Aapnu Gujarat
રાષ્ટ્રીય

ઉત્તરાખંડમાં બસ ખીણમાં ખાબકતાં ૪૭નાં ોત

ઉત્તરાખંડના પોડીગરવાલ જિલ્લામાં એક ભીષણ બસ દુર્ઘટના સર્જાઈ છે. ધુમાકોટના નૈનીડાંડા બ્લોકમાં સ્થિત પીપળી-ભૌણ મોટર માર્ગ ઉપર ગ્વિનપુલ નજીક આજે સવારે એક યાત્રી બસ દુર્ઘટનાનો શિકાર થઇ હતી. આ દુર્ઘટનામાં ૪૮થી વધુ યાત્રીઓના કરૂણ મોત થઇ ગયા છે. અનેક લોકો ઘાયલ થયા છે. ગડવાલ મોટર્સ યુઝર્સની બસ ખીણમાં ખાબકી જતાં આ દુર્ઘટના સર્જાઈ હતી. આ બસમાં મુસાફરી કરી રહેલા ૪૫ લોકોના મોત ઘટનાસ્થળે જ થઇ ગયા હતા જ્યારે અન્ય બે લોકોના મોત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાદ થયા હતા. ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રમસિંહે મૃતકોના પરિવારને રાહત આપવાની તથા વળતરની જાહેરાત કરી છે. આ કમકમાટીભરી ઘટનામાં અન્ય ચાર લોકો ઘાયલ થયા છે જે પૈકી બેની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે. ઘાયલોને ધુમાકોટના સામૂદાયિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા છે. યુકે૧૨સી-૦૧૫૯ નંબરની આ બસ આજે વહેલીસવારે આશરે ૬ વાગે ભૌન ગામથી રામનગર તરફ જઈ રહી હતી. મેરાગાંવમાં જાગરણનું આયોજન કરવામાં આવ્યું હોવાથી આ લોકો ત્યાં પહોંચી રહ્યા હતા. કેટલાક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, આ તમામ લોકો જાગરણમાં ભાગ લીધા બાદ પરત ફરી રહ્યા હતા. આ બસમાં દિલ્હી પરત ફરી રહેલા એવા લોકો પણ હતા જે રજાઓમાં ગામમાં ગયા હતા. દિલ્હી માટે બસ પકડવા માટે આ યાત્રીઓ રામનગર જઇ રહ્યા હતા. ગ્વિનપુલની પાસે બસના ડ્રાઇવરે કાબૂ ગુમાવી દેતા આ બસ ૬૦ મીટર નીચે ખીણમાં ખાબકી ગઈ હતી. બસ દુર્ઘટનામાં ૪૭ લોકોના મોતના અહેવાલને સમર્થન મળી ચુક્યું છે. આ દુર્ઘટના આજે સવારે આશરે ૮.૪૫ વાગે સર્જાઈ હતી. બીજી બાજુ ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રમસિંહ રાવતે અકસ્માત અંગે દુખ વ્યક્ત કર્યું છે અને કહ્યું છે કે, મૃતકોના પરિવારને બે-બે લાખ રૂપિયા અને ઘાયલોને ૫૦-૫૦ હજાર રૂપિયા તરત સહાયતા આપવામાં આવી છે. રાવતે ટિ્‌વટ કરીને કહ્યું છે કે, પોન્ડી જિલ્લાના ધુમાકોટની નજીક બસ દુર્ઘટના ખુબ જ દુખદ ઘટના છે. જિલ્લા વહીવટી તંત્રને તરત રાહત પહોંચાડવા માટેના આદેશ જારી કરવામાં આવ્યા છે. સ્થાનિક પોલીસ, એસડીઆરએફ અને અન્ય સ્થાનિક લોકો પણ મદદ માટે જોડાયા છે. રાવતે કહ્યું છે કે, જરૂર પડશે તો ઇજાગ્રસ્તોને સારવાર માટે દહેરાદૂન લઇ જવા હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહને દુર્ઘટનાના સંદર્ભમાં માહિતી આપવામાં આવી છે. રાજનાથસિંહે પણ તમામ સહાયતા આપવાની ખાતરી આપી છે. કેટલાક યાત્રીઓને રામનગરથી દિલ્હી લાવવા માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ બસમાં ૫૦થી વધુ લોકો મુસાફરી કરી રહ્યા હતા. બચાવ અને રાહત કામગીરી હજુ પણ ચાલી રહી છે. ઉંડી ખીણમાં બસ ખાબકી ગયા બાદ બસના ફુરચેફુરચા ઉડી ગયા હતા. ફસાઈ ગયેલા મૃતદેહોને ગ્રામિણ લોકોની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા.

Related posts

महिला को चढ़ाया गया HIV+ खून, मद्रास HC ने कहा, तमिलनाडु सरकार दे 25 लाख मुआवजा

aapnugujarat

આઈએસ મોડ્યુલ : શકમંદો રિમાન્ડ ઉપર લેવાયા

aapnugujarat

Bihar CM Nitish expands Cabinet by inducting 8 Ministers. 5 MLAs and 3 MLCs

aapnugujarat

Leave a Comment

UA-96247877-1