Aapnu Gujarat
મનોરંજન

હાલ મૌની પાસે ઘણી ફિલ્મો

લોકપ્રિય ટીવી સ્ટાર મૌની રોય બોલિવુડમાં ઝડપથી લોકપ્રિયતા મેળવી રહી છે. તેની પાસે હવે કેટલીક ફિલ્મો છે. તે સફળ અભિનેત્રી બનવાની દિશામાં આગળ વધી રહી છે. તેની પાસે જે ફિલ્મો રહેલી છે તેમાં અક્ષય કુમારની સાથે ગોલ્ડ ફિલ્મ છે. જે ૧૫મી ઓગષ્ટના દિવસે રજૂ કરવામાં આવનાર છે. ઉપરાંત તેની પાસે જહોન અબ્રાહમની સાથે રોમિયો અકબર વોલ્ટર ફિલ્મ છે. ઉપરાંત રાજકુમાર રાવની સાથે મેડ ઇન ચાઇના નામની ફિલ્મ કરી રહી છે. તમામ ફિલ્મોમાં પોતાની એક્ટિંગ કુશળતાને સાબિત કરવા માટે તે તૈયાર છે. મૌની રોય હાલમાં પોતાના એક ફોટાના કારણે ભારે ચર્ચામાં રહી હતી. ઇન્સ્ટાગ્રામ પર મૌની રોય દ્વારા આ ફોટો મુકવામાં આવ્યો હતો. જેમાં તે ટ્રેડિશનલ ડ્રેસમાં ખુબ હોટ અંદાજમાં નજરે પડી હતી. હમેંશાની જેમ તેના આ ફોટાના કારણે પણ તે ચર્ચામાં રહી હતી. તે સોશિયલ મિડિયા પર છવાયેલી છે. અત્રે નોંધનીય છે કે મૌની રોય નાગિન સિરિઝમાં નજરે પડી હતી. આ ટીવી સિરિયલમાં તે લોકપ્રિય થઇ ગઇ હતી. તે ટીવી શો ક્યો કિ સાંસ ભી કભી બહુ થી મારફતે લોકપ્રિય થઇ હતી. તે ટુંકા ગાળામાં જ ખુ લોકપ્રિય થઇ ગઇ હતી. ફિલ્મોની વાત કરવામાં આવે તો તે ટુંક સમયમાં જ અક્ષય કુમારની સાથે ગોલ્ડ ફિલ્મમાં નજરે પડનાર છે. ગોલ્ડ વાસ્તવિક ઘટના પર આધારિત ફિલ્મ છે.
આ ફિલ્મ લંડનમાં યોજાયેલા ૧૯૪૮ ઓલ્મિયાડ પર આધારિત ફિલ્મ છે. ફિલ્મ ભારત દ્વારા હાંસલ કરવામાં આવેલા પ્રથમ મેડલ પર આધારિત છે. ફિલ્મ સાથે સંબંધિત મોટા ભાગના લોકો માને છે કે નિર્દેશક રીમા કાગતીની ફિલ્મમાં અક્ષય કુમાર, કૃણાલ કપુર, અમિત સાધની ભૂમિકા રહેશે. સની કૌશલની પણ ભૂમિકા રહેલી છે. મૌની રોય સલમાન સહિત તમામ મોટા સ્ટાર સાથે સંબંધ ધરાવે છે.

Related posts

સની લિયોને નવા ફોટો મુકી ચર્ચા જગાવી

aapnugujarat

સોફિયા વરગારા હવે ફિલ્મ પર ધ્યાન કેન્દ્રિત કરશે

aapnugujarat

સોનમ ફેશનની દુનિયામાં લોકપ્રિય બની ચુકી છે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1