Aapnu Gujarat
રાષ્ટ્રીય

મોદી સરકાર વિરુદ્ધ નેતાજીના પરિવારોએ ખોલ્યો મોર્ચો, આંદોલનની આપી ધમકી

નેતાજી સુભાષચંદ્ર બોઝ રહસ્યમય રીતે ગૂમ થયેલી ગૂંચવણ ઉકેલાઇ ના હોવાથી નારાજ એમના પરિજનોએ મોદી સરકાર વિરુદ્ધ મોર્ચો ખોલી દીધો છે. નેતાજીના ભાઇના પૌત્ર અને ભાજપ નેતા ચંદ્ર બોઝે જણાવ્યું કે આ બાબત ફરીથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. એમણે કહ્યું કે મોદી સરકાર વિરુદ્ધઆ અઠવાડિયે આંદોલન શરૂ કરવામાં આવશે.
પીએમ મોદીએ ઓક્ટોબર ૨૦૧૫માં નેતાજીના પરિવાર સાથે રેસકોર્સમાં મુલાકાત કરી હતી અને એમની માંગણી પર નેતાજીથી જોડાયેલા દસ્તાવેજો સાર્વજનિક કર્યા હતા. મોદી સરકાર તરફથી નેતાજીના પરિવારના લોકોને સમ્માનિત કરવા પર અને ઘણા માંગણી પૂરી કરી હોવા છતાં આંદોલનની આવી જાહેરાત સામે આવી છે. આ પહેલા પશ્વિમ બંગાળની મમતા સરકારએ નેતાજી સાથે જોડાયેલી ફાઇલોને સાર્વજનિક કરી હતી.
નેતાજીના પરિવારના લોકોએ મોદી સરાકર પર દબાણ બનાવવા માટે જંતર-મંતરમાં રેલી કરવાની યોજના છે. પરિવારના લોકોનું કહેવું છે કે માત્ર નેતાજી સાથે જોડાયેલા દસ્તાવેજો સાર્વજનિક કરવા પર્યાપ્ત નથી. સરકારે નેતાજીના મોતના રહસ્યને બહાર લાવવો જોઇએ.
છેલ્લા એક વર્ષમાં મોદી સરકારએ દર મહિને નેતાજી સુભાષ ચંદ્ર બોઝથી જોડાયેલી ૧૦૦ ફાઇલો રજૂ કરી. આ માટેની શરૂઆત ગત વર્ષે ૨૩ જાન્યુઆરીથી થઇ હતી. હવે આ દરેક ફાઇલો સાર્વજનિક રીતે ઉપબલ્ધ છે. ૨૦૧૫માં નેતાજીના પરિવારોને મળ્યા બાદ પીએમમોદીએ એવી પણ જાહેરાત કરી હતી કે એ રશિયા સરકાર સાથે પણ નેતાજી સાથે જોડાયેલી ફાઇલોને સાર્વજનિક કરવાની માંગણી કરશે.

Related posts

ગેરંટી વગર મળશે ૧.૬ લાખની લોન, ખેડૂતોને મળશે ફાયદો

aapnugujarat

एक चुनाव ने दे दी किसी की हत्या की ताकत ? : मॉब लिंचिंग पर शशि थरूर ने उठाया सवाल

aapnugujarat

રામ સબકે ભગવાન : ફારુક અબ્દુલ્લા

aapnugujarat

Leave a Comment

URL