પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ભારતના બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડડ્ર્સ (બીઆઇએસ) અને પ્રજાસત્તાક માલીના ડિરેક્શન નેશનલ દા ઇન્ડસ્ટ્રીઝ (એમએલઆઇએનડીઆઇ) વચ્ચે પ્રમાણીકરણ અને સુસંગતતા આકારણી પર થયેલા સમજૂતીકરાર (એમઓયુ)ને કાર્યોત્તર મંજૂરી આપી હતી.
એમઓયુનો ઉદ્દેશ ગાઢ સહકાર સુલભ કરવાનો અને એક વ્યવસ્થા પ્રદાન કરવાનો છે, જેના દ્વારા ભારત અને માલી કુશળતા અને પારસ્પરિક વેપારની વહેંચણી સુલભ કરવા, પ્રમાણીકરણને મજૂબૂત કરવા અને સુસંગતતા આકારણી પ્રવૃત્તિઓના સામાન્ય ઉદ્દેશ તરફ સંયુક્તપણે કામ કરી શકે છે.