Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

અગ્નિ-૫ મિસાઇલ સેનામાં સામેલ કરી લેવાશે

ચીન સુધી પ્રહાર કરવામાં સક્ષમ અગ્નિ-૫ મિસાઇલને ટૂંક સમયમાં જ ભારતીય સેનામાં સામેલ કરવાની તૈયારી ચાલી રહી છે. અગ્નિ-૫ની વિશેષતા એ છે કે, આ મિસાઇલ ચીનના મોટાભાગના વિસ્તારોને ટાર્ગેટ હેઠળ લઇ શકે છે. તેની ક્ષમતા ૫૦૦૦ કિલોમીટરથી વધુની છે. પરમાણુ હથિયારો સાથે ત્રાટકવામાં આ મિસાઇલ સક્ષમ રહેલી છે. મિસાઇલ ખુબ જ મહત્વપૂર્ણ ગણાતી સ્ટ્રેટેજીક ફોર્સેસ કમાન્ડમાં સામેલ કરવામાં આવશે. સુત્રોનું કહેવું છે કે, એસએફસીને હેન્ડઓવર કરતા પહેલા મિસાઇલના અનેક વખત સફળ પરીક્ષણ કરવામાં આવી ચુક્યા છે. સંરક્ષણ સુત્રોના કહેવા મુજબ લાંબા અંતર સુધી ત્રાટકવામાં સક્ષમ આ મિસાઇલ ભારતીય સેનામાં સામેલ થવાથી સેનાની તાકાતમાં અનેકગણો વધારો થશે. ચીનના મુખ્ય શહેરો બેજિંગ, શાંઘાઈ, ગ્વાંગજુ અને હોંગકોંગ પણ તેના ટાર્ગેટ હેઠળ આવી જશે. હાલમાં જ ઓરિસ્સાના દરિયાકાંઠેથી અગ્નિ-૫ મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આવનાર સપ્તાહમાં ફરીથી પ્રિ ઇન્ડક્શન ટેસ્ટ કરવામાં આવી શકે છે. વરિષ્ઠ અધિકારીઓના કહેવા મુજબ વ્યૂહાત્મકરીતે આ મિસાઇલ ભારત માટે ખુબ મહત્વપૂર્ણ બની ગઈ છે. ભારતીય સેનામાં તેને સામેલ કરવામાં આવ્યા બાદ સેનાની તાકાતમાં અનેકગણો વધારો થશે. આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટને લઇને અંતિમ તૈયારીઓ ચાલી રહી છે. ભારતના શસ્ત્રાગારમાં અનેક ઘાતક મિસાઇલો રહેલી છે જેમાં અગ્નિ-૧, ૨, ૩, ૪નો સમાવેશ થાય છે. આ ઉપરાંત અન્ય મિસાઇલો પણ શસ્ત્રાગારમાં રહેલી છે. તાજેતરના સમયમાં મિસાઇલોનું સતત પરીક્ષણ કરવામાં આવ્યું છે. બેલાસ્ટિક મિસાઇલના પ્રથમ જથ્થાને સેનામાં સામેલ કરવાને લઇને તૈયારીઓ ચાલી રહી છે. અગ્નિ-૫ મિસાઇલનુ સતત પરીક્ષણ હાલના સમયમાં કરવામાં આવ્યું છે. ૨૦૧૮માં પણ અગ્નિ-૫નું પરીક્ષણ બે વખત અગાઉ કરવામાં આવી ચુક્યું છે. તે પહેલા ક્રમશ જાન્યુઆરી ૨૦૧૫ અને ડિસેમ્બર ૨૦૧૬માં પણ તેનુ પરીક્ષણ કરવામાં આવ્યુ હતુ. અગ્નિ-૫ એક વખતે સામેલ થઇ ગયા બાદ ભારત એવા દેશોની યાદીમાં જોડાઇ જશે જે દેશોની પાસે આ પ્રકારની મિસાઇલ છે. જેની રેંજ ૫૦૦૦- ૫૫૦૦ કરતા વધારે છે.
આવી મિસાઇલ ધરાવનાર દેશોમાં અમેરિકા, રશિયા, ચીન, ફ્રાન્સ અને બ્રિટનનો સમાવેશ થાય છે.ભારત પાસે તેના શસ્ત્રાગારમાં અન્ય ઘાતક હથિયારો છે. જેમાં ટુંકા રેંજની પૃથ્વી અને ધનુષ મિસાઇલ સામેલ છે. સ્ટ્રેટેજિક ફોર્સ કમાન્ડમાં અગ્નિ-૧, અગ્નિ-૨, અગ્નિ-૩ મિસાઇલ પહેલાથી જ સામેલ કરવામાં આવી ચુકી છે. આ મિસાઇલ પાકિસ્તાનને ટાર્ગેટ રાખીને તૈયાર કરાઇ છે. જ્યારે અગ્નિ-૪ અને પાંચ ચીનને રોકવા માટે તૈયાર કરવામાં આવી છે. ભારત પાસે અન્ય ઘાતક મિસાઇલ પણ છે.

 

Related posts

पाकिस्तान ने टूलकिट विवाद में गिरफ्तार दिशा रवि का किया समर्थन

editor

કેનેડામાં ભારતીયો અને સ્ટુડન્ટ્સ ખાસ સાવધાની રાખે : વિદેશ મંત્રાલય

aapnugujarat

५साल बाद ३० रुपये लीटर से कम में मिलेगा पेट्रोलःएक्सपर्ट

aapnugujarat

Leave a Comment

UA-96247877-1