Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સેંસેક્સ ૨૫૭ પોઇન્ટ સુધરી નવી ઉંચી સપાટી ઉપર રહ્યો

શેરબજારમાં આજે જોરદાર તેજી જોવા મળી હતી. કારોબારના અંતે સેંસેક્સ અને નિફ્ટી બંને નીચી સપાટીએ બંધ રહ્યા હતા. વૈશ્વિક બજારોમાં ઉથલપાથલ રહી હોવા છતાં શેરબજારમાં તેજી રહેતા કારોબારીઓ ખુશખુશાલ દેખાયા હતા. આજે કારોબારના અંતે સેંસેક્સ ૨૫૭ પોઇન્ટ ઉછળીને ૩૫૬૮૯ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૮૧ પોઇન્ટ ઉછળીને ૧૦૮૨૨ની ઉંચી સપાટીએ રહ્યો હતો. જે શેરમાં આજે તેજી રહી હતી તેમાં સનફાર્મા, એચડીએફસી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને એક્સિસ બેંકનો સમાવેશ થાય છે. આ તમામ શેરમાં જોરદાર તેજી જામી હતી. સેક્ટરલ ઇન્ડેક્સની વાત કરવામાં આવે તો બેંકિંગ અને ફાઈનાન્સિયલ સેક્ટર ઇન્ડેક્સમાં તેજી રહી હતી. નિફ્ટી બેંક, નિફ્ટી પીએસયુ બેંક અને નિફ્ટી પ્રાઇવેટ બેંક ઇન્ડેક્સમાં એક ટકાથી વધુનો ઉછાળો રહ્યો હતો. નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સમાં ૧.૮ ટકાનો ઉછાળો રહ્યો હતો. સનફાર્મામાં ચાર ટકાથી પણ વધુનો ઉછાળો રહ્યો હતો. શેરબજારમાં તેજી માટે અન્ય જુદા જુદા પરિબળો પણ જવાબદાર રહ્યા હતા. વૈશ્વિક સ્તર પરઅમેરિકા દ્વારા હાલમાં ટેરિફમાં વધારો કરવામાં આવ્યા બાદ ટ્રેડ વોર જેવી સ્થિતિ સર્જાઈ હતી. આના પરિણામ સ્વરુપે મૂડીરોકાણકારો હચમચી ઉઠ્યા છે. યુરોપિયન યુનિયનના જવાબી પગલા લેવામાં આવી રહ્યા છે. યુરોપિયન યુનિયને અમેરિકન ચીજવસ્તુઓ ઉપર ટેરિફ લાદવાનો નિર્ણય કર્યો હતો. ૩.૨ અબજ ડોલરની કિંમતની ચીજવસ્તુઓ ઉપર ટેરિફ લાદવામાં આવ્યા બાદ ટ્રેડવોર જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. એશિયન શેરબજારમાં આજે અફડાતફડી જોવા મળી હતી. શુક્રવારના દિવસે છ મહિનામાં સૌથી નીચી સપાટી જોવા મળી હતી. ચીન સાથે અમેરિકાના ટ્રેડવોરના કારણે હાલત કફોડી બનેલી છે. અન્ય જુદા જુદા દેશો દ્વારા પણ પગલા લેવામાં આવી રહ્યા છે. કોર્પોરેટ નફાથી દૂર થઇને અન્ય દેશો પણ આ દિશામાં આગળ વધી રહ્યા છે. તેલ કિંમતોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ઓપેકની બેઠકમાં પણ ચર્ચા થઇ રહી છે. એમએસસીઆઈ ઇન્ડેક્સમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો તેમાં ૦.૩૫ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. હોંગકોંગના હેંગસેંગમાં છ મહિનાની નીચી સપાટી જોવા મળી હતી. આ સપ્તાહમાં હજુ સુધી હોંગકોંગના હેંગસેંગમાં ૩.૯ ટકાનો ઘટાડો થઇ ચુક્યો છે.
દક્ષિણ કોરિયાના કોસ્પીમાં નવ મહિનાનો ઘટાડો જોવા મળ્યો છે. જાપાનના નિક્કીમાં ૦.૮ ટકાનો ઘટાડો સાપ્તાહિક આધાર પર જોવા મળ્યો છે. આજે બેંકિંગ અને ફાઈનાન્સિયલ સેક્ટરના શેરમાં તેજી જામી હતી. નિફ્ટી બેંક અને નિફ્ટી પીએસયુ બેંકમાં સુધારો રહ્યો હતો. અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવોરની સ્થિતિ વચ્ચે વિશ્વના દેશો હાલમાં હચમચી ઉઠ્યા છે.
ભારતે પણ અમેરિકા પર કેટલાક કઠોર પગલા લઇને ટેરિફ લાગૂ કરીને વળતા જવાબ આપ્યા છે.

Related posts

कृषि कानून के खिलाफ किसानों की आज भूख हड़ताल

editor

રાહુલ જનોઈધારી હિન્દુ છે : રણદીપ સૂરજેવાલા

aapnugujarat

Chidambaram’s CBI custody extended till Sept 5

aapnugujarat

Leave a Comment

UA-96247877-1