Aapnu Gujarat
ગુજરાત

ટાંકિયા પ્રાથમિક શાળામાં સમારોહ યોજાયો

ભણતરનો ભાર આ મોંઘવારીનાં સમયમાં તો એવો છે કે, વર્તમાન સમયમાં ભણવું અને ભણાવવું એક અઘરું કાર્ય બની ગયું છે પરંતુ એવા પણ લોકો હોય છે કે જેઓ દેશ છોડીને પરદેશમાં વસતાં હોય પરંતુ દેશ અને તેમની ધરતીને તેઓ ક્યારેય ભૂલ્યાં ન હોય અને એનકેન પ્રકારે ખાસ કરીને ગામડાંના ગરીબ બાળકોને મદદ કરતાં હોય છે.
કડી તાલુકાની ટાંકિયા પ્રાથમિક શાળાનાં દરેક બાળકોને અમેરિકામાં રહેતાં પાલીબહેન ચંદુલાલ પટેલનાં દીકરા શ્રી બિમલભાઈ અને શ્રી રાકેશભાઈએ બે જોડી યુનિફોર્મ, ૧ જોડી બુટ અને સ્કુલબેગનું વિતરણ કર્યું હતું.
આ વિતરણ સમારોહ કાર્યક્રમમાં શ્રી પુલકિતભાઈ જોશી (નાયબ ડીપીઓ મહેસાણા), શ્રી દેવેન વર્મા (તંત્રીશ્રી, આપણું ગુજરાત), શ્રી ધીરજભાઈ દેસાઈ (ચેરમેનશ્રી કાકા કંપની), શ્રી ધર્મેશભાઈ દેસાઈ (ચેરમેનશ્રી કાકા કંપની), શ્રી માધવસ્વામી (ટાંકીયા), શ્રી મહેશભાઈ સોલંકી (ડાંગરવા હાઈસ્કૂલ), શ્રી અશ્વિનભાઈ પટેલ (પ્રમુખ, કડી તાલુકા શિક્ષક સંઘ), શ્રી કનુભાઈ પટેલ (મંત્રી), શ્રી પ્રકાશભાઈ ગજ્જર (રવિ બિલ્ડર, કલોલ), શ્રી દીપસિંહ ડાભી (ડૉક્ટર), શ્રી સચિનભાઈ દેસાઈ (મફતલાલ યુનિફોર્મ કંપની), શ્રી દિલીપસિંહ ડાભી (ડાંગરવા હાઈસ્કૂલ ટ્રસ્ટીશ્રી), ગામનાં સરપંચશ્રી જશુજી ચૌહાણ, ગામનાં ઉપસરપંચશ્રી મહેન્દ્રસિંહ ચૌહાણ, ડેરીના પ્રમુખશ્રી મહેન્દ્રસિંહ ચૌહાણ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.
આ કાર્યક્રમમાં ‘આપણું ગુજરાત’નાં તંત્રી શ્રી દેવેન વર્મા અને શ્રી પુલિકતભાઈ જોશીએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન, વ્યવસ્થાપન અને દાતાશ્રીઓની વ્યવસ્થા શાળાનાં આચાર્યશ્રી પિયુષભાઈ બળદેવભાઈ બારોટે કરી હતી.

Related posts

હોલસેલમાં ડુંગળી બે રૂપિયે કિલો પરંતુ વેપારી દ્વારા લૂંટ

aapnugujarat

अहमदाबाद शहर में दस दिन में ७८५ पशु डिब्बे में डाले गए

aapnugujarat

बीजेपी के टिकट के लिए लगी मुस्लिमों की लाईन

aapnugujarat

Leave a Comment

UA-96247877-1