Aapnu Gujarat
મનોરંજન

સાયના નેહવાલની બાયોપિક માટે શ્રદ્ધા કપુરે ટ્રેનિંગ લીધી

શ્રદ્ધા કપુર બોલિવુડમાં હવે આશાસ્પદ સ્ટાર તરીકે ઉભી રહી છે. તેની પાસે એકપછી એક સારી ફિલ્મો આવી રહી છે. તે હાલમાં ચાર ફિલ્મો ધરાવે છે. જેમાં બત્તી ગુલ મીટર ચાલુ, ડ્રાફ્ટ સ્ટ્રીટ ફિલ્મનો સમાવેશ થાય છે. તે સાઇના નહેવાલની લાઇફ પર બની રહેલી ફિલ્મમાં પણ કામ કરી રહી છે. શ્રદ્ધા કપુર ઐતિહાસિક બાયોપિક ફિલ્મમાં સાઇના નહેવાલની ભૂમિકા અદા કરનાર છે. ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી સાઇના નહેવાલની લાઇફ પર ફિલ્મ બની રહી છે. તેની પાસેથી ખાસ ટ્રેનિંગ મેળવી લીધી છે. શ્રદ્ધા કપુરે મહેનત કરવાની શરૂઆત કરી દીધી છે. શ્રદ્ધા કપુર આજે પોતાના ઇન્સ્ટાગ્રામ પર ફોટો પણ મુકી દીધા છે. જેમાં તે સાઇના નહેવાલની સાથે નજરે પડી રહી છે. ફોટોને જોઇને લાગે છે કે તે સાઇના પાસેથી ટ્રેનિંગ લઇ રહી છે. ફોટોમાં સાઇના શ્રદ્ધા કપુરની પાસે બેડમિન્ટનના નાના નાન પાસા પર માહિતી મેળવી રહી છે. શ્રદ્ધા કપુર બોલિવુડમાં કેટલાક સમયથી છે. કેરિયરની શરૂઆત નિરાશાજનક માહોલમાં થયા બાદ શ્રદ્ધા કપુરે આંશિકી -૨ ફિલ્મ મારફતે જોરદાર લોકપ્રિયતા મેળવી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા મેળવી ગઇ હતી. ફિલ્મમાં તેની સાથે આદિત્ય રોય કપુરે ભૂમિકા અદા કરી હતી. આ ફિલ્મના તમામ ગીતો ભારે સુપરહિટ સાબિત થયા હતા. તે પહેલા એવી ચર્ચા હતી કે ફિલ્મમાં સાઇનાની ભૂમિકા દિપિકા અદા કરનાર છે. જો કે મોડેથી શ્રદ્ધા પોતે સોશિયલ મિડિયા પર ખુલાસો કરી ચુકી છે કે તે સાઇના નહેવાલની ભૂમિકા અદા કરી રહી છે. શ્રદ્ધા કપુરે ધડાકો કર્યો છે કે આ ફિલ્મ તેની કેરિયરની હજુ સુધીની સૌથી મોટી ફિલ્મ છે. તે પહેલા પણ એક્ટિગ કુશળતાની સાબિતી આપી ચુકી છે.

Related posts

તમન્ના અને રણવીર એક સાથે નજરે પડશે

aapnugujarat

नासा में जीरो के लिए शूटिंग कर रहे शाहरुख और अनुष्का

aapnugujarat

मैंने अभी तक अपनी पूरी क्षमता का उपयोग नहीं किया : उर्वशी रौटेला

aapnugujarat

Leave a Comment

UA-96247877-1