Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રૂપિયાના મૂલ્યમાં ઘટાડાથી ‘મેક ઇન ઇન્ડિયા’ને ફાયદો

ચલણના ઘટાડાથી ‘મેક ઇન ઇન્ડિયા’ કેમ્પેનને ફાયદો થવાની શક્યતા છે. શુક્રવારે રૂપિયો થોડા સુધારા સાથે ૬૮.૪૭ના સ્તરે બંધ રહ્યો હતો, પણ જાણકારોના મતે આગામી સમયમાં રૂપિયો ડોલર સામે ૭૦ના સ્તરે પહોંચે તેવી શક્યતા છે.
રૂપિયાની નબળાઈ હરીફ દેશોની તુલનામાં ભારતની નિકાસ સ્પર્ધાત્મકતા વધારો કરશે. સ્થાનિક ચલણનો ઘટાડો ભારતના મેક્રો ફંડામેન્ટલ્સના કારણે નથી. એશિયન દેશોની તુલનામાં રૂપિયો ૨૦૧૮માં કદાચ ઓછું વળતર આપશે, પણ નિકાસમાં વધારો કરવાની ‘મેક ઇન ઇન્ડિયા’ ઝુંબેશ માટે આ બાબત લાભદાયી રહેશે.
ઉદાહરણ તરીકે, ૨૦૧૩માં ભારતની રાજકોષીય ખાધ ૪.૮ ટકાના સ્તરે હતી, જે અત્યારે ૩.૫ ટકા છે. ૧૧ મહિનાના ઇમ્પોર્ટ કવર સાથે ભારત અત્યારે રૂપિયાના ઘટાડાને પહોંચી વળવા સારી સ્થિતિમાં છે. પાંચ વર્ષ પહેલાં આવું ન હતું. એ વખતે આયાતકારોએ માત્ર છ મહિનાની જરૂરિયાતનું હેજિંગ કર્યું હતું. આ વખતે માત્ર રૂપિયામાં ઘટાડો નોંધાયો નથી.
અન્ય ઊભરતા દેશોના ચલણ પણ ડોલર સામે નબળા પડ્યા છે.‘ટ્રેડ વોર’ની આશંકા હોય ત્યારે સામાન્ય રીતે ડોલરમાં વધારો થયો હોય છે.અન્ય ઊભરતા બજારોના ચલણ પણ ઘટી રહ્યા હોવાથી આપણે ગેરલાભની સ્થિતિમાં નથી. વૈશ્વિક અનિશ્ચિતતાને કારણે રૂપિયો આગામી સમયમાં નવી નીચી સપાટીને સ્પર્શશે. તેને લીધે ભારતના નિકાસને પ્રોત્સાહન આપવાના પ્રયાસોને વેગ મળશે. માત્ર રૂપિયામાં ઘટાડો નોંધાશે તો નિકાસના મોરચે ભારતની સ્પર્ધાત્મકતામાં વધુ સુધારો થશે.મે મહિનામાં ભારતની નિકાસ ૨૦ ટકા વધીને ૨૮.૮૬ અબજ ડોલર થઈ છે, જે વર્ષ અગાઉ ૨૪.૦૧ અબજના સ્તરે હતી.
રૂપિયો ડોલર સામે આ ૧૨ મહિનાના ગાળામાં ૪.૫ ટકા ઘટ્યો છે.છેલ્લા બે વર્ષમાં રૂપિયો પ્રમાણમાં સ્થિર રહ્યો છે. જ્યારે અન્ય ઊભરતા દેશોના ચલણમાં ઘટાડો થયો છે.
ભારતીય નિકાસકારોને સ્પર્ધામાં ટકી રહેવા મુશ્કેલી પડતી હતી. તાજેતરના ઘટાડાને કારણે તેમને સ્પર્ધાત્મક લાભ મળ્યો છે.સ્થાનિક ચલણમાં ઘટાડો થાય ત્યારે નિકાસકારોને દરેક ડોલર સામે વધુ રૂપિયા મળે છે. કેટલાક નિકાસકારો ડોલરના ૭૧.૫૦ના એક વર્ષના ફોરવર્ડ કોન્ટ્રાક્ટ વેચી રહ્યા છે, જે દર્શાવે છે કે તેમને રૂપિયાના ઘટાડામાંથી લાભ મળશે.

Related posts

મોદીએ બેંકિંગની સિસ્ટમને ખતમ કરી : રાહુલનો આક્ષેપ

aapnugujarat

गिलानी समेत कई अलगावी नेताओं के पास संपत्ति का अंबार

aapnugujarat

टेलिकॉम और रिटेल क्षेत्र में तहलका मचाएगा रिलायंस

aapnugujarat

Leave a Comment

UA-96247877-1