Aapnu Gujarat
બિઝનેસ

ગિરીશ ચતુર્વેદીની આઈસીઆઈસીઆઈ બેંકનાં ડિરેક્ટર તરીકે વરણી

ખાનગી સેક્ટરની બેંક આઈસીઆઈસીઆઈ બેંકે તેના નોન એક્ઝીક્યુટીવ પાર્ટટાઈમ ચેરમેન તરીકે પૂર્વ અધિકારી ગીરીશચંદ્ર ચતુર્વેદીની આજે નિમણૂંક કરી હતી. ચતુર્વેદી ૧૯૭૭ની બેંચના આઈએએસ અધિકારી તરીકે છે. જાન્યુઆરી ૨૦૧૩માં ઓઇલ સેક્રેટરી તરીકે ચતુર્વેદી નિવૃત્ત થયા હતા. મંજુરી માટે બેંક દ્વારા ચતુર્વેદીનું નામ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને મોકલી દેવામાં આવ્યું છે. આઈસીઆઈસીઆઈ બેંકના વર્તમાન ચેરમેન એમકે શર્માની અવધિ ૩૦મી જૂનના દિવસે પૂર્ણ થઇ રહી છે. નિમણૂંક કરવામાં આવ્યા બાદ પત્રકારો સાથે વાતચીત કરતા ચતુર્વેદીએ કહ્યું હતું કે, આઈસીઆઈસીઆઈ બેંકનો હિસ્સો બનીને તેઓ ગર્વ અનુભવ કરે છે. ચતુર્વેદીએ એમ પણ કહ્યું હતું કે, અમને બોધપાઠ લેવાની જરૂર છે. ભૂતકાળની ભુલોને સુધારવાની જરૂર છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, આઈસીઆઈસીઆઈ બેંક માટે કોઇ પ્લાન તૈયાર કરવાની બાબત તેમના માટે હજુ પણ મુશ્કેલરુપ છે. અખબારોમાં જે પ્રકાશિત થઇ રહ્યું છે તેવી કોઇ વાત આઈસીઆઈસીઆઈ બેંકમાં હજુ સુધી જોઇ નથી. એક નિવેદનમાં આઈસીઆઈસીઆઈ બેંકે કહ્યું છે કે, નિમણૂંક પહેલી જુલાઈ ૨૦૧૮થી અમલી ગણવામાં આવશે. ત્રણ વર્ષના ગાળા માટે આ નિમણૂંક રહેશે. શેર ધારકોની મંજુરી પણ જરૂરી રહેશે. બોર્ડે ગીરીશચંદ્ર ચતુર્વેદીની નિમણૂંકને મંજુરી આપી દીધી છે. ચતુર્વેદીની નિમણૂંકને નોનએક્ઝીક્યુટીવ પાર્ટટાઈમ ચેરમેન તરીકે આરબીઆઈની મંજુરી જે દિવસે મળશે તે દિવસથી ગણવામાં આવશે. નિમણૂંકથી મેચ્યોરિટી આવશે. જાણકાર લોકોનું કહેવું છે કે, પ્રતિષ્ઠાને જાળવવાની બાબત હવે મુશ્કેલરુપ બની ગઈ છે. અત્રે નોંધનીય છે કે, ૧૮મી જૂનના દિવસે ચંદા કોચર તેમની સામે તપાસ પુરી ન થાય ત્યાં સુધી અચોક્કસ મુદ્દતની રજા ઉપર ઉતરી ગયા હતા. ચીફ ઓપરેટિંગ ઓફિસર તરીકે સંદીપ બક્ષીની નિમણૂંક કરવામાં આવી હતી. સરકારી સંસ્થાઓ અને માર્કેટ રેગ્યુલેટર દ્વારા કરવામાં આવી રહેલી તપાસના અનુસંધાનમાં બોર્ડે સ્વતંત્ર તપાસ કરવા માટે સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ બીએનસિંહ શ્રીકૃષ્ણની નિમણૂંક કરી હતી. ચંદા કોચર સામે ગેરરીતિના આરોપો અને આક્ષેપોમાં તપાસ કરવામાં આવનાર છે.
બીજી બાજુ બેંક દ્વારા સેબી દ્વારા ફટકારવામાં આવેલી કારણદર્શક નોટિસનો જવાબ આપવાની તૈયારી પણ કરવામાં આવી છે. આ મહિનાની શરૂઆતમાં આઈસીઆઈસીઆઈ બેંક અને ચંદા કોચરે નોટિસનો જવાબ આપવા માટે વધારે સમયની માંગ કરી હતી. સાથે સાથે કયા આધાર પર નોટિસ ફટકારવામાં આવી છે તે અંગેના દસ્તાવેજો ઉપલબ્ધ કરાવવા અંગે પણ કહ્યું હતું. માર્કેટ રેગ્યુલેટરે આ સપ્તાહની શરૂઆતમાં જ દસ્તાવેજો પુરા પાડ્યા હતા. સેબીએ ૨૩મી મેના દિવસે બેંક અને કોચરને ૧૨ પાનાની કારણદર્શક નોટિસ ફટકારી હતી.

Related posts

सेंसेक्स 689 अंक और निफ्टी 189 अंक लुढ़का

aapnugujarat

દેવું ચૂકવવા માટે સંપત્તિ વેચી શકે છે ટાટા સ્ટીલ

aapnugujarat

હવે ડેબિટ કાર્ડ ટ્રાન્ઝેક્શનને તર્કસંગત બનાવવાની તૈયારી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1