Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મોદીને રોકવા કોંગ્રેસ ૨૫૦ કરતા ઓછી સીટ પર લડશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપને સત્તાથી દુર રાખવાના હેતુથી કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીના નેતૃત્વમાં પાર્ટી ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ૨૫૦ સીટ ઉપર ચૂંટણી લડી શકે છે. સૂત્રોના કહેવા મુજબ કોંગ્રેસ પાર્ટી ૨૫૦ સીટ ઉપર ચૂંટણી લડી શકે છે. સ્વતંત્રતા બાદ આ સૌથી ઓછી સંખ્યા પર ચૂંટણી લડવાનીા પાર્ટીની યોજના છે. જો સૂત્રો ઉપર વિશ્વાસ કરવનામાં આવે તો બિનભાજપ પક્ષોને વધારે બેઠકો આપવાના હેતુસર કોંગ્રેસ પાર્ટી આ રણનીતિ ઉપર આગળ વધી શકે છે. ભાજપને સત્તાથી રોકવા માટે જે રીતે તાજેતરના વર્ષોમાં કેટલાક રાજ્યોમાં મહાગઠબંધનની રચના કરવામાં આવી છે તેવી જ રીતે અહીં પણ મહાગઠબંધન બનાવવાની યોજના છે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં પાર્ટી દ્વારા વર્ષ ૨૦૧૯ની લોકસભા ચૂંટણી માટે અન્ય રાજકીય પક્ષો સાથે બેઠકોની વહેંચણી મુદ્દે બ્લુ પ્રિન્ટ તૈયાર કરવનામાં આવી રહી છે. એકે એન્ટોનીના નેતૃત્વમાં કમિટી દ્વારા ૨૦૧૯ની ચૂંટણી માટે રૂપરેખા તૈયાર કરવામાં આવી છે. એકે એન્ટોનીની કમિટી જિલ્લા અને અન્યત્ર કોંગ્રેસના લોકો પાસેથી સૂચનો મેળવી રહી છે. પાર્ટીની સામે રહેલા પડકારો અને દેશના લોકોની અપેક્ષાઓને લઈને માહિતી એકત્ર કરવામાં આવ રહી છે. કમિટી ૨૦૧૯ની યોજના તમામ બાબતો પર વિચારણા કર્યા બાદ જ જાહેર કરશે. જેમાં જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરના હોદ્દેદારો સાથે વ્યાપક વાતચીત કરવામાં આવશે. રાહુલ ગાંધી પણ વાતચીતના હિસ્સા તરીકે રહી શકે છે. પાર્ટીના એક વર્ગના લોકો માની રહ્યા છે કે કોંગ્રેસને ૨૦૧૯ની ચૂંટણી ઓછી સીટો ઉપર લડવી જોઈએ. ક્ષેત્રિય પક્ષોમાં વધારે પ્રતિનિધિત્વ આપી શકાય છે. આવી સ્થિતિમાં મહાગઠબંધન વધુ મજબૂત બની શકે છે. અત્રે નોંધનિય છે કે ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીની હાલત કફોડી રહી હતી. ૨૦૧૪ લોકસભા ચૂંટણીમાં માત્ર ૪૪ સીટો મળી હતી. મોદી લહેર વચ્ચે કોંગ્રેસ પાર્ટનો સફાયો થયો હતો. ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાત જેવા મોટા રાજ્યોમાં કોંગ્રેસ વધુ ધ્યાન કેન્દ્રિત કરનાર છે.

Related posts

PMC बैंक की स्थिति पर है कड़ी नजर : RBI गवर्नर

aapnugujarat

CAA को लेकर बयान के बाद घिरे सिब्बलने अब कहा- जारी रहेगी लड़ाई

aapnugujarat

વિશ્વનાં શક્તિશાળી લોકોમાં મોદી ૯માં ક્રમાંકે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1