Aapnu Gujarat
મનોરંજન

સોનમ ફેશનની દુનિયામાં લોકપ્રિય બની ચુકી છે

અભિનેત્રી સોનમ કપૂર હાલમાં ત્રણ ફિલ્મોને લઇને વ્યસ્ત છે. જેમાં સંજય દત્તની લાઇફ પર બની રહેલી ફિલ્મમાં, તે કામ કરી રહી છે. આવી જ રીતે અક્ષય કુમાર સાથે પેડમેનમાં કામ કરી રહી છે. આ ઉપરાંત વીદ દી વિડિગમાં પણ તે કરીના કપુર સાથે નજરે પડનાર છે. તે ફેશનની દુનિયામાં મોટા નામ તરીકે છે. વર્ષ ૨૦૦૭માં બોલિવૂડમાં પદાર્પણ કર્યા પછી તેની છાપ અદાકાર કરતાં ફેશનિસ્ટ તરીકેની વધુ રહી છે. પણ તેની ફિલ્મ નીરજા પછી સોનમે પુરવાર કરી બતાવ્યું કે તે ફેશન બાબતે જેટલી ગંભીર છે તેટલી જ ગંભીર ફિલ્મોમાં ભૂમિકાને લઇને પણ રહી છે. નીરજા ફિલ્મમાં તેની એક્ટિંગ કુશળતાથી તમામ લોકો પ્રભાવિત થયા હતા. સોનમ કપુરે સાબિતી આપી હતી કે તે પારંગત અભિનેત્રી તરીકે પણ છે.વર્ષ ૨૦૦૭માં અભિનય કારકિર્દીની સોનમ કપુરે શરૂઆત કરી હતી. ત્યારથી લઇને હજુ સુધી ઘણી બાબતો શીખી છે. તેનુ કહેવુ છે કે આપણે આપણા જીવનના પ્રત્યેક અનુભવમાંથી કાંઇક શીખતા હોઇએ છીએ.સોનમ કપુર બોલિવુડમાં લાંબી ઇનિગ્સ રમવા માંગે છે. પ્રેમ રતન ધન પાયો ફિલ્મમાં કામ કર્યા બાદ લોકપ્રિયતાની ચરમસીમા પર પહોંચી ગયેલી સોનમ કપુર પોતાની અભિનય કારકિર્દીના પગથિયાં વિશે કહે છે કે દિલ્હી-૬ (૨૦૦૯), આયશા (૨૦૧૦), અને રાંઝણાં (૨૦૧૩) કેરિયરની ઇમારત બનાવવા માટેની હતી.અલબત્ત, રાઝણાં પછી લોકો ગંભીરતાથી લેવા લાગ્યા હતા. અને ખૂબસુરત (૨૦૧૪) પછી લોકો વિશ્વાસ રાખવા લાગ્યા હતાં. સોનમ કપુરની ઓળખ બોલિવુડમાં અભિનેત્રી કરાતા વધારે ફેશનિસ્ટ તરીકે થઇ છે. ફેશનની દુનિયામાં તેની સતત નોંધ લેવામા આવે છે. તે બોલિવુડની હાલની સૌથી મોંઘી સ્ટાર પૈકીની એક તરીકે છે. અનિલ કપુરની પુત્રી માને છે કે તે બોલિવુડમાં એક અલગ ઓળખ ઉભી કરવામાં ચોક્કસપણે સફળ રહેશે. સોમન પાસે ફિલ્મો ઉપરાંત અનેક જાહેરોત રપણ છે. જેમાં મોટા ભાગની મોટી કંપનીઓની છે.

Related posts

Actress Pamela Adlon to star in Judd Apatow’s upcoming comedy film

aapnugujarat

‘પદ્માવતી’ વિવાદઃ હોલિવુડ એક્ટ્રેસ રૂબી રોઝ પદ્માવતીના સમર્થનમાં

aapnugujarat

અદિતી ‘પદ્માવતી’ ફિલ્મમાં રણવીરની પત્નીનાં રોલમાં દેખાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1