Aapnu Gujarat
રાષ્ટ્રીય

હત્યા કેસ : આર્મી મેજર ૧૪ દિવસ માટે કસ્ટડીમાં લેવાયો

અન્ય ઓફિસરની પત્નીની ઘાતકી હત્યા બદલ ધરપકડ કરવામાં આવેલા આર્મી મેજરને ૧૪ દિવસ માટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. કારણ કે પોલીસે તેમની વધુ રિમાન્ડની માંગણી કરી નથી. ૧૪ દિવસના જ્યુડિશિયલ કસ્ટડીમાં અથવા તો જેલ ભેગા કરી દેવામાં આવ્યા બાદ આ મામલામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મેટ્રો પોલિટિન મેજિસ્ટ્રેટ મનિષ ત્રિપાઠીએ મેજર નિખીલ હાન્ડાને તિહાર જેલમાં મોકલવાનો આદેશ કર્યો હતો. ચાર દિવસની પોલીસ કસ્ટડીની અવધિ પૂર્ણ થયા બાદ મેજર નિખીલ હાન્ડાને મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. દિલ્હી પોલીસની ત્રણેય બ્રાન્ચ દ્વારા રજૂ કરવામાં આવેલી અરજી ઉપર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. મેજિસ્ટ્રેટે કહ્યું હતું કે, આરોપી ૧૪ દિવસ માટે જ્યુડિશિયલ કસ્ટડીમાં રિમાન્ડ પર છે. હવે ૧૩મી જુલાઈ ૨૦૧૮ના દિવસે ફરીવાર કોર્ટમાં રજૂ કરવામાં આવશે. હાન્ડાને શનિવારના દિવસે પશ્ચિમ દિલ્હીમાં અન્ય મેજરની પત્નીની હત્યામાં સંડોવણી બદલ ઉત્તરપ્રદેશના મેરઠથી ૧૪મી જૂનના દિવસે ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટે કહ્યું હતું કે, આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં રિમાન્ડ ઉપર લેવામાં આવ્યા છે જેથી બંને અરજીઓનો હવે કોઇ મતલબ નથી. કારણ કે, અરજીમાં આ મુજબની માંગ કરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન તપાસ અધિકારીએ કોર્ટમાં કહ્યું હતું કે, છેલ્લા ચાર દિવસની કસ્ટડીના ગાળા દરમિાયન કેટલીક વિગતો સપાટી ઉપર આવી છે અને વધુ પુછપરછની કોઇ જરૂર દેખાઈ રહી નથી. બીજી બાજુ હાન્ડાના વકીલ એડવોકેટ સંજીવ સહાય દ્વારા પણ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી જેમાં આરોપી સાથે ૧૦ મિનિટ વાતચીત કરવા માટે માંગ કરવામાં આવી હતી. કોર્ટે આ અરજીને માન્ય રાખી હતી. દિલ્હી પોલીસે કોર્ટમાં કહ્યું હતું કે, ચાકુ પણ મળી આવ્યું છે જેનો ઉપયોગ સાથી આર્મી ઓફિસરના પત્નિની હત્યા કરવા માટે હાન્ડા દ્વારા ઉપયોગ કરવામાં આવ્યું હતું. મેરઠ-મુઝફ્ફરનગર હાઈવે નજીક ઘટનાસ્થળથી અપહરણ કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત સળગાવી દેવામાં આવેલા વસ્ત્રોના અવશેષ પણ ઘટનાસ્થળેથી મળી આવ્યા છે. મહિલાનો મૃતદેહ દિલ્હી કેન્ટોન્મેન્ટ વિસ્તારમાં બ્રાર સ્કેવર નજીક ગળુ કપાયેલી હાલતમાં મળી આવ્યો હતો. ત્યારબાદથી આ મામલામાં તપાસ હાથ દરાઈ હતી. શરૂઆતમાં પોલીસને માહિતી અપાઈ હતી કે, અકસ્માતમાં મહિલાનું મોત થયું છે. જો કે, મોડેથી તપાસ કરાતા ગળું કાપેલી હાલતમાં મૃતદેહ હોવાની વિગતો ખુલી હતી.

Related posts

सुप्रीम कोर्ट में गणतंत्र दिवस पर होने वाले किसान मार्च को लेकर सुनवाई टली

editor

मेघालय : खान में फंसे मजदूरों के जिंदा होने की संभावना क्षीण

aapnugujarat

માલણકા ગામે બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા નું અનાવરણ કરાયું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1