Aapnu Gujarat
રાષ્ટ્રીય

દિલ્હીનાં સામૂહિક આત્મહત્યા કેસમાં કેટલીક દુવિધા હજુ અકબંધ

દિલ્હીના બુરાડીના સંતનગર વિસ્તારમાં એક જ પરિવારના ૧૧ લોકોની સામૂહિક આત્મહત્યાના મામલામાં અનેક પ્રકારની દુવિધાઓ હજુ પણ પ્રવર્તી રહી છે. અનેક પ્રશ્નોના જવાબ મલી રહ્યા નથી. કેટલીક વિગતો પણ સપાટી ઉપર આવી છે. એકબાજુ આ આપઘાતની ઘટનાથી દેશના લોકો આશ્ચર્યમાં છે ત્યારે પરિવારના સભ્યો આને આત્મહત્યા માનવા માટે તૈયાર નથી. મૃતકના ભાઈ લલિત અને ભુપીની બહેન સુજાતાએ કહ્યું છે કે, તેમના પરિવારમાં કોઇ પરેશાની ન હતી. આ હત્યાનો મામલો છે. થોડાક દિવસમાં જ ઘરમાં ભત્રીજીના લગ્ન થનાર હતા. પરિવારના સભ્યો આને લઇને ઉત્સાહિત હતા. પોલીસ કેસ બંધ કરવાને લઇને આ પ્રકારનો મુદ્દો ઉઠાવી રહી છે. અંધવિશ્વાસ અને તંત્ર-મંત્રના ચક્કરમાં પરિવારના લોકો સામેલ ન હતા. લોકો અંધવિશ્વાસની વાતો કરી રહ્યા છે પરંતુ આવું કંઇ હતું નથી. પરિવારના લોકો ધાર્મિક હતા પરંતુ તે બાબા તંત્ર-મંત્રના ચક્કરમાં ન હતા. પરિવારમાં તમામ લોકો ખુશ હતા. તેમના ઉપર કોઇ દબાણ ન હતું. સુજાતાનું કહેવું છે કે, પાઠ પૂજા તમામ લોકો કરતા રહે છે. મોક્ષ અને આત્મહત્યા વચ્ચે કોઇ કનેક્શનને લઇને પરિવારના લોકો ઇન્કાર કરી રહ્યા છે. કોઇ બાબાને આ લોકો માનતા ન હતા. ભગવાન હનુમાનની પૂજા કરવામાં આવતી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ઉત્તર દિલ્હીના બુરાડીના સંતનગર વિસ્તારમા ગઇકાલે રવિવારે સવારે એક સાથે ૧૧ મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. આ લોકોએ સામૂહિકરીતે આત્મહત્યા કરી છે કે પછી સામૂહિક હત્યા કરવામાં આવી છે તેને લઇને ઉંડી તપાસ હજુ પણ ચાલી રહી છે. સંતનગરના ગુરુગોવિંદસિંહ હોસ્પિટલની સામે આવેલા વિસ્તારમાં આ બનાવ સપાટી ઉપર આવ્યો હતો. આ પરિવાર મૂળભૂતરીતે રાજસ્થાનનો છે.

Related posts

ભારત અને માલી વચ્ચે પ્રમાણીકરણ અને સુસંગતતા આકારણી માટે થયેલા એમઓયુને મંજૂરી

aapnugujarat

હું કેજરીવાલનાં ગુંડાઓથી ડરવાનો નથી : કપિલ મિશ્રા

aapnugujarat

कुछ हफ्ते की है केजरीवाल सरकार : मनोज तिवारी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1