Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

દેશભરમાં મોનસુન બે દિવસ પહોંચશે

મોનસુન આગામી બે દિવસ દરમિયાન સમગ્ર દેશમાં પહોંચી જાય તેવી શક્યતા છે. સામાન્ય રીતે જે આગાહી કરવામાં આવી છે તે આગાહીના ૧૫ દિવસ બાદ મોનસુનની એન્ટ્રી સમગ્ર દેશમાં થાય છે. ગુરૂવાર સુધી દિલ્હી સહિત ઉત્તર પશ્ચિમ ભારતમાં મોનસુનની એન્ટ્રી થઇ હતી. સામાન્ય રીતે ૧૫મી જુલાઇ સુધી મોનસુન સમગ્ર દેશમાં પહોંચી જાય છે. ભારતીય હવામાન વિભાગે માહિતી આપતા કહ્યુ છે કે સામાન્ય રીતે દેશના મોટા ભાગના વિસ્તારોમાં મોનસુન પહેલી જુલાઇ સુધી પહોંચી જાય છે. ઉત્તર પશ્ચિમના મોટા ભાગના વિસ્તારો સુધી તેને પહોંચી જવામાં સમય લાગે છે. દેશના મોટા ભાગના વિસ્તારોમાં મોનસુન પહેલી જુલાઇ સુધી પહોંચી જાય છે. આ વર્ષે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પરિણામ સ્વરૂપે પહેલાથી જ મોનસુનની એન્ટ્રી થઇ ચુકી છે. ઉત્તર પશ્ચિમ ભારતમાં ભારે વરસાદ થઇ રહ્યો છે. જે મોનસુનના આગમન કરતા પહેલા રહેતા મદદગાર છે. વેસ્ટર્ન ડિસ્ટરબન્સ હવામાન સાથે સંબંધિત એક ઘટના તરીકે છે. જેના કારણે દેશના ઉત્તરી હિસ્માં ભારે વરસાદ થયો છે. જાણકાર લોકોનુ કહેવુ છે કે રાજસ્થાન અને ગુજરાતના કેટલાક ભાગો સુધી જ હજુ વરસાદની અન્ટ્રી થઇ શકી નથી.આગામી બે દિવસમાં આ ક્ષેત્રોમાં પણ વરસાદની એન્ટ્રી થઇ જશે. હવામાન વિભાગના અધિકારી કહે છે કે રિજનમાં બે દિવસના રેકોર્ડ વરસાદ બાદ ઉત્તર પશ્ચિમ ભારતમાં ગુરૂવારના દિવસે વરસાદ શરૂ થયો હતો. રીજનમાં વરસાદ ગુરૂવારના દિવસે સામાન્ય કરતા ૧૫૩ ટકા વધારે રહ્યો હતો. જુન માસ સામાન્ય વરસાદની સાથે હવે પૂર્ણ થનાર છે. પાંચ ટકા અંતરની વાત સામાન્ય કહી શકાય છે.
પહેલી જુન સુધી સમગ્ર દેશમાં વરસાદ સામાન્ય કરતા છ ટકા ઓછો રહ્યો હતો. દેશભરમાં સામાન્ય કરતા વધારે વરસાદ પડે તેવી ઇચ્છા તમામ લોકો રાખી રહ્યા છે જો કે આ પ્રકારની શક્યતા ઓછી દેખાઇ રહી છે.

Related posts

ટીએમસીને આરજેડી નેતા તેજસ્વીનુ સમર્થન

editor

માસ્ક વગર ફરતા લોકો સામે મહેસાણા જિલ્લા પોલીસની લાલ આંખ

editor

કેનેડા : ભારતીય રેસ્ટોરન્ટમાં બ્લાસ્ટ, ૨૦થી વધુ ઇજાગ્રસ્ત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1