંટણીમાં ભાજપ ફરી જીતશે અને રાહુલ ગાંધીને અમેઠીમાં હરાવીશું : યોગી આદિત્યનાથ

aapnugujarat

आरएसएस की ५७ हजार से ज्यादा शाखाएं

aapnugujarat

નવી ચલણી નોટો જલદી ઓળખી શકાતી નથી : મુંબઈ હાઈકોર્ટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1