Aapnu Gujarat
રાષ્ટ્રીય

અગ્નિદાહ માટે પૈસા નહીં હોવાથી દીકરાને માતાની લાશ કચરામાં ફેંકવી પડી

તમિલનાડુના તૂતિકોરિનમાં ગરીબીના કારણે એક દીકરો પોતાની માતાના અંતિમ સંસ્કાર નહીં કરાવી શકતા તેમનો મૃતદેહ મજબૂરીમાં કચરો ફેંકવાના ખાડામાં ફેંકી આવ્યો હતો. દીકરો મંદિરમાં પૂજારી છે પરંતુ તેની પાસે એટલા પૈસા નથી કે તે તેની માતાના અંતિમ સંસ્કાર કરાવી શકે. મૃત મહિલાની ઓળખ ૬૦ વર્ષીય એન બસંતી તરીકે કરવામાં આવી છે.
મહિલા પોતાના અપરિણીત દીકરા એન મુથુલક્ષ્મણન સાથે તૂતિકોરિનના ધનેકરન નગરમાં રહેતી હતી. તેમના પતિ ચેન્નાઈમાં રહે છે. પોલીસના જણાવ્યા અનુસાર બસંતીના પતિ ખૂબ જ ગરીબ છે. તેમનો દીકરો એક સ્થાનિક મંદીરમાં પુજારી છે પરંતુ તેમાંથી તેને પૂરતી આવક નથી થતી. બંને મા-દીકરો એટલા ગરીબ હતા કે તેમને પેટ ભરાય તેટલું ભોજન પણ મળતું નહતું.
પેટનો ખાડો પુરવા ભોજન નહીં મળવાના કારણે તે બંને અશક્ત થઈ ગયા હતા. અશક્તીના કારણે તેની માતા બિમાર થઈ ગઈ હતી પરંતુ દીકરા પાસે તેની સારવાર કરાવવાના પણ પૈસા નહોતા. આખરે રવિવારે બસંતીએ ભૂખના લીધે અંતિમ શ્વાસ ભર્યા હતા. દીકરા પાસે અંતિમ સંસ્કાર કરાવવા માટેની કોઈ જ સગવડ નહીં હોવાના કારણે તે પોતાની માતાને એક ચાદરમાં લપેટીને કચરાના ઢગલામાં ફેંકી આવ્યો હતો.
દીકરાએ પોલીસ પૂછપરછમાં જણાવ્યું કે મ્યુનિ. કોર્પોરેશનના લોકો કચરો ઉપાડવા આવશે ત્યારે તેઓ લાશને જોઈને જાતે જ તેમને અગ્નિદાહ આપી દેશે તેમ સમજીને મેં લાશને કચરાના ઢગલામાં ફેંકી દીધી હતી. મને ક્યારેય અંદાજો નહતો કે આ વાતની જાણ પોલીસને પણ થઈ જશે. પોલીસે મહિલાના મૃતદેહનું પોસ્ટમોર્ટ કરાવ્યું ત્યારે જાણવા મળ્યું કે તેમના પેટમાં અન્નનો એક પણ દાણો નહતો મળ્યો. બાદમાં પોલીસે માતાનો મૃતદેહ દીકરાને સોંપીને સમાજના કેટલાક લોકોની મદદથી તેમનો અંતિમ સંસ્કાર કરાવી આપ્યા હતા.

Related posts

પરમાણુ સક્ષમ અગ્નિ-૫નું સફળ પરીક્ષણ

aapnugujarat

બચત કરવાનાં મામલામાં મહિલા પુરૂષોથી આગળ

aapnugujarat

કેન્દ્રના પશુવધ નિયમ હેઠળ સુપ્રીમ કોર્ટમાં અરજી, ૧૫ જુને સુનાવણી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1