Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

જમ્મુ-કાશ્મીરમાં ઈદની નમાજ બાદ સુરક્ષા દળ પર પથ્થરમારો

ઈદના દિવસે પણ પાકિસ્તાને પોતાની હરકતો આજે જારી રાખી હતી. અંકુશરેખાની નજીક જમ્મુ-કાશ્મીરના નવસેરા સેકટરમાં પાકિસ્તાને ફરીવાર યુદ્ધવિરામનો ભંગ કરીને ગોળીબાર કર્યો હતો. પાકિસ્તાનના આ ગોળીબારમાં ભારતીય સેનાના જવાન વિકાસ ગુરુંદ શહીદ થયા હતા. બીજી બાજુ પાટનગર શ્રીનગરમાં પણ ઈદના દિવસે અશાંતિનો માહોલ રહ્યો હતો. ઈદની નમાજ બાદ સુરક્ષા દળો ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. દક્ષિણ કાશ્મીરના અનંતનાગમાં પણ નમાજ ાદ સુરક્ષા દળો ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પથ્થરબાજોએ આ ગાળા દરમિયાન આઈએસ અને પાકિસ્તાનના ધ્વજ લહેરાવ્યા હતા. તોફાની ટોળાને કાબુમાં લેવા માટે સુરક્ષા દળોને ટીયરગેસના શેલ છોડવાની ફરજ પડી હતી. એમ માનવામાં આવે છે કે બે દિવસ પહેલા જામી મસ્જિદના વિસ્તારમાં આ પ્રકારની ઘટના જોવા મળી હતી. અધિકારીઓ માની રહ્યા છે કે છેલ્લા ચાર સપ્તાહના ગાળામાં પથ્થરબાજોની ઘટનાઓમાં ઘટાડો થયો છે પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં પથ્થરબાજો દ્વારા સુરક્ષા દળો ઉપર હુમલાની ઘટનાઓ વધી છે. નવસેરા સેકટરમાં ભારતીય જવાન શહીદ થયા હતા. બીજી બાજુ અરણીયા સેકટરમાં શનિવારે વહેલી પરોઢે ચાર વાગે ઈદના પ્રસંગે પાકિસ્તાન તરફથી નાપાક હરકત કરવામાં આવી હતી. બીએસએફએ પણ જવાબી કાર્યવાહી કરી હતી. પાકિસ્તાન તરફથી સતત યુદ્ધવિરામનો ભંગ કરીે ગોળીબારનો સીલસીલો જારી રહ્યો છે. અટારી અને વાઘા સરહદ ઉપર હાલના ગોળીબારની અસર જોવા મળી હતી. બીએસએફના જવાનો અને પાકિસ્તાની જવાનો વચ્ચે મીઠાઈઓની આપ-લે કરવામાં આવી ન હતી. રમઝાન બાદ ઓપરેશનને લઇને હજુ સુધી કોઇ નિર્ણય કરાયો નથી. ગૃહમંત્રાલયના સુત્રોનું કહેવું છે કે, અમરનાથ યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓને કોઇપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે પગલા લેવાઈ રહ્યા છે. એવા અહેવાલ મળ્યા છે કે, અમરનાથ યાત્રા દરમિયાન દહેશત ફેલાવવાના હેતુથી ત્રાસવાદીઓ શ્રદ્ધાળુઓ અને સુરક્ષા દળો ઉપર બોંબથી હુમલા કરી શકે છે.રમઝાનના યુદ્ધવિરામના ગાળા દરમિયાન ત્રણ ડઝનથી વધુ લોકોને ત્રાસવાદીઓ મોતને ઘાટ ઉતારી ચુક્યા છે. શ્રીનગરમાં જુદી જુદી જગ્યાઓએ ૧૮ ગ્રેનેડો ઝીંકવામાં આવ્યા છે જેમાં ૨૪થી વધુ લોકોના મોત થયા છે. આ વર્ષે જાન્યુઆરીથી હજુ સુધી ૧૪૩ લોકોના મોત થયા છે. જેમાં ૩૭ નાગરિકોનો સમાવેશ થાય છે. ૩૩ સુરક્ષા જવાનો પણ શહીદ થયા છે. ૧૪૩ પૈકી ત્રણ ડઝન લોકોના મોત રમઝાન દરમિયાન થયા છે . સરહદે પાકિસ્તાને નાપાક હરકત જારી રાખી છે. પાકિસ્તાન તરફથી અવિરતપણે સરહદ ઉપર ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. બીજી બાજુ આતંકવાદીઓ દ્વારા ઘુસણખોરી પણ સતત કરવામાં આવી રહી છે. પ્રયાસો છતાં સીઆરપીએફના એક હેડકોન્સ્ટેબલ, જમ્મુ-કાશ્મીર પોલીસના એસએચઓ સહિત કુલ પાંચ લોકો ઘાયલ થયા હતા.

૩૫થી પણ વધારે ત્રાસવાદી ઘુસણખોરી માટે તૈયાર
જમ્મુ કાશ્મીરમાં સ્થિતી વધારે વણસી રહી છે. આવી સ્થિતીમાં હજુ વધારે રક્તપાત થવાની શક્યતા છે. કારણ કે સરહદથી ૩૫થી વધારે ખતરનાક ત્રાસવાદી ઘુસણખોરી કરવા માટેની તૈયારીમાં છે. સુત્રોના કહેવા મુજબ ઇન્ટેલિજન્સ એજન્સીએ માહિતી આપતા કહ્યુ છે કે ત્રાસવાદીઓ જુદા જુદા ગ્રુપમાં રહીને ઘુસણખોરી અલગ અલગ વિસ્તારમાં કરી શકે છે. રમજાનના ગાળામાં કેન્દ્ર સરકાર તરફથી જમ્મુ કાશ્મીરમાં નીકો લાગુ છે. આર્મી તરફથી સરકારને નીકો દરમિયાન ત્રાસવાદી ઘટનાઓ અને ઘુસણખોરીના પ્રયાસ મામલે માહિતી સોંપી દેવામાં આવી છે. જુદા જુદા સેક્ટર મારફતે ત્રાસવાદીઓ ઘુસણખોરી કરી શકે છે. ત્રાસવાદીઓ ખીણમાં હિંસાને જારી રાખવા માટે ઇચ્છુક છે. હાલમાં હેવાલ એવા પણ આવ્યા છે કે અમરનાથ યાત્રા દરમિયાન સુરક્ષા પાસાને મજબૂત કરવાનો મુદ્દો છવાયો હતો. અમરનાથ યાત્રા ઉપર હુમલાનો ખતરો તોળાઈ રહ્યો છે. આવી સ્થિતિમાં મહેબુબા મુફ્તી સરકાર કેન્દ્ર પાસેથી ૨૨૦૦૦ વધુ જવાનોની માંગ કરી ચુકી છે. આગામી દિવસો સુરક્ષા દળો માટે પડકારરૂપ રહી શકે છે. ઈન્ટેલિજન્સ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ચાર જુદા જુદા ગ્રુપમાં આતંકવાદી એલઓસીથી ઘુસણખોરી કરી શકે છે. લશ્કરે તોયબાના ૧૮ ત્રાસવાદી કાશ્મીરના કુપવારાના મચ્છેલ સેકટરથી ઘુસણખોરી કરી શકે છે. આ બંને નાના ગ્રુપમાં ઘુસણખોરી કરીને કુપવારાના આર્મી સ્થળો પર હુમલા કરી શકે છે. નવગામ સેકટરમાં ઘુસણખોરી કરવાના પ્રયાસમાં રહેલા તોઈબાના આઠ આતંકવાદી રહેલા છે. પુંચ સેકટરથી છ ત્રાસવાદી ઘુસણખોરી કરી શકે છે. ઈન્ટેલિજન્સ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે જો આતંકવાદી ઘુસણખોરીમાં અસફળ રહેશે તો આઈઈડી બ્લાસ્ટકરી શકે છે. પુંચના સૌથી વ્યસ્ત સેકટરથી ત્રણ આતંકવાદી ઘુસણખોરી કરી શકે છે. સૂત્રોના કહેવા મુજબ એલઓસીથી ઘુસણખોરીની સાથે ત્રાસવાદીઓની યોજના ખીણની અંદર સુરક્ષા દળોના હથિયાર આંચકી લેવાની પણરહી છે. ઈન્ટેલિજન્સ સૂત્રોએ કહ્યું છે કે અનંતનાગના બસ સ્ટેન્ડની પાસે ત્રાસવાદીઓ સુરક્ષા દળો પાસેથી હથિયારો આંચકી શકે છે.

Related posts

મુંબઇમાં ધોધમાર વરસાદ

editor

આસામમાં શાહનું એલાનઃ મોદીજીની સરકાર બનાવો, તમામ ઘૂસણખોરને બહાર તગેડી મૂકીશું

aapnugujarat

બિહારમાં લોકસભાની બેઠકોની વહેંચણી એનડીએ માટે પડકારરૂપ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1