Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ચીને વધારી સૈન્ય તાકાત, ડિફેન્સ બજેટમાં કર્યો ૭ ટકાનો વધારો

ચીને વર્ષ ૨૦૧૭-૧૮ માટે તેનું રક્ષા બજેટ રજૂ કર્યું છે. ચીનનું કુલ રક્ષા બજેટ ૧૫૧ અબજ ડોલરનું થયું છે. જેમાં ગત વર્ષની સરખામણીએ સાત ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ભારત કરતાં ચીનનું રક્ષા બજેટ ત્રણ ગણું વધારે છે. ચીની સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા અહેવાલ મુજબ ચીનના ડિફેન્સ મિનિસ્ટરે વાર્ષિક બજેટની સત્તાવાર જાહેરાત કરી હતી. જેમાં કુલ ૧૫૧ અબજ ડોલરની જોગવાઈ કરવામાં આવી છે.
મહત્વનું છે કે, ગત વર્ષે ચીનનું રક્ષા બજેટ ૧૪૬ અબજ ડોલરનું હતું. ચીનની તુલનામાં ભારતનું રક્ષા બજેટ માત્ર ૫૩ અબજ ડોલરનું છે. જોકે વિશ્વની સૌથી મોટી સેના ચીન પાસે હોવા છતાં તેનું રક્ષા બજેટ અમેરિકા કરતાં ઘણું ઓછું છે.અમેરિકાએ ગત વર્ષે ૫૯૮ અબજ ડોલરનું રક્ષા બજેટ મંજૂર કર્યું હતું. સુત્રોનું માનીએ તો, ચીન પોતાના રક્ષા ક્ષેત્રમાં કરવામાં આવતા વધારાના ખર્ચને ગુપ્ત રાખે છે અને બજેટમાં જાહેર કરતું નથી. તે જોતાં ચીનમાં રક્ષા બજેટ માટે કરવામાં આવતો ખર્ચ વાસ્તવિક આંકડા કરતા અનેક ગણો મોટો હોઈ શકે છે. ચીને છેલ્લા ૧૫ વર્ષમાં રક્ષા બજેટ અને સેનાના આધુનિકીકરણ પાછળ મોટાપાયે ખર્ચ કર્યો છે. છેલ્લા ૫ વર્ષથી ચીન રક્ષા બજેટમાં સતત ૧૦ ટકાથી વધુનો વધારો કરતું આવ્યું છે. જેથી કહી શકાય કે, ચીને પોતાના આર્થિક વિકાસની સાથે-સાથે ડિફેન્સ માટે પણ ધ્યાન આપ્યું છે.
ચીનની નીતિ પહેલેથી જ વિસ્તારવાદી રહી છે. જેને ધ્યાનમાં લેતા ચીને પોતાની આર્મી ઉપરાંત નેવીને પણ વધુ મજબૂત કરવા ઉપર ભાર મુક્યો છે. સાઉથ ચાઈના સી પર પોતાનો દાવો વધુ મજબૂત કરવા અને હિંદ મહાસાગરમાં પોતાની તાકાત વધારી ભારતની ઘેરાબંદી કરવા હાલમાં ચીન તેની નેવીને વધુ પાવરફુલ બનાવી રહ્યું છે. આપને જણાવી દઈએ કે, સાઉથ ચાઈના સીમાં અમેરિકાએ પોતાના એરક્રાફ્ટ ગોઠવ્યા છે, જેનો કાઉન્ટર એટેક કરવા ચીન તેની નેવીને મજબૂત કરી રહ્યું હોવાનું માનવામાં આવે છે.

Related posts

पाकिस्तानी आर्मी-सरकार के खिलाफ पोक में प्रदर्शन

aapnugujarat

અમેરિકામાં બે લાખ ભારતીય વિદ્યાર્થીઓને મળેલી રાહત

aapnugujarat

ચીને ૭ વર્ષ સુધીના બાળકોની પરીક્ષા કરી સમાપ્ત

editor

Leave a Comment

UA-96247877-1